ગર્ભપાત પછી સ્વસ્થ રહેવા માટે કરો આ કામ, માનસિક ટેન્શન આપોઆપ થઇ જશે દૂર

કેટલીકવાર આપણા જીવનમાં ભયંકર ઘટનાઓ થઈ જાય છે,જેના માટે આપણે તૈયાર હોતા નથી.ગર્ભપાતનો પણ તેવી ઘટનાઓમાં જ સમાવેશ થાય છે,જે મોટે ભાગે સ્ત્રીઓ સાથે થાય છે.

સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે તે દરેક એક દિવસની ગણતરી શરૂ કરે છે કે ક્યારે એ દિવસ આવશે જયારે તે માતા બનશે,પરંતુ તેમાં ભગવાનનો નિર્ણય કંઈક બીજો જ હોય,ત્યારે આવી સ્થિતિમાં શું કરી શકાય ?

imge source

જન્મ આપતા પહેલા તમારે તમારા બાળકને ગુમાવવું તે ખૂબ પીડાદાયક છે.આ દર્દ ફક્ત એક માતા જ જાણી શકે છે.

આવી સ્થિતિમાં સ્ત્રીને ઘણા ભાવનાત્મક ટેકાની જરૂર હોય છે.આ સમયગાળા દરમિયાન ગર્ભપાતમાંથી પસાર થઈ રહેલી સ્ત્રીઓ માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે.જે ટિપ્સ અનુસરવાથી ગર્ભપાત થયેલી સ્ત્રી શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેશે.

image source

પ્રથમ,તે મહત્વનું છે કે તમે પૂર્ણપણે સ્વીકારો કે એક ભયંકર ઘટના તમારી સાથે બની છે.દરેક ઘટનાને સરળતાથી સ્વીકારવી તે તમારા માટે વધુ સરળ રહે છે.

તમારો સમય તમારા પરિવાર અને મિત્રો સાથે વિતાવશો કારણ કે આ દુઃખદ સમયમાં તમને ઘણા ભાવનાત્મક ટેકાની જરૂર પડશે.

જો તમને લાગે છે કે તમે ઘણાં તાણમાં છો,તો પછી ડોક્ટરોની મદદ લેવામાં અચકાવું નહીં.

image source

અમે જાણીએ છે કે આ ઘટનાના કારણે તમારું હૃદય તૂટી ગયું છે,પરંતુ આ ઘટનાની અસર તમારા સ્વાસ્થ્ય પર ન પદવી જોઈએ.તેથી તમારા ખોરાકની સંપૂર્ણ કાળજી લો.તમારો ખોરાક આયરનથી ભરપૂર હોવો જોઈએ,જેમ કે પાલક,લીલા શાકભાજી વગેરે.ગર્ભપાત થવાના કારણે શરીમાંથી ઘણું લોહી નીકળી જાય છે,તેથી આવા હારના કારણે તમને ફટાફટ રિકવરી પ્રાપ્ત થશે.

તમારે થોડા સમય સુધી જાતીય સંબંધ ન રાખવાની પણ કાળજી લેવી પડશે કારણ કે તે દરમિયાન તમારી પરિસ્થિતિ ખૂબ સંવેદનશીલ હોય છે.આ સિવાય આ સમયગાળા દરમિયાન ચેપ લાગવાની સંભાવના પણ વધારે છે.તેથી જાતીય સંબંધમાં આગળ વધતા પેહલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.

image source

ગર્ભપાત પછી તમારે નિયમિત ધોરણે તમારા સ્ત્રીરોગચિકિત્સકની પાસે જવું જોઈએ અને તાપસ કરાવવી જોઈએ.જેથી હવે આવી કોઈ સમસ્યા ન થાય.
જો તમારે ગર્ભપાત થયા પછી તમે બીજા બાળક માટે પ્રયત્ન કરો છો,તો તે વિશે તમારા ડોક્ટર સાથે વાત કરવાનું ભૂલશો નહીં.તેમને પૂછો કે શું હવે તમે બીજા બાળક માટે સ્વસ્થ છો કે નહીં.

ગર્ભપાત થયા પછી નિયમિત કસરત કરવી અને આલ્કોહોલનું સેવન કરવાનું સંપૂર્ણપણે બંધ કરવું વધુ સારું છે. આ એટલા માટે છે કારણ કે તમારા શરીરને પુન રિકવરી પ્રાપ્ત થવા માટે સમયની જરૂર છે.

image source

ગર્ભપાત થવાથી સૌથી વધુ અસર ગર્ભાશય પર પડે છે,તેથી ગર્ભપાત થયા પછી તમારે તમારા ડાયટની વિશેષ કાળજી લેવાની જરૂર છે.તમારે એ માટે તમારા શરીરને હાઈડ્રેડ કરવું જરૂરી છે,તેથી વધુ પ્રમાણમાં વેજીટેબલ સૂપનું સેવન કરો,પણ આ પેહલા ડોક્ટરની સલાહ પણ જરૂરથી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "ગર્ભપાત પછી સ્વસ્થ રહેવા માટે કરો આ કામ, માનસિક ટેન્શન આપોઆપ થઇ જશે દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel