દિકરા માટે બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી અંદરથી તૂટી ગઇ પતિનો માર સહન કરી-કરીને, અંતે 30 વર્ષ પછી થયું…
સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે મુશ્કેલીઓ સામાન્ય માણસને જ આવતી હોય છે. બાકી અભિનેતા-અભિનેત્રીઓને તો ક્યારેય મુશ્કેલીઓનો સામનો જ નથી કરવો પડતો. પણ એવું નથી હોતું. સામાન્ય સ્ત્રીઓની જેમ અભિનેત્રીઓને પણ ઘણીવાર ખૂબ સહન કરવાનો વારો પડતો હોય છે. તેઓ ભલે સુંદર દેખાઈને, ફિલ્મોમાં સફળ થઈને લોકોને એક સુખદ ચિત્ર બતાવતા હોય પણ તેમણે પણ દુઃખમાંથી પસાર થવું પડતું હોય છે. આવી જ એક અભિનેત્રીની આજે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ જેણે સતત 30 વર્ષ સુધી પતિનો અત્યાચાર સહન કર્યો તે પણ માત્ર પોતાના દીકરા ખાતર
આ અભિનેત્રીએ લગભગ દસ ભાષાઓમાં 150 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનું નામ છે રતિ અગ્નિહોત્રી. તેમનો જન્મ મુંબઈના એક પંજાબી કુટુંબમાં થયો હતો. રતિએ લગભઘ 10 વર્ષની ઉંમરથી જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. તેમને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. જ્યારે રતિ 16 વર્ષના થયા ત્યારે તેમના પિતા પોતાના પરિવાર સાથે ચ્ન્નઈમાં શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેમણે પોતાના અભ્યાસની સાથે સાથે એક્ટિંગ પણ શરૂ કરી.
તે જ સમયે તમિલ ફિલ્મ ઇડસ્ટ્રીના જાણીતા ડીરેક્ટર ભારતી રાજાએ પોતાની નવી ફીલ્મ માટે હીરોઈનની શોધ ચલાવી. એકવાર ભારતી રાજાએ રતિને શાળાના એક પ્લેમાં એક્ટિંગ કરતી જોયા હતા. તેઓ તરત જ રતિના પિતાને મળ્યા અને તેમણે તેમને વચન આપ્યું કે તેઓ એક જ મિહનામાં તે ફિલ્મ પુરી કરી દેશે. તેના પર રતિના પિતાએ રતિને ફિલ્મોમાં કામ કરવાની હા પાડી દીધી. ત્યાર બાદ 16 વર્ષની ઉંમરમાં જ રતિએ પોતાની પહેલી ફિલ્મ પુદિયા વરપુકલમાં કામ કર્યું. 1979માં આ ફિલ્મ રિલિઝ થઈ હતી અને તે સુપરહીટ સાબિત થઈ.
આ ફિલ્મ કર્યા બાદ રતિ રાતોરાત સ્ટાર બની ગયા. ત્યાર બાદ તેમની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ. તેમણે ત્રણ વર્ષની અંદર અંદર 32 કન્નડ અને તેલુગુ ફિલ્મો કરી લીધી. તેમણે તમિલના મોટા સ્ટાર્સ જેમ કે રજનીકાંત, કમલ હાસન, શોભન બાબૂ, ચિરંજીવી અને નાગેશ્વર રાવ સાથે કામ કર્યું.
1981માં રતિ અગ્નિ હોત્રીએ ફિલ્મ એક દૂજે કે લિયેમાં કમલ હાસન સાથે કામ કર્યું. રિલિઝના થોડા જ દિવસો બાદ ફિલ્મ બ્લોકબસ્ટર જાહેર થઈ ગઈ. ત્યાર બાદ રતિએ 43 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું અને એક ઉંચું મુકામ હાંસલ કરી લીધું. રતિના લગ્ન પહેલાં જ તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું.
9મી ફેબ્રુઆરી 1985ના રોજ તેમણે બિઝનેસમેન અનિલ વીરવાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. 1987માં રતિ અને અનિલનો એક દીકરો તનુજ થયો. ત્યાર બાદ તેણી સંપૂર્ણ રીતે પોતાની કૌટુંબિક જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગઈ. રતિ એટલા બધા સુંદર હતા કે તેમને લગ્ન બાદ પણ ખૂબ ફિલ્મો ઓફર થતી. પણ પોતાના પરિવાર માટે તેમણે ફિલ્મોને ના કહી દીધું.
લગ્નના 30 વર્ષ બાદ સુધી રતિ લાઇમલાઇટથી દૂર રહ્યા. પણ એક દિવસ અચાનક તેણી પોલિસ સ્ટેશનમાં બેસેલા જોવા મળ્યા. બધા જ તેમને પોલીસ સ્ટેશનમાં જોઈને ચોંકી ગયા. ત્યાં તેમણે પોતાના પતિ અનિલ વીરવાની પર પ્રતાડના, મારવા પીટવા તેમજ જીવથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને એક ઇન્ટર્વ્યૂ આપતા રતિએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી તે પોતાના પતિના અત્યાચારો સહન કરી રહી છે. જ્યારે તેમને પૂછવામા આવ્યું કે તેણી આટલો સમય ચુપ કેમ રહીં ? ત્યારે તેમણે જણાવ્યું કે તેણી એકને એક દિવસ તો આ પગલુ ભરવાની જ હતી. કાલે નહીં તો આજે. હું મારા દીકરા તનુજ માટે આટલો સમય ચુપ રહી. વર્ષ 2015માં રતિએ પોતાના પતિ સાથે છુટ્ટા છેડા લઈ લીધા હાલ તેણી પોતાના દીકરા સાથે રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દિકરા માટે બોલિવૂડની આ જાણીતી અભિનેત્રી અંદરથી તૂટી ગઇ પતિનો માર સહન કરી-કરીને, અંતે 30 વર્ષ પછી થયું…"
ટિપ્પણી પોસ્ટ કરો