ના કોઇ વધારે ખર્ચ, કે ના કોઇ આડઅસર…માત્ર 2 રૂપિયામાં આ રીતે ઘરે બનાવો નેચરલ બ્લીચ, ચહેરો કરશે જોરદાર ગ્લો
પુરુષ હોય કે સ્ત્રી દરેક એક સુંદર અને ચમકતો ચહેરો મેળવવા માંગે છે.ચેહરાને ફટાફટ સુંદર અને ચેહરા પરનો ગ્લો વધારવા માટે આપણે બ્લીચનો ઉપયોગ કરીએ છીએ.કારણ કે બ્લીચ એ એક એવો ઉપાય છે,કે જેનો ઉપયોગ કરવાથી આપણને તરત જ રિઝલટ મળી જશે.પરંતુ જો દરેક વાસ્તુના ફાયદા હોય છે,તો તેમાં નુકસાન પણ હોય છે.ઘણી વાર આપણે લોકોને ફરિયાદ કરતી સાંભળીએ છે કે બ્લીચને લીધે તેમનો ચહેરો બળી ગયો છે અથવા તેમના ચેહરા પર લાલ ફોલ્લીઓ થઈ જાય છે અને ઘણા લોકોને તો ચેહરા પર બ્લીચ લગાવ્યું હોય,ત્યાં જ ચેહરો બળવા લાગે છે.
ઘણા લોકો પાસે બ્લીચ સ્યુટ પણ નથી હોતા.આ કારણ છે કે બજારોમાં મળતા બ્લીચમાં ઘણા પ્રકારનાં રસાયણો હાજર હોય છે.તો આજે અમે તમને ઘરે કુદરતી બ્લીચ બનાવવાની ઘરેલું રેસીપી જણાવી રહ્યા છીએ. તેનાથી તમને વધારે પૈસાનો ખર્ચ થશે નહીં અને તમારો સમય પણ બરબાદ નહીં થાય.તો આજે અમે તમને ઘરે બ્લીચ બનાવવાની રીત જણાવીશું.જેની મદદથી તમારા ચેહરાને કોઈ નુકસાન પણ નથી થાય અને તમારા ચેહરા પર ગ્લો પણ ઝડપથી આવશે.
જરૂરી ઘટકો …..
આ બ્લીચ બનાવવા માટે તડકામાં સુકાવેલી સંતરાની છાલ,લીંબુ અને થોડું દહીં.આ ત્રણેયનું મિશ્રણ તમારા ચેહરાનો ગ્લો તો વધારશે જ,પરંતુ તે તમારા ચહેરાના ડાઘોને પણ સરળતાથી દૂર કરશે.
બ્લીચ બનાવવાની રીત
બ્લીચ બનાવવા માટે તમે 1 બાઉલમાં એક ચમચી નારંગીની છાલ પાવડર નાખો,પછી તેમાં 1 ચમચી દહીં નાખો અને અડધું લીંબુ ઉમેરો.હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.મિશ્રણને એવી રીતે મિક્સ કરો કે તેમાં કોઈ ગઠ્ઠો ન રહે.સૌથી પેહલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો અને આ પેસ્ટને નીચેથી ઉપર સુધી આખા ચહેરા પર લગાવો.હવે તેને ચહેરા પર સુકાવા દો,જયારે તે સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.આ બ્લીચ સંપૂર્ણપણે કુદરતી છે અને તેની કોઈ આડઅસર થતી નથી.તમે અઠવાડિયામાં 2 થી 3 વાર પણ આ બ્લીચ અજમાવી શકો છો.ચહેરા પર આ બ્લીચનો ઉપયોગ ખરેખર અસરકારક છે.
-ચંદનનું બ્લીચ પણ તમારા ચેહરાનો ગ્લો વધારે છે,ઠંડક અસર આપે છે અને તે ચહેરા પરના ડાઘોને ઘટાડવામાં મદદ કરે છે.તે ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન જાળવવામાં મદદ કરે છે,જે તમારી ત્વચાને ગ્લોઇંગ બનાવે છે.
ઘટકો
ચંદન
પાણી
બ્લીચ બનાવવાની રીત
એક વાટકી લો અને તેમાં ચંદન પાવડર નાખો,ત્યારબાદ થોડું પાણી નાંખો અને એક પેસ્ટ બનાવો.તેને તમારા ચહેરા અને ગળા પર સમાનરૂપે લગાવો.તેને 7 – 10 મિનિટ સુધી રાખો અથવા તે સૂકાય ત્યાં સુધી રાખો.ત્યારબાદ તમારા ચહેરા પર થોડું પાણી નાખો અને આ બ્લીચને હાથથી માલિશ કરીને સાફ કરો.તે પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો.આ સરળ ઉપાય પણ તમારા ચેહરાનો ગ્લો વધારશે.
-ચોખાનો લોટ ચેહરા પર ટૈનિંગ ઓછું કરે છે.ઉપરાંત તે ત્વચામાંથી મૃત કોષોને દૂર કરવા માટે એક ઉત્તમ બ્લીચ તરીકે કામ કરે છે.જો તેમાં દૂધ પણ ભેળવવામાં આવે તો તે ત્વચાને સારી રીતે સાફ કરે છે.
ઘટકો
ચોખાનો લોટ
ઠંડુ દૂધ
બનાવવા માટેની રીત
ચોખાના લોટનું બ્લીચ બનાવવા માટે,ઠંડા દૂધમાં ચોખાનો લોટ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.ત્યારબાદ તેને ચહેરા અને ગળાના વિસ્તારમાં લગાવો.થોડા સમય માટે તેને રહેવા દો,જયારે તે સુકાઈ જાય પછી તમારા ચેહરા પર થોડું પાણી નાખો અને તેની મસાજ કરી અને સાફ કરો.આ ઉપાયથી તમારા ચેહરા પરની દરેક સમસ્યા દૂર થશે.
-નારંગીમાં રહેલા વિટામિન સી સૂર્યના કિરણોથી તમારી ત્વચાની રક્ષા કરે છે.મુલતાની માંટ્ટીમાં નારંગીનો રસ નાખીને બનાવેલું બ્લીચ તમારી ત્વચાનો ગ્લો વધારશે.
ઘટકો
તાજી નારંગીનો રસ
મુલતાની માંટ્ટીનો પાવડર
બનાવવા માટેની રીત
તાજી નારંગીનો રસ કાઢો અને તેની સરળ પેસ્ટ બનાવવા માટે તેને મુલતાની માંટ્ટીમાં મિક્સ કરો.ત્યારબાદ તેને આખા ચહેરા અને ગળા પર સમાનરૂપે લગાવો.આ પેસ્ટ જયારે સુકાઈ જાય,ત્યારે ઠંડા પાણીથી તમારો ચેહરો સાફ કરી લો.આ ઉપાય તમે સરળતાથી તમારી રીતે જ કરી શકો છો અને તમારા ચેહરાનો ગ્લો વધારી શકો છો.
0 Response to "ના કોઇ વધારે ખર્ચ, કે ના કોઇ આડઅસર…માત્ર 2 રૂપિયામાં આ રીતે ઘરે બનાવો નેચરલ બ્લીચ, ચહેરો કરશે જોરદાર ગ્લો"
ટિપ્પણી પોસ્ટ કરો