તમે આખી દુનિયાની પેઈન્ટિંગ જોઈ હશે પણ આવું નહીં જોયું હોય, જીવતા કબુતરો સાથે બનાવ્યું લાઈવ ચિત્ર
તમે આખી દુનિયાની પેઈન્ટિંગ જોઈ હશે પણ આવું નહીં જોયું હોય, જીવતા કબુતરો સાથે બનાવ્યું લાઈવ ચિત્ર
તમે ઘણી પેઇન્ટિંગ્સ, પોસ્ટરો વગેરે જોયા હશે. દરેકની પોતાની એક અલગ વિશેષતા હોય છે. જો કોઈ કલાકાર પેન્સિલની મદદથી ચિત્ર દોરે છે, તો કોઈ રંગ અને બ્રશથી દોરે છે. પરંતુ એક વ્યક્તિએ એવી લાઇવ પેઇન્ટિંગ કરી કે તેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, કલાકારે પક્ષીઓની મદદથી આ પેઇન્ટિંગ બનાવ્યું છે. હા, આ એક સત્ય છે જેનો વીડિયો તમારું મગજ હલાવી દેશે. આ વીડિયો જોઈને તમારી આંખ મટકું મારવાનું ભુલી જશે.
‘કબૂતરો સાથે ડ્રોઈંગ
આ રસપ્રદ વીડિયોને u/jcubic નામના Reddit યુઝર દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કબૂતરો સાથે ડ્રોઈંગ.’ આ લેખ લખાય ત્યાં સુધીમાં પોસ્ટને લાખો લાઈક્સ મળી છે અને વીડિયોને 4 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો હજુ પણ શેર થઈ રહ્યો છે અને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વ્યક્તિ કબૂતરોને દાણા ખવડાવે છે, ત્યાં જઈને કબુતર બેસી જાય
વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ કબૂતરને પોતાની ધારેલી જગ્યાએ બેસાડવા માટે અનાજનો ઉપયોગ કરે છે. ખરેખર, જ્યાં જ્યાં વ્યક્તિ કબૂતરોને દાણા ખવડાવે છે, ત્યાં જઈને કબુતર બેસી જાય છે. આને કારણે રસ્તા પર એક તસવીર બનાવવામાં આવી છે, જેને જોઈને ઘણા લોકો આ આર્ટિસ્ટના ચાહક બની ગયા છે. કેમ કે આ બંદાએ કબૂતરોને ખવડાવ્યું પણ ખરું અને પેઇન્ટિંગ પણ બનાવી નાંખી.
આ કળા જોઈને HADOUKENની યાદી આવી ગઈ
પરંતુ આ સમગ્ર કેસમાં અફસોસની વાત એક એ છે કે, આ ભવ્ય કલા બનાવનાર કલાકારનું નામ અને ચહેરો બંને અત્યારે ગુમ છે. જો કે, ઘણા લોકોને આ કળા જોઈને HADOUKENની યાદી આવી ગઈ! ઉલ્લેખનીય છે કે જ્યારે સ્ટ્રીટ ફાઇટર રમતનું એક કેરેક્ટર રિયુ તેની શક્તિનો ઉપયોગ કરે છે, ત્યારે તેની બે હથેળી વચ્ચેથી એક બોલ નીકળે છે, જેને હેડૌકેન કહેવામાં આવે છે! એવું કહેવાય છે! ત્યારે હાલમાં આ વીડિયો ભારે ચર્ચાનું કારણ બન્યો છે અને હજુ પણ લોકો શેર કરીને થાકતાં નથી.
કોરોનામાં કેશોદની કન્યાની ચિત્ર કળા ખીલી હતી
કેશોદની શ્રી જી ડી વાછાણી કન્યા વિદ્યાલયની ધો 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કનેરિયા દ્રષ્ટિબેન સ્કુલ બંધ હોવાના કારણે ફાજલ સમયમાં ચિત્રો બનાવવા શરૂ કર્યું હતું. હાલ તેમણે 55 ચિત્રો કાગળો ઉપર કંડાર્યા છે આ કલાના કામણની સ્કુલ ટ્રસ્ટીઓ અમેરીકા સ્થિત સી. ડી. લાડાણી તેમજ જયેશભાઇ લાડાણી ને જાણ થતાં તેમણે આ ચિત્રો ખરીદી લેવાની ઇચ્છા જતાવી હતી. અને વિદ્યાર્થીની જાતે ચિત્ર વિષય પર આગળ અભ્યાસ કરવા ઇચ્છતી હોય તો ટ્રસ્ટ મંડળે જરૂરી સહાય કરવા પણ ઇચ્છા દર્શાવી હતી. આમ આ દીકરીના સામાન્ય પરીવારમાં જન્મેલી છે તેણીના પિતા દુધનો વ્યવસાય કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમે આખી દુનિયાની પેઈન્ટિંગ જોઈ હશે પણ આવું નહીં જોયું હોય, જીવતા કબુતરો સાથે બનાવ્યું લાઈવ ચિત્ર"
ટિપ્પણી પોસ્ટ કરો