આ કંપનીએ બહાર પાડી તદ્દન નવી જ જીન્સ, કિંમત જાણીને હાજા ગગડી જશે, 25 કે 50 હજારમાં ના આવે હો!
આજકાલ લોકો ફેશનમાં જીવવામાં માને છે. જે પ્રમાણેનું ફંક્શન હોય એ પ્રમાણે કપડાં પહેરવામાં સમજતો આજનો વર્ગ થઈ ગયો ત્યારે લોકો ફેશનેબલ દેખાવા માટે પૈસા ખર્ચ કરવામાં કશું જ ભાવતાલ જોતાં નથી. એમાં પણ કોઈ બ્રાન્ડેડ કપડા હોય તો લોકો પાણીની જેમ પૈસા વાપરે છે. આ વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે સ્થાનિક બજારમાં માત્ર 500 રૂપિયામાં મળેલી જીન્સ બ્રાન્ડેડ શોરૂમમાં 5000 રૂપિયાથી ઓછી કિંમતે તો મળતી પણ નથી. હાલમાં લક્ઝરી બ્રાન્ડ ગુચ્ચીએ એક જીન્સ શરૂ કરી છે જેની કિંમત સાંભળી તમારા હોશ ઉડી દેશે.

આ ગુચ્ચી જીન્સની કિંમત $ 1,200 એટલે કે લગભગ 88 હજાર રૂપિયા કરતાં પણ વધારે છે. આ જીન્સની સૌથી ખાસ વાત એ છે કે ઘાસ તેના ઘૂંટણ પર ડાઘ લગાવવામાં આવ્યા છે, જેથી તેનો દેખાવ રફ અને અઘરો દેખાય. ઉલ્લેખનીય છે કે આ જીન્સ ઇટાલિયન ફેશન વીક વિન્ટર 2020નો એક ભાગ છે. જો તમારે આ જીન્સ પહેરવું હોય તો તમારા ખિસ્સામાં ઓછામાં ઓછા $ 1,200 (88 હજાર રૂપિયાથી વધુ) હોવા જરૂરી છે. આ જીન્સ હલ્કા વાદળીમાં ધોવામાં આવેલ એક ઓર્ગેનિક ડેનિમ છે, જે ઘાંસના ડાઘની અસર ધરાવે છે.

જો તમારે આ જીન્સ પહેરવાની છે, તો તમારા ખિસ્સામાં ઓછામાં ઓછા $ 1,200 (88 હજાર રૂપિયાથી વધુ) હોવું જરૂરી છે. આ જિન્સની શરૂઆતની કિંમત 1,200 ડોલર છે. તે જ સમયે, ગૂચીની વેબસાઇટ પર $ 1,400 માં વેચાઇ રહી છે. વેબસાઇટ અનુસાર આ જીન્સ ઇટાલીમાં બનાવવામાં આવી છે.

આ જિન્સના ફોટા અને કિંમતો એકદમ આશ્ચર્યજનક છે. એટલું જ નહીં ગુચીની આ જીન્સ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો માને છે કે કોઈ આ જીન્સ માટે આટલી કિંમત કેમ આપશે? કારણ કે તે ખાસ દેખાવમાં પણ લાગતી નથી. લોકો આ જીન્સને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુચી સિવાય આ પહેલાં આ જીન્સો પણ આવી ચૂકી છે ચર્ચામા
એપો જીન્સ :

આ બ્રાન્ડની ખાસિયત એ છે કે તેમા જીન્સમાં રહેલ ખીસ્સો રેશમના દોરાથી બનાવવામાં આવે છે અને તેના બટન સોના ના હોય છે જેની કિંમત ૨.૫ લાખ સુધીની હોય છે.
લિવાઇસ સ્ટ્રોસ :

લિવાઇસ બ્રાન્ડના કપડા પહેરતા પહેલા લોકો હજારો વખત વિચારે છે કેમ કે આ જીન્સની કિંમત ૩૦ લાખ સુધી હોય છે. જેની કિંમત બરાબર આપણે એક ઘર પણ ખરીદી શકીએ છીએ.
સિક્રેટ સર્કસ

દુનિયામાં સૌથી મોંઘી જીન્સમાં ગણાતુ આ બ્રાન્ડની કિંમત ૧ કરોડ સુધીની છે. જેમાં પાછળની જેબમાં હીરાનું વર્ક થયેલું હોય છે. આ જીન્સની કિંમત બરાબર એક ફરારી કાર ખરીદી શકીએ છીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ કંપનીએ બહાર પાડી તદ્દન નવી જ જીન્સ, કિંમત જાણીને હાજા ગગડી જશે, 25 કે 50 હજારમાં ના આવે હો!"
ટિપ્પણી પોસ્ટ કરો