અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને કોરોના કાળમાં દૂર કરી દો ગળામાં થતી આ અનેક તકલીફોને
સપ્ટેમ્બર મહિનો પસાર થવા આવ્યો છે તથા ઓક્ટોબર મહિનો હવે શરુ થશે.તેમ છતાં હવામાન હજુ ઠંડુ થયું નથી,પણ હવામાનમાં પરિવર્તન ચોક્કસપણે અનુભવાઈ રહ્યું છે.શરદી,તાવ અને ગળામાં દુખાવો આ બદલાતી ઋતુના સામાન્ય લક્ષણો છે.ગળામાં દુખાવો અથવા ગળામાં ઇન્ફેકશન થવું એ સમસ્યામાં સાંભળવામાં ખૂબ જ નાની લાગે છે,પરંતુ પીડા અને અગવડતા તે જ વ્યક્તિ સમજી શકે છે જે વ્યક્તિ આ સમસ્યામાંથી પસાર થતું હોય.
જયારે ગળામાં દુખાવાની સમસ્યા થાય,ત્યારે ગળામાં દુખાવો,ગળામાં બળતરા થવી અને ગળામાંથી કફ સાથે લોહી પણ નીકળવા આવા લક્ષણો જોઇ શકાય છે.આ મુશ્કેલીનું કારણ તો બને જ છે,પરંતુ સાથે તમારા નિયમિત કાર્યને પણ અસર કરે છે.અત્યારે કોરોનાની મહામારીમાં ગળામાં બળતરા થવાથી વ્યક્તિ ખુબ જ ગંભીર થઈ જાય છે,કારણ કે ગળામાં દુખાવો અથવા ગળામાં બળતરા એ કોરોનાના મુખ્ય લક્ષણોમાંથી એક છે.તેથી આ સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપચાર પણ અપનાવી શકો છો. આ સમસ્યાની શરૂઆતમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને તેને નિયંત્રિત કરી શકો છો.આજે અમે તમને ગળાના ચેપને દૂર કરવા માટે 5 ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમારી સમસ્યા દૂર કરવા માટે ખૂબ અસરકારક છે.
ગળાના ચેપના લક્ષણો
1. કાકડામાં સોજો આવવો
2. ગળામાં સોજો અથવા ગાંઠ
3. ગળામાં દુખાવો અને સોજો આવવો
4. કાનનો દુખાવો
5. તાવ સાથે સ્નાયુઓમાં દુખાવો
6. નાક અને આંખમાંથી પાણી નીકળવું
7. થાક અને માથાનો દુખાવો
ગળામાં ચેપની સમસ્યા દૂર કરવા માટેની ટિપ્સ
1.જો ગળામાં ચેપ કે દુખાવો હોય તો મીઠાના પાણી સાથે કોગળા કરવાથી ખૂબ ફાયદો થાય છે.તે ગળાના બળતરા,ગળામાં દુખાવો અને કફની સમસ્યા ઘટાડી શકે છે.આ કારણ છે કે મીઠું ઉત્તમ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે.કોગળા કરવા માટે એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખો અને આ મિક્ષણના કોગળા કરો.સારા પરિણામ માટે દિવસમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વાર કોગળા કરવા જરૂરી છે.આ ઉપાયથી બેક્ટેરિયાને દૂર થશે અને એસિડને બેઅસર કરશે જે બળતરા પેદા કરી શકે છે.
2.હળદરનું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે,જેમાંથી એક ફાયદો ગળાના દુખાવા અને ગાળાના ચેપને દૂર કરે છે.હળદરનું દૂધ પીવાથી ગળામાં દુખાવો,બળતરા અને શરદી તથા ઉધરસની સમસ્યામાં પણ રાહત મળે છે. આયુર્વેદિક હળદરનું દૂધ નેચરલ એન્ટીબાયોટીક તરીકે ઓળખાય છે.
3.ગાળાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે હર્બલ ટીનું સેવન પણ ફાયદાકારક છે.આ હર્બલ ટી બનાવવા માટે આદુના 2 ટુકડા,તજના 2 ટુકડા અને તુલસીના 3 થી 4 પાન લો.આ બધી જ સામગ્રીને 1 કપ પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેનું સેવન કરો.
4.ગળામાં થતા દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે ઉકાળો પણ ફાયદાકારક છે.તમે આદુ,મધ અને લીંબુના રસનો ઉકાળો બનાવી પી શકો છો.આ ઉકાળો ગળામાં સોજો ઓછો કરે છે તથા ઉધરસની સમસ્યા પણ દૂર કરે છે.મધ હાયપરટોનિક આસમાટીક તરીકે પણ કામ કરે છે,એટલે કે તે સોજાવાળી પેશીઓને પાણીની મદદથી બહાર કાઢે છે.
5.એપલ સાઇડર વિનેગર એસિડિક હોય છે,તેથી તે ગળામાં બેક્ટેરિયાને મારી શકે છે.એપલ સાઇડર વિનેગર શરદી તથા ઉધરસની સમસ્યા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.તમે હર્બલ ટીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરીને પી શકો છો અથવા તમે એપલ સાઇડર વિનેગરને પાણીમાં નાખીને તેના કોગળા પણ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "અપનાવો આ ઘરેલુ ઉપાયો, અને કોરોના કાળમાં દૂર કરી દો ગળામાં થતી આ અનેક તકલીફોને"
ટિપ્પણી પોસ્ટ કરો