ધોની ક્રિકેટમાંથી નિવૃતિ બાદ બનાવશે વેબ સીરિઝ, જાણો કોના જીવન પર બનાવશે સીરિઝ
ધોની ક્રિકેટમાંથી નિવૃતિ બાદ બનાવશે વેબ સીરિઝ, જાણો કોના જીવન પર બનાવશે સીરિઝ
આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ પણ ધોની બાદશાહત કાયમ છે. તેમની ફેન ફોલોવિંગમાં કોઈ ઘટાડો થયો નથી. ધોની હાલમાં આઈપીએલમાં રમી રહ્યો છે. તે હવે ક્રિકેટ બાદ એક નવી ઈનિંગ્સ ખેલવા જઈ રહ્યો છે. ભારતનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી પત્ની સાક્ષી સાથે પ્રોડ્યુસર બનવા જઈ રહ્યો છે. સાક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં આ અંગે જાણકારી આપ્યા બાદ તે આર્ટિકલનો ફોટો પણ ટ્વિટર પર શેર કર્યો હતો. કપલે એક અઘોરીના જીવન પર વેબ સીરિઝ બનાવવાનું નક્કી કર્યું છે. અત્યારે આ શો માટે કાસ્ટ અને ડાયરેક્ટર નક્કી કરવામાં આવી રહ્યા છે.
એક વેબ સીરિઝ બનાવવામાં આવશે
ધોનીની પત્ની સાક્ષીએ આ બુક વિશે વિસ્તારમાં વાત કરતા કહ્યું કે, “અમે એક ડેબ્યુટન્ટ રાઇટરની અપ્રકાશિત બુકના રાઇટ્સ ખરીદી લીધા છે. તેના પરથી એક વેબ સીરિઝ બનાવવામાં આવશે. આ એક સ્કાઈ-ફાઈ સ્ટોરી હશે, જેમાં એક અઘોરીના જીવનની જર્ની બતાવવામાં આવશે. અમારી ક્રિએટિવ અત્યારે કાસ્ટ અને ડાયરેક્ટર ફાઇનલ કરી રહી છે. આ સિવાય પ્રોડક્શન હાઉસ પાસે અન્ય પાંચ પ્રોજેક્ટ્સ પણ પાઇપ લાઈનમાં છે.
2019માં ધોની એન્ટરટેનમેન્ટ લોન્ચ કર્યું
આ પહેલા ધોનીએ 2019માં ‘રોર ઓફ ધ લાયન’ ડોક્યુમેન્ટરીની રજૂઆત સાથે પોતાનું બેનર ‘ધોની એન્ટરટેનમેન્ટ’ લોન્ચ કર્યું હતું. હવે આગામી સમયમાં ધોની અને સાક્ષી વધુ પ્રોજેક્ટ્સ દર્શકો સમક્ષ લાવવાની તૈયારીમાં છે. તેમણે એક અપ્રકાશિત બુકના રાઇટ્સ ખરીદી લીધા છે.
We ll need all your love and blessings ! 🙏🏻. @DhoniLtd pic.twitter.com/ElDH3dq8ch
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) September 30, 2020
ધોની UAEમાં IPL રમી રહ્યો છે
ધોની અત્યારે UAEમાં IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સને લીડ કરી રહ્યો છે. કોરોનાને કારણે આ વખતે IPL અહીં ખેસડવામાં આવી છે. ચેન્નાઈની ટીમ છેલ્લા 12 વર્ષથી દર વખતે પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી છે. પરંતુ આ વખતે ધોનીની ડેડીઝ આર્મીનો દેખાવ નબળો રહ્યો છે. તેઓ 3માંથી 1 જ મેચ જીત્યા છે અને 2માં હારનો સામનો કર્યો છે. 3 મેચમાં 2 પોઈન્ટ્સ સાથે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે- આઠમા ક્રમે છે.
ધોનીનો રાંચીમાં થયો જન્મ
એમએસ ધોનીનો જન્મ 7 જુલાઇ, 1981માં રાંચીમાં થયો હતો. ધોનીના પિતા રાંચીમાં પંપ ઓપરેટરનું કામ કરતા હતા.ધોનીનો પરિવાર રાંચીની મેકોન કોલોનીમાં રહેતો હતો. જોકે, હવે ધોની રાંચીના રિંગરોડ પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં રહે છે.ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 318 વન ડે મેચમાં 9967 રન બનાવ્યા છે. ધોનીએ 91 ટી-20 મેચમાં 1455 રન બનાવ્યા છે.
13 વર્ષની ઉંમરમાં ક્રિકેટની શરૂઆત કરી
ધોનીનો જન્મ રાંચીના શ્યામલીમાં થયો હતો. ધોની શરૂઆતનો અભ્યાસ શ્યામલીના જવાહર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ધોનીને ક્રિકેટ નહી પરંતુ ફૂટબોલ ખૂબ પસંદ હતી. તે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફૂટબોલની મેચમાં ગોલકીપર તરીકે મેદાનમાં ઉતરતો હતો. પરંતુ એક દિવસ સ્કૂલમાં ક્રિકેટની મેચ દરમિયાન ટીમનો વિકેટકીપર ના આવતા ટીમના કોચ કેશવ રંજન બેનર્જીએ 13 વર્ષના ધોનીને વિકેટકિપિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.કોચે સીધા ધોનીના હાથમાં ગ્લવ્ઝ થમાવી દીધા હતા. 13 વર્ષના ધોનીએ આ પહેલા ક્યારેય ક્રિકેટ રમી નહતી. ધોનીને મળેલી આ તકે તેની આખી લાઇફ બદલી નાખી. ધોનીના પિતાનો ઓછો પગાર હોવાને કારણે તે સમયે તેની પાસે કોચિંગ અને ક્રિકેટ કિટ માટે રૂપિયા નહતા. તે ઉધાર ગ્લવ્ઝ લઇને ક્રિકેટ રમતો હતો.
રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત
ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી. 2001થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી. રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.
ધોનીએ 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ કર્યુ ડેબ્યુ
એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો.શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 31 ઓક્ટોબર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ધોની ક્રિકેટમાંથી નિવૃતિ બાદ બનાવશે વેબ સીરિઝ, જાણો કોના જીવન પર બનાવશે સીરિઝ"
ટિપ્પણી પોસ્ટ કરો