સારા અલીખાન NCB આગળ થઇ ભાવુક! કંઇક આ રીતે સુશાંત વિશેની વાત સ્વીકારી લીધી
હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંઘ ની NCB એ ડ્રગ્સ કેસ બાબતે પૂછપરછ કરી હતી, આ મામલે ટેલિવૂડ ના કલાકારો સનમ જોહર અને એબીગેલ પાંડેના નામ પણ સામે આવ્યા હતા. જો કે ત્યાર બાદ આ તપાસ વધુ આગળ વધી હતી, અને અનેક બોલિવૂડ કલાકારો અને સેલેબ્સના નામ પણ સામે આવ્યા હતા.
જયા સાહા સાથેની ચેટ અને વ્હોટ્સએપ ગ્રુપ જેમાં દીપિકા પાદુકોણ એડમિન હતી, તેના ધોરણે પણ તપાસ આગળ વધી હતી. સારા અલી ખાનને એનસીબીએ શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી. તે જ્યારે શનિવારે એનસીબીની ઓફિસે પહોંચી તો ત્યાં તેને ડ્રગ્સ અંગે તમામ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યાં. આ દરમિયાન સારાને તેના અને સુશાંત વચ્ચેના સંબંધ વિશે પણ સવાલ પૂછાયા.
સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ની તપાસમાં અચાનક બહાર આવેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તી (Reha Chakraborty) એ 26 સ્ટાર્સના નામ લીધા છે જેમાં સારા અલી ખાન (Sara Ali Khan) નું નામ પણ છે. સારાને એનસીબીએ શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી. તે જ્યારે શનિવારે એનસીબીની ઓફિસે પહોંચી તો ત્યાં તેને ડ્રગ્સ અંગે તમામ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યાં. આ દરમિયાન સારાને તેના અને સુશાંત વચ્ચેના સંબંધ વિશે પણ સવાલ પૂછાયા.
સારાએ NCBના અધિકારીઓ સામે સ્વીકારી લીધુ કે તે સુશાંત સાથે રિલેશનશીપમાં હતી. સારાએ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને જણાવ્યું કે તેણે સુશાંતને ડેટ કર્યો હતો. અત્રે જણાવવાનું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ સારા અને સુશાંતના અફેરને લઈને ખુબ ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ બંનેએ પોતાના સંબંધનો જાહેરમાં ખુલાસો કર્યો નહતો.
સારાની ડેબ્યુ ફિલ્મ કેદારનાથ વર્ષ 2018માં આવી હતી. જેમાં તેનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો. 14 જૂનના રોજ સુશાંતના મોતના એક અઠવાડિયા બાદ તરત તેના મિત્ર સેમ્યુઅલ હાઓકિપે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ‘સારા અને સુશાંત રિલેશનશીપમાં હતાં પરંતુ બોક્સઓફિસ પર સોનચિરિયા ફ્લોપ થઈ જતા સારા તૂટી ગઈ હતી.’
એનસીબી દ્વારા કરાયેલી પૂછપરછમાં સારા અલી ખાને જણાવ્યું કે ફેબ્રુઆરી 2018માં ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું. એટલું જ નહીં તે સુશાંત સાથે તેના મુંબઈ સ્થિત રેસિડેન્સ કેપ્રી હાઈટ્સમાં સાથે રહેવા પણ ગઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે તે થાઈલેન્ડ ટ્રીપ પર સુશાંત સાથે ગઈ હતી. સારાએ એનસીબીને જણાવ્યું કે સુશાંતના લોનાવાલા ફાર્મ હાઉસ ઉપર પણ અનેકવાર ગઈ હતી.
એનસીબીની પૂછપરછમાં સારાએ ડ્રગ્સ લેવાની વાતનો તો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો પરંતુ સિગરેટ સેવનની વાત સ્વીકારી છે. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. ડ્રગ્સ કેસમાં સારા ઉપરાંત અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની પણ એનસીબીએ પૂછપરછ કરી છે. આ તમામ જાણીતી હસ્તીઓના નામ રિયાએ એનસીબી પૂછપરછમાં જણાવ્યાં હતાં.
NCB એ ઘણા ડ્રગ પેડ્લર્સની ધરપકડ કરી
આ તપાસમાં જો કે NCB એ ઘણા ડ્રગ પેડ્લર્સની ધરપકડ કરી હતી, તેમની ઉલટ તપાસમાં તેમણે NCBને ઘણા બોલિવૂડ સેલેબ્સ અને તેમના કનેક્શન્સ અંગેના નામ અને માહિતી આપી હોવાનું કહેવાય છે, આ લીડને લઈને જ બોલિવુડની અગ્રણી અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ એક્ટ્રેસ સાથેની પૂછપરછ બાદ જ કરણ જોહર ના પ્રોડક્શન હાઉસના ક્ષિતિજ પ્રસાદની NCB દ્વારા તપાસ કરાઈ રહી છે, હવે મનાઈ રહ્યું છે કે બોલિવૂડની આ ડ્રગ નેક્સસ અંગે રાકેશ અસ્થાના NCB પાસેથી માહિતી મેળવશે અને તેનાથી સરકાર ને પણ અવગત કરાવી શકે છે, કેમ કે NCB એ રાષ્ટ્રીય તપાસ એજન્સી છે અને સીધા ગૃહ મંત્રાલયની અન્ડરમાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સારા અલીખાન NCB આગળ થઇ ભાવુક! કંઇક આ રીતે સુશાંત વિશેની વાત સ્વીકારી લીધી"
ટિપ્પણી પોસ્ટ કરો