શું તમારા ઘરમાં બહુ આવે છે કિડીઓ? તો આ 4 નુસ્ખા અપનાવો, ફટાફટ જતી રહેશે ઘરની બહાર અને નહિં દેખાય બીજી વાર

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યાં મીઠી ચીજો હોય ત્યાં કીડીઓ આવતી હોય છે.મીઠી ચીજો જોઈને તરત જ કીડીઓ તેમના બિલમાંથી બહાર આવે છે.આવી સ્થિતિમાં દરેક જગ્યાએ કીડીઓ દેખાવાને કારણે લોકો ખૂબ જ પરેશાન થાય છે.તેથી આજે અમે તમને એવા કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અજમાવવાથી તમે કીડીઓથી છૂટકારો મેળવી શકો છો.

મકાઈનો લોટ

image source

મકાઈના લોટનો ઉપયોગ કરવાથી કીડીઓ તમારા ઘરમાંથી હંમેશા માટે દૂર થશે.મકાઈનો લોટ દરેક પ્રાણીઓ માટે નુકસાનકારક નથી.માત્ર કીડીઓ જ આ ખાવાથી મરી જાય છે.

ફુદીનો

image source

કીડીઓને ફૂદીના પાંદડાઓની સુગંધ બિલકુલ ગમતી નથી.તેથી જ્યાં વધુ કીડીઓ હોય ત્યાં તમે ફુદીનાના પાંદડા મૂકી શકો છો.આ પાંદડાઓ ખાધા પછી કીડીઓ મરી જશે.

સાબુ ​​અને પાણીનું મિક્ષણ

image source

ચમચી સાબુવાળા પાણીને થોડા સાદા પાણીમાં મિક્સ કરી એક બોટલમાં ભરો.પછી આ સોલ્યુશનને બારી, દરવાજા અને તમારા ઘરની તિરાડોમાં છંટકાવ કરો.જો તમે આ સોલ્યુશનને કીડીઓ પર છાંટશો,તો કીડીઓ તરત જ મરી જશે.

એપલ સાઇડર વિનેગર

image source

તમે એપલ સાઇડર વિનેગારની મદદથી કીડીઓને ભગાવી શકો છો.એપલ સાઇડર વિનેગર તેની ખટાશના કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓને દૂર કરવામાં પણ મદદ કરે છે,જેના કારણે કીડીઓ મરી જાય છે.

પાવડર

image source

કીડીઓને ટાળવાનો આ સૌથી જૂનો ઘરેલુ માર્ગ છે.ટેલ્કમ પાવડર કીડીઓને ખતમ કરવા માટેનો કુદરતી ઉપાય છે.બેબી પાવડરમાં પણ કોર્નસ્ટાર્ચ હોય છે,જે કીડીઓને દૂર કરવામાં મદદ કરે છે.

બોરેક્સ

image source

બૂરેક્સ એ એક રાસાયણિક સંયોજન છે,જે કીડીઓને ઘરથી દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.તમારા ઘરમાં રહેલી કીડીઓને દૂર કરવા માટે બોરેક્સ અને ખાંડને એકસાથે મૂકો.જેથી આ ખાંડને જોઈને કીડીઓ ત્યાં આવે અને કીડીઓ સાથે બોરેક્સનું પણ સેવન કરે.આ ખાવાથી કીડીઓ તરત જ મરી જશે.

જો તમારા ઘરમાં નાના બાળકો કે પાળતુ પ્રાણી હોય તો આ મિશ્રણને છંટકાવ ન કરો,કારણ કે તેનાથી તેમને નુકસાન થઈ શકે છે.તેથી બોરેક્સનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો કે તમારા ઘરમાં કોઈ બાળક અથવા પાલતુ પ્રાણી ન હોય.

લીંબુ

image source

લીંબુ તો દરેક લોકોના ઘરમાં હોય છે,તો પછી તમે કીડીઓથી છૂટકારો મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.કીડીઓને લીંબુની સુગંધ પસંદ નથી,જેના કારણે લીંબુનો ઉપયોગ ફાયદાકારક બની શકે છે.તેના માટે જે જગ્યા પર કીડીઓ હોય ત્યાં લીંબુની છાલ નાખો,કીડીઓ ત્યાંથી ભાગશે.આ ઉપરાંત તમે લીંબુના રસમાં મીઠું ઉમેરી એક મિક્ષણ બનાવો,ત્યારબાદ જ્યાં કીડીઓ હોય ત્યાં આ મિક્ષણનો છંટકાવ કરો.આ ઉપાયથી પણ તમારા ઘરમાંથી કીડીઓ દૂર થશે.

તજ

image source

આ બધી ચીજો ઉપરાંત ખાદ્ય ચીજો માટે વપરાયેલ તજ પણ કીડીઓને ઘરમાંથી દૂર કરી શકે છે.જ્યાંથી કીડીઓ આવે છે ત્યાં તજના પાવડરનો છંટકાવ કરો.જ્યાં તજ છે ત્યાં કીડીઓ આવશે નહીં.તેવી જ રીતે જો તમારા ઘરમાં વધુ કીડીઓ છે,તો એક કપ ગરમ પાણીમાં તજ સાથે કાળા મેરિનો પાવડર પણ ઉમેરો.આ ઉપાયથી તમારા ઘરમાં રહેલી કીડીઓ હંમેશા માટે તમારા ઘરથી દૂર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "શું તમારા ઘરમાં બહુ આવે છે કિડીઓ? તો આ 4 નુસ્ખા અપનાવો, ફટાફટ જતી રહેશે ઘરની બહાર અને નહિં દેખાય બીજી વાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel