એક વાર અચુક ભારતના આ ટ્રાવેલ પોઇન્ટ પર મારજો લટાર, જોરદાર આવશે મજા
આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ ભારત પ્રાકૃતિક રીતે એક ખુબસુરત દેશ છે અને અહીં સામાન્ય દિવસોમાં ભારતના જ નહિ પણ વિદેશના પ્રવાસીઓ પણ આવે છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસ કરવાના શોખીન પ્રવાસીઓ માટે મુશ્કેલ સમય વીતી રહ્યો છે. જો કે હવે ધીમે ધીમે જીવન પાટે ચડી રહ્યું છે. જો તમે પણ હવે ઘર અને લોકડાઉનથી કંટાળ્યા હોય અને ક્યાંક બહાર જવાનો વિચાર કરતા હોય તો તમે ભારતમાં જ આવેલા અમુક લાજવાબ સ્થાનોએ ફરવા જઈ શકો છો જ્યાં જઈને તમને માનસિક શાંતિની સાથોસાથ ફોરેન ટ્રીપના બજેટ કરતા ઓછો ખર્ચ થશે. ત્યારે આજના આ પ્રવાસ સંબંધી લેખમાં અમે આપને ભારતના ચાર એવા બેસ્ટ ટ્રાવેલ પોઇન્ટ વિષે જણાવવાના છીએ જેને તમે ટ્રર ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ ભારતના સૌથી સારા અને ખુબસુરત સ્થાનો પૈકી એક છે. ઉત્તરાખંડ ધાર્મિક રીતે પણ પ્રખ્યાત સ્થાન છે અને અહીં કેટલાક પ્રસિદ્ધ યાત્રાધામો અને ધાર્મિક સ્થાનો પણ આવેલા છે. દર વર્ષે અહીં ભારત સહીત વિશ્વભરના પર્યટકો આવતા હોય છે અને પોતાની સાથે યાદગાર અનુભવો લઈને જાય છે. અહીંની કુદરતી ઘટાઓ અને વાતાવરણ એટલા મનમોહક છે કે તમે માનસિક રીતે ફ્રેશ થઇ જશો. આ સ્થાનને તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.
હિમાચલ પ્રદેશ
ભારતની સૌથી ખુબસુરત જગ્યાઓ પૈકી એક એટલે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં લગભગ બારે મહિના સહેલાણીઓની ભીડ રહેતી હોય છે. જો કે અહીં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસની મહામારીને કારણે અહીં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ હતો પણ હવે તે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ સ્થાનને પણ તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.
ગોવા
ગોવા પણ ભારતની પ્રાકૃતિક ખુબસુરતી ધરાવતી જગ્યાઓ પૈકી એક ગણાય છે. અહીં વર્ષે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને યુવા પ્રવાસીઓ અહીં વધુ જોવા મળે છે. અહીંનો સ્મુદ્ર કિનારો અને કુદરતી વાતાવરણ ધરાવતા પહાડી વિસ્તારો પર્યટકોનું મન મોહી લે છે. આ સ્થાનને પણ તમે તમારા ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.
કેરળ
કેરળ દક્ષિણ ભારતનું એક રમણીય રાજ્ય છે. કોરોના વાયરસસને કારણે હાલ કેરળમાં ફરવા માટે આવનાર પ્રવાસીઓને પ્રવેશ નથી આપવામાં આવતો. તેમ છતાં આગામી સમયમાં આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તેવી આશા રાખી શકાય. આ સ્થાન પોતાના કુદરતી નજ્રરાઓ માટે જાણીતું છે. આ સ્થાનને પણ તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "એક વાર અચુક ભારતના આ ટ્રાવેલ પોઇન્ટ પર મારજો લટાર, જોરદાર આવશે મજા"
ટિપ્પણી પોસ્ટ કરો