મકાઇના રેસા કિડનીના દર્દીઓ માટે છે ખૂબ ફાયદાકારક, જાણો આ બીજા ફાયદાઓ અને પ્રોપર સેવન કરવાની રીત
ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ અલગ છે.તમે મકાઈ તો મજાથી ખાવ છો,પણ તેના રેસા ફેંકી દો છો,તો હવે તે ન કરો.મકાઈના રેસામાં ઘણાં સ્વસ્થ પોષક તત્વો હોય છે,જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે. મકાઈના રેસાનું સેવન કરવું કિડનીને સ્વસ્થ રાખવામાં અને તેને અનેક રોગોથી બચાવવામાં મદદગાર છે.તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ઘરે મકાઈના રેસાનું સેવન કેવી રીતે કરી શકો છો અને તેના ફાયદા શું છે.

મકાઈના રેસામાંથી બનેલી ચાનો ઉપયોગ એક કુદરતી શક્તિશાળી મૂત્રવર્ધક પદાર્થ એજન્ટ તરીકે થાય છે.તે શરીરમાંથી અતિશય પાણી અને ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે,જે પાણીને સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. કેટલાક સંશોધનમાંથી બહાર આવ્યું છે કે લાંબા ગાળે મૂત્રવર્ધક પદાર્થનો ઉપયોગ હૃદયરોગની નિષ્ફળતા અને કિડનીના રોગો સહિતના સ્વાસ્થ્યના ઘણા જોખમોથી રાહત આપે છે.

કિડનીમાં થતી પથરી દૂર કરવા માટે મકાઈના રેસાની ચા ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.આ તમારા કિડનીમાં એકઠા થયેલા ઝેર અને નાઇટ્રેટ્સને દૂર કરે છે અને કિડનીમાં થતી પથરીનું જોખમ ઘટાડે છે.તેથી જે લોકોને પથરીની સમસ્યા છે અથવા તો દરેક લોકો માટે મકાઈના રેસાની ચા રામબાણ ઈલાજ છે.

તાજેતરના સંશોધનનાં તારણો અનુસાર,મકાઈના રેસાની ચા બ્લડ સુગરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સંશોધન દર્શાવે છે કે મકાઈના રેસાની મદદથી ડાયાબિટીસની સમસ્યા પર પ્રભાવ પડે છે.મકાઈના રેસામાં ઘણા બધા વિટામિન અને ખનિજો હોવાને કારણે તે લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રણમાં રાખે છે.જેના કારણે ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે.
મકાઈના રેસામાં વિટામિન ‘કે’ ની વધારે માત્રાને લીધે તે લોહીને ગંઠાઈ જવાની સમસ્યા દૂર કરે છે.

અત્યારના દિવસોમાં ઘણી સ્ત્રીઓ હાયપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી ચિંતિત છે.તેઓ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે મકાઈના રેસાની ચાનું સેવન કરી શકે છે.આનાથી તેઓ ઓટીસી બ્લડ પ્રેશરની દવાઓથી થતી પ્રતિકૂળ અસરોથી પીડાશે નહીં.
મકાઈના રેસાની ચા તમારી પાચન શક્તિને મજબૂત રાખે છે.આ ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને ભૂખમાં પણ મદદ કરે છે.તે પેટ માટે એક સારો આહાર માનવામાં આવે છે,સાથે સાથે પ્રોટીનની માત્રા વધારે છે,તેથી તે સ્વાસ્થ્ય માટે સારું છે.

મકાઈના રેસાની મદદથી તમે જાડાપણાથી છુટકારો મેળવી શકો છો.પાણીની રીટેન્શન અને શરીરમાં ઝેર એકઠા થવાને કારણે કેટલાક લોકો જાડાપણાની સમસ્યાથી પીડાય છે.મકાઈના રેસા આ વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને આ વજન ઘટાડવાની પ્રક્રિયામાં વધારો કરે છે.
આ બાબતો પણ ધ્યાનમાં રાખો

મકાઈના રેસાને ત્યાં સુધી પાણીમાં ઉકાળો જ્યાં સુધી તેની માત્ર ઓછી ન થાય.તેનું સેવન કરવાથી ઘણા આરોગ્ય લાભ થાય છે.જેમને મકાઈથી એલર્જી છે,તે નિયમિતપણે મકાઈના રેસાની ચાનું સેવન કરતા પેહલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.સગર્ભા સ્ત્રીઓએ મકાઈના રેસાનો મર્યાદિત વપરાશ કરવો જોઇએ અથવા સ્ત્રીરોગચિકિત્સકની સલાહ લેવી જોઈએ.આ ઉપરાંત ડાયાબિટીઝ,હાઈ બ્લડ પ્રેશર,લો બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ અને સેવન કરતા પેહલા ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "મકાઇના રેસા કિડનીના દર્દીઓ માટે છે ખૂબ ફાયદાકારક, જાણો આ બીજા ફાયદાઓ અને પ્રોપર સેવન કરવાની રીત"
ટિપ્પણી પોસ્ટ કરો