તારક મહેતા..ની બબિતા ટૂંકા કપડા પહેરવાની છે જબરી શોખીન, જોઇ લો તસવીરોમાં હોટ અદાઓ
સબ ટીવીના કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં બબીતાજીનું પાત્ર ભજવીને ફેમસ થયેલી મુનમુન દત્તા આજે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલમાં જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રીને ઘણીવાર બતાવવામાં આવે છે. તો બીજી બાજુ દર્શકોને પણ બબીતા જીનું પાત્ર ખૂબ જ ગમે છે. મુનમુન દત્તાનું જન્મ 28 સપ્ટેમ્બર 1987માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો.
ફક્ત પડદા પર જ નહીં પણ મુનમુન દત્તા રિયલ લાઈફમાં પણ ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તે ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. એવામાં તમને જણાવી દઈએ બબીતા જી વિશે કેટલીક રસપ્રદ વાતો. પુનાથી પોતાનો અભ્યાસ પૂરો કરીને મુનમુન મુંબઈ આવી ગઈ હતી. વર્ષ 2004માં એમમે પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત ઝી ટીવીની સિરિયલ હમ સબ બારાતીથી કરી હતી.
એ પછી મુનમુન દત્તા વર્ષ 2006માં કમલ હસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસમાં પણ નજર આવી હતી. મુનમુન દત્તા ડોકટર બનવા માંગતી હતી પણ એમના નસીબને કઈક અલગ જ મંજુર હતું. એમને એક ઇન્ટરવ્યૂ દરમીયાન જણાવ્યું હતું કે એ અભ્યાસમાં ઘણી જ હોશિયાર હતી. વર્ષ 2008માં એમને તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલમાં બબીતાનો રોલ મળ્યો. અને આ રોલ મુનમુનની જિંદગી બદલી નાખી. પાછલા 12 વર્ષોમાં મુનમુન આ પાત્રને ખૂબ જ સરસ રીતે ભજવી રહી છે. આજે એમની ઓળખ કોઈ મોટા સ્ટારથી જરાય ઓછી નથી.
એવું કહેવામાં આવે છે કે વર્ષ 2008માં જ મુનમુન દત્તાનું અફેર અરમાન કોહલી સાથે શરૂ થયું હતું અને પછી થોડા જ દિવસોમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. એમના બ્રેકઅપનું કારણ અરમાનનો ગુસ્સાવાળો અને આક્રમક સ્વભાવ માનવામાં આવે છે. વેલેન્ટાઈનસ ડેના દિવસે અરમાન કોહલીએ મુનમુન સાથે મારામારી કરી હતી. જેના કારણે આ બાબત કોર્ટમાં જઇ પહોચી હતી.
એ પછી અરમાન કોહલીને પોતાના ખરાબ વર્તનના કારણે ફાઇન પણ ભરવું પડ્યું હતું. એ કેસમાં ટીવી અભિનેત્રી ડોલી બિન્દ્રાએ ગવાહી આપી હતી. ડોલીના કહેવા અનુસાર અરમાન હમેશા મુનમુન સાથે ખરાબ વર્તન કરતા હતા. સોશિયલ મીડિયા પર મુનમુનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર એમના એક મિલિયનથી વધુ ફેન છે. અને એ પણ પોતાના ફેન્સ માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરતી રહેવા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "તારક મહેતા..ની બબિતા ટૂંકા કપડા પહેરવાની છે જબરી શોખીન, જોઇ લો તસવીરોમાં હોટ અદાઓ"
ટિપ્પણી પોસ્ટ કરો