કોરોનાની રસીની રાહ જોતી દુનિયાની આશા પર પાણી ફરી વળ્યું, સૌથી મોટી કંપનીએ દાવો કરતાં જ વિશ્વમાં ફફટાડ મચી ગયો
જ્યારથી કોરોના આવ્યો ત્યારથી બધા દેશ પોતાની રીતે દાવા કરી રહ્યા છે કે કોરોનાની વેક્સીન અમે શોધી લીધી અને હવે દુનિયામાં બધાને મળશે. પરંતુ કોઈ પુષ્ટિ થતી નથી અને ખબર પડતી નથી કે આખરે સામાન્ય માણસ સુધી આ કોરોનાની રસી ક્યારે પહોંચશે, હવે ફરીથી એક નવો દાવો કરવામાં આવ્યો છે.

જે ખરેખર ચોંકાવનારો છે. ચાલુ વર્ષના અંતે કોવિડ-19 વેક્સિન બધા માટે ઉપલબ્ધ થવાની આશા પર પાણી ફેરવી નાખતાં દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીના પ્રમુખે કહ્યું કે 2024 પહેલાં દુનિયાના બધા લોકોના ઘરમાં કોરોનાની વેક્સીન પહોંચે એ શક્ય નહીં બને. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું છે કે 2024 પહેલા કોવિડ -19 રસી વિશ્વના તમામ લોકોને ઉપલબ્ધ નહીં થાય. વિશ્વની સમગ્ર વસ્તીને કોરોના વાયરસની રસી આપવા માટે ફાર્મા કંપનીઓ ઝડપથી તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો નથી કરી રહી. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, વિશ્વના દરેક વ્યક્તિને કોરોના રસી ઉપલબ્ધ કરવામાં ઓછામાં ઓછા 4-5 વર્ષનો સમય લાગશે.

પુનાવાલાએ કહ્યું કે, વિશ્વમાં બધાને વેક્સિન મળવામાં ચારથી પાંચ વર્ષનો સમય લાગી જશે. અદાર પુનાવાલાએ અગાઉ કહ્યું હતું કે જો કોરોના વેક્સિનના દરેક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે, જેમ કે ઓરી કે રોટા વાઈરસના મામલે થાય છે તો દુનિયાને 15 અબજ ડોઝની જરૂર પડશે. અને એના ઉત્પાદન માટે બધાએ મળીને કામ કરવું પડશે.

વેક્સિન નિર્માણ અને વિતરણ અંગે પુનાવાલાની ટિપ્પણીને ખુબ મહત્ત્વપૂર્ણ માવનામાં આવે છે. તેમનાં નિવેદનોએ અનેક રાજકીય નેતાઓ દ્વારા કરાતાં દાવા સામે શંકા વધારી દીધી છે, જેમણે આગામી મહિના સુધી વેક્સિન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન એક ચિંતા એ પણ હતી કે યુરોપ અને અમેરિકા તરફથી પહેલાં અપાઈ ચૂકેલા મોટા ઓર્ડરના પરિણામસ્વરૂપે વિકાસશીલ દેશોને વેક્સિન મળવાની યાદીમાં નીચલા ક્રમે રખાશે.

કોરોનાવાયરસ રસીના ઉત્પાદન અને વિતરણ અંગે પૂનાવાલાનું નિવેદન મહત્વપૂર્ણ બન્યું છે કારણ કે વિકાસશીલ દેશોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ મોટાભાગની રસી ઉત્પાદન ધરાવે છે. પૂનાવાલાએ કહ્યું કે, “ઉત્પાદનની બાબતમાં વિશ્વ આ મામલે સારા સમાચાર ઇચ્છે છે પરંતુ મને લાગે છે કે ત્યાં સુધી પહોંચવું શક્ય બની શકે છે.” એસ્ટ્રાઝેનેકા સાથેના સોદા હેઠળ સીરમ સંસ્થા 68 દેશો માટે અને નોવાવેક્સ સાથે મળીને 92 દેશો માટે કોરોના રસી વિકસાવી રહી છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ એક પારિવારીક કારોબાર છે. દુનિયાની પાંચ કંપનીઓ સાથે એનો કરાર છે. એમાં એસ્ટ્રાજેનેકા અને નોવાવૈક્સ પણ સામેલ છે. સીરમે આ બધા સાથે મળીને 1 અબજ ડોઝ બનાવવાનો અને 50 ટકા ભારતમાં આપવાનો વાદો કર્યો છે. આ કંપની રશિયાની Gamaleya Research Institute સાથે મળીને કરાર પણ કરી શરે છે. કે જેથી સ્પૂતનિક રસીનું પ્રોડક્શન પણ શરુ થઈ શકે. આદર પુનાવાલા એ સાઈરસ પુનાવાલાનો દીકરો છે કે જે ભારતનો સૌથી સાતમો ધનિક માણસ પણ છે. આદર પુનાવાલાએ કહ્યું કે ગયા અઠવાડિયે ટ્રાયલ દરમિયાન એક માણસ બિમાર હોવાના કારણે AstraZenecaએ ટ્રાયલ રોકી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરીથી આ ટ્રાયલ શરુ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોનાની રસીની રાહ જોતી દુનિયાની આશા પર પાણી ફરી વળ્યું, સૌથી મોટી કંપનીએ દાવો કરતાં જ વિશ્વમાં ફફટાડ મચી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો