ઝડપથી ઘટી રહ્યો છે કોરોનાનો પોઝિટિવિટી રેટ, પણ આ બાબતે ચિંતા યથાવત, જાણો કેમ ‘આવું’

ભારતમાં કોરોના મામલે રાહતના સમાચાર મળવાના કારણે થોડી આશા વધી છે. દેશમાં ઝડપથી કોરોનાનો પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. જોકે જાણકારોની ચિંતા હજુ પણ યથાવત છે કેમ કે જો તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં ન આવ્યું તો કોરોના ઝડપથી ફેલાઈ શકે છે. સાથે જ ગરબા માટેની પરમિશન આપવા માટે વિચારણા, શાળાઓ અને મોલ, મલ્ટીપ્લેક્સ ખોલવાના મુદ્દાને લઈને પણ ચિંતા યથાવત છે. અનેક દેશમાં શાળાઓ ખોલ્યા બાદ પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તો આ અંગે સ્થિતિ હજુ વધારે અસમંજસમાં જોવા મળી રહી છે. પોઝિટિવિટી રેટ ઘટવાના કારણે તંત્ર થોડું રાહત અનુભવી રહ્યું છે પરંતુ સાથે જ ગુજરાતના 5 મહાનગરોમાં સતત કેસ વધતાં ચિંતા વધી છે.

image source

6 ઓક્ટોબરે દેશમાં 71869 કેસ નોંધાયા છે

દેશમાં કોરોના રેટને લઈને સારા સમાચાર મળ્યા છે. દેશમાં પોઝિટિવિટી રેટ 6.8 ટકા થયો છે. દર રોજ આવતા પોઝિટિવ કેસ કરતા રિકવરી કેસ વધુ નોંધાયા છે . 16થી 22 સપ્ટેમ્બર વચ્ચે પોઝિટિવિટી રેટ 9.2 ટકા હતો. પણ છેલ્લા 3 સપ્તાહમાં પોઝિટિવિટી રેટ ઘટીને 6.8 ટકા થયો છે. 6 ઓક્ટોબરે દેશમાં 71869 કેસ નોંધાયા છે .

ત્યારે હાલમાં ભારતમાં એક દિવસમાં કોરોનાના 71 હજાર 869 કેસ નોંધાયા છે. એક દિવસમાં ભારતમાં કોરોનાથી 81 હજાર 945 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 990 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે હાલ કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 7 હજાર 379 છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 67 લાખ 54 હજાર 179 છે.

image source

8 કરોડ 80 લાખ સેમ્પલના ટેસ્ટ થયા છે

દેશ ભરમાં અત્યાર સુધીમાં 8 કરોડ 80 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. ગત અઠવાડિયામાં સાજા થનારાની સંખ્યા પોઝિટિવ કેસ કરતા વધારે છે. આ ઉપરાંત ગત 2 અઠવાડિયામાં દેશના એક્ચ્યૂલ કેસ હોલ્ડ પણ 10 લાખથી ઓછા છે. બીજી તરફ અધિકારીઓએ ઠંડી અને તહેવારોની સિઝનમાં સંક્રમણના મામલા વધવાની આશંકા વ્યક્ત કરતા સતર્ક રહેવાની સલાહ આવી છે. જેનાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.

image source

ગુજરાતમાં આવી છે સ્થિતિ, 5 મહાનગરોએ વધારી ચિંતા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,879 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,335 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,45,362 પર પહોંચ્યો છે. આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 278, અમદાવાદમાં 187, રાજકોટમાં 147, વડોદરામાં 126 અને જામનગરમાં 94 કોરોનાના કેસ નોંધાયા છે. જોકે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

image source

ગુજરાતમાં રિકવરી રેટ 86.16 ટકા

મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 86.16 ટકા છે. આજે 1,473 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,25,243 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,522 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,597 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 47,54,655 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહાનગરો બાદ દાહોદ જિલ્લામાં સૌથી વધુ 96 દર્દીઓ સાજા થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ઝડપથી ઘટી રહ્યો છે કોરોનાનો પોઝિટિવિટી રેટ, પણ આ બાબતે ચિંતા યથાવત, જાણો કેમ ‘આવું’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel