23 મિત્રોને લઈને બ્લાઈન્ડ ડેટ પર પહોંચી પ્રેમિકા, બિલ જોઈને ભાગી ગયો પ્રેમી
હાલમાં ચીનમાં બનેલો એક કિસ્સો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ આ કેસ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતનો છે. જ્યાં લિયુ નામના યુવકે તેની માતાની પસંદગીની છોકરી સાથે બ્લાઈન્ડ ડેટની યોજના બનાવી અને રેસ્ટોરન્ટ જમવા માટે પસંદ કરી.
યુવાન ત્યાંથી ભાગી ગયો
પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્લાઈન્ડ ડેટનું સપનું જોતા યુવક સાથે મજાક ત્યારે થઈ જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેના 23 મિત્રો અને સંબંધીઓ સાથે રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ. શરૂઆતમાં તો યુવકે તેની લાગણીઓને છુપાવી બધા સાથે હસતા હસતા કરી, પરંતુ જેવા જ ગર્લફ્રેન્ડના મિત્રોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું તો યુવકે ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી. ડિનર પૂરા થયા ત્યાં સુધીમાં, જ્યારે બિલ ભરવાનો વારો આવ્યો ત્યારે તે યુવાન ત્યાંથી ભાગી ગયો હતો. તે પછી, ગર્લફ્રેન્ડને રેસ્ટોરન્ટ માટે લગભગ 2 લાખ રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું.
યુવતીએ જ રેસ્ટોરન્ટનું બિલ ચુકવ્યું
ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, યુવતીએ જણાવ્યું કે, તે પોતાના પ્રેમીની ઉદારતાને તપાસવા માટે બ્લાઈન્ડ ડિનર પર પોતાના 23 મિત્રોને સાથે લઈને ગઈ હતી. શરૂઆતમાં બધુ બરાબર રહ્યું પરંતુ વધતા બિલને જોઈ તેનો પ્રેમી ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગવાનું જ તેણે બરાબર સમજ્યું. યુવતી અનુસાર, ડિનર ખતમ થયા બાદ જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો, તેનો પ્રેમી ત્યાંથી બાગી ગયો હતો. ત્યારબાદ યુવતીએ જ રેસ્ટોરન્ટનું 19,800 (2,17,828 રૂપિયા)નું બિલ ચુકવવું પડ્યું.
યુવકની માએ નક્કી કરી હતી બ્લાઈન્ડ ડેટ
અહેવાલ મુજબ આ મામલો પીર્વ ચીનના ઝેજિયાંગ વિસ્તારનો છે. અહીંના નિવાસી લિયુ નામનો એક યુવક પોતાની મા દ્વારા નક્કી કરવામાં આવેલ બ્લાઈન્ડ ડેટ પર ગયો હતો. તે આ યુવતીને પહેલા ક્યારે પણ મળ્યો ન હતો. જોકે, બાદમાં લિયૂ રેસ્ટોરન્ટનું બિલ 19,800 જોઈ ત્યાંથી ભાગી ગયો. ડિનર ખતમ કર્યા બાદ જ્યારે પ્રેમિકાએ લિયૂનો સંપર્ક કરવાની કશિશ કરી તો, તે ક્યાંય ન મળ્યો. ત્યારબાદ થાકી પ્રેમિકાએ જ પોતાના ડિનરનું પેમેન્ટ કરવું પડ્યું.
મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો
ત્યાર બાદ આ મામલે યુવતી ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચી તો, લિયૂની શોધખોળ કરવાનું શરૂ કરી દીધુ. યુવક પકડાયા બાદ લિયૂએ માત્ર બે ટેબલનું બિલ ચુકવવા માટે તૈયારી બતાવી. લિયૂ પકડાઈ ગયા બાદ પણ યુવતીએ 15,402 યુઆન (1,69,444 રૂપિયા)ની ચૂકવણી કરવી પડી. ચીનના સોશિયલ મીડિયામાં પણ આ સમાચારને લઈ લોકોએ ખુબ કોમેન્ટ કરી છે. મોટાભાગના લોકોએ યુવક લિયુનો પક્ષ લીધો છે, જ્યારે યુવતીના વ્યવહારની ટીકા કરી છે અને કહ્યું છે કોઈ પણ યુવક સાથે આવો વ્યવહાર કરવો યોગ્ય નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "23 મિત્રોને લઈને બ્લાઈન્ડ ડેટ પર પહોંચી પ્રેમિકા, બિલ જોઈને ભાગી ગયો પ્રેમી"
ટિપ્પણી પોસ્ટ કરો