ફોનમાંથી ડિલિટ કરો આ ફાલતૂ એપ્સ, નહીં થાય તમારો ક્યારે પણ હેંગ અને ચાલશે ચકાચક
સ્માર્ટફોન વારંવાર અટકી જવો અને ધીમો ચાલવો એ સામાન્ય છે. ફોન નવો હોય કે જૂનો થોડા દિવસોમાં તે ધીમો ચાલવા લાગે છે. જેના કારણે આપણા જરૂરી કામ અટકી જાય છે. જેવી રીતે કોઇનો કોલ આવી રહ્યો હોય અને તમારો ફોન હેંગ થઇ ગયો તો ધીમો ચાલવાને કારણે તમે કૉલ રિસીવ નથી કરી શકતા. આ સમયે તમે કેટલાક ફાલતૂ એપ્સને સરળ રીતે રિમૂવ કે ડિલિટ કરી દો. તેનાથી તમારો ફોન હેન્ગ નહીં થાય અને તમને ગુસ્સો પણ નહીં આવે કે તમારું કામ પણ નહીં અટકે. આ માટે જરૂર છે તો ફક્ત આ કેટલાક ખાસ સેટિંગ્સને બદલવાની. જે તમારા ફોનને સ્લો કરી દેતા હોય છે.
Cache ડેટા સાફ કરો
કેચ ડેટાને ક્લિયર કરવાથી ફોન સાફ થાય છે. આ ઉપરાંત કેચ ડેટા વધુ જગ્યા પણ રોકે છે. જાણો કે કેવી રીતે ક્લીન થાય છે કેચ ડેટા. સૌ પહેલાં કેચ ડેટા સાફ કરવા માટે, સેટિંગ્સ અને સ્ટોરેજમાં જાઓ અને કેચ ડેટા પર ટૅપ કરો. ત્યાર બાદ ‘ઓકે’ કરો. તમે CCleaner દ્વારા પણ તમારા કેચ ડેટાને સાફ કરી શકો છો.
જાણો કેવી રીતે ફેસબુકથી હેંગ થાય છે તમારો સ્માર્ટફોન….
ફેસબુક લાઇટ
તમારા સ્માર્ટફોનમાં હંમેશા Facebook લાઇટ એપ્લિકેશન ચલાવો, હકીકતમાં ફેસબુક લાઇટની ન તો ડેટા માહિતી બચાવે છે, પરંતુ ફોનની ઝડપ પણ ખૂબ ધીમી થતી નથી. આ ઉપરાંત ધીમુ ઇન્ટરનેટ હોવાથી સ્માર્ટફોનમાં ફેસબૂક ચલાવવામાં પરેશાની થાય છે. ફેસબુકથી સૌથી વધુ બેટરી વપરાય છે અને ફોનની ગતિ ધીમી થઇ જાય છે. તો ફેસબુક લાઇટ વધુ સારો વિકલ્પ છે.
બ્રાઉઝરમાં ઇમેજને ડિસેબલ કરો
ઇન્ટરનેટ વપરાશના સમયે જો સાઇટ ધીમી ખુલી રહી છે, તો તમારા બ્રાઉઝરમા જઇને ઇમેજને ડિસેબલ કરી દો. આમ કરવાથી ફોન સ્લો નહીં થાય અને સાઇટ ઝડપથી ઓપન થઇ જશે અને ઇમેજ દેખાશે નહીં. પણ ધ્યાન રાખો કે આમ કરવાથી તમે માત્ર ટેક્સ જોઇ શકશો ફોટો નહીં જોઇ શકો.
ઓપેરા મેક્સ
ઓપેરા મેક્સ, સારૂ બ્રાઉઝર છે. આમા ડેટા યુસેઝ પર કંન્ટ્રોલ મળવાની સાથે ડેટા સ્પીડ પણ તેજ ચાલે છે અને આ કારણથી ફોન પણ ઝડપી ચાલે છે.
ફોનમાં કયા એપ્સને કરશો બંધ અને કેવી રીતે
સૌ પહેલાં ફોનમાંથી ગેમ્સ એપને બંધ કરો.
એ જ એપ્સ રાખો જેની તમારે જરૂર પડતી હોય.
ફોનને Root કરી લો અને ફોનમાં સુપર યુઝર એપ ડાઉનલોડ કરો.
તેને ઓપન કરો અને ઉપર સેન્ટરમાં એક ડિલિટ ઓપ્શન હશે તેની પર ક્લિક કરો.
હવે તમને સિસ્ટમ એપ્લિકેશનનું ઓપ્શન દેખાશે તેની પર ક્લિક કરો.
મોબાઈલના તમામ સિસ્ટમ એપ્સ દેખાશે જેને તમારે ડિલિટ કરવાના છે. હવે ડિલિટ આઈકોન પર ક્લિક કરો અને તેને ડિલિટ કરી લો.
હવે એક વોર્નિંગ આવશે. અને ત્યારે તમારે તેની પર યસ પર ક્લિક કરવાનું રહેશે.
ફોનમાં કોઈ ફાલતુ એપ નહીં રહે અને તમારો ફોન સ્પીડમાં કામ કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ફોનમાંથી ડિલિટ કરો આ ફાલતૂ એપ્સ, નહીં થાય તમારો ક્યારે પણ હેંગ અને ચાલશે ચકાચક"
ટિપ્પણી પોસ્ટ કરો