આ બેન્કમાં પરીક્ષા વિના જ થઇ રહી છે ભરતી, ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ
જાણો સંપૂર્ણ વિગત એક ક્લિકે
લોકડાઉનના સમયમાં ઘણા લોકોની નોકરી જતી રહી છે. તો ઘણા લોકો અભ્યાસ પૂર્ણ કર્યા
બાદ નોકરીની તલાસ કરી રહ્યા છે. એવામાં એસબીઆઈ તરફથી એક સારા સમાચાર
આવ્યા છે. જો તમે સરકારી બેન્કમાં નોકરી કરવા માગતા હોવ તો દેશની સૌથી મોટી બેન્ક
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા તમારા માટે અનેક તક લઇને આવી છે. SBIના અનેક પદો પર
લોકોની ભરતી કરી રહી છે. જો તમે પણ તૈયાર હોવ તો તરત જ SBIના પોર્ટલ પર જઇને
અપ્લાય કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે કેટલા પદો પર વેકેન્સી છે અને
તમે કેવી રીતે અપ્લાય કરશો.
આ રીતે કરો અપ્લાય
1. સૌપ્રથમ તમે બેન્કની આ https://ift.tt/2u79DFM વેબસાઇટ પર ક્લિક કરો.
2. અહીં તમે કરિયરની લિંક પર ક્લિક કરો.
3. લેટેસ્ટ અનાઉન્સમેન્ટ સેક્શનમાં જઇને તે એડવર્ટિઝમેન્ટ પર ક્લિક કરો જેના માટે તમે
અપ્લાય કરવા માગો છો.
4. તે બાદ અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો, પછી ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
5. જો તમે પહેલા રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા હોય તો લોગઇન પર ક્લિક કરો.
6. લોગ-ઇન કર્યા બાદ તમે પૂરી જાણકારી ભરીને પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકો છો.
આ પદો પર છે ભરતી
પદ .વેકેન્સી
ડેપ્યુટી મેનેજર સિક્યોરિટી .28
મેનેજર (રિટેલ પ્રોડક્ટ્સ) .05
ડેટા ટ્રેનર .01
ડેટા ટ્રાન્સલેટર .01
સીનિયર કંસલ્ટંટ એનાલિસ્ટ .01
AGM (એન્ટરપ્રાઇઝ એન્ડ ટેક્નોલોજી આર્કિટેક્ચર) .01
ડેટા પ્રોટેક્શન ઓફિસર .01
ડેપ્યુટી મેનેજર (ડેટા સાયંટિસ્ટ) .11
મેનેજર (ડેટા સાયંટિસ્ટ) .11
ડેપ્યુટી મેનેજર (સિસ્ટમ ઓફિસર) .05
રિસ્ક સ્પેશિયાલિસ્ટ-સેક્ટર (સ્કેલ-III) .05
રિસ્ક સ્પેશિયાલિસ્ટ-સેક્ટર (સ્કેલ-II) .03
પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ (સ્કેલ-II) .03
રિસ્ક સ્પેશિયાલિસ્ટ -ક્રેડિટ (સ્કેલ-III) .02
રિસ્ક સ્પેશિયાલિસ્ટ-એંટરપ્રાઇસ (સ્કેલ-II) .01
રિસ્ક સ્પેશિયાલિસ્ટ- IND AS (સ્કેલ-III) .04
આટલી છે ફીસ
આ પદો માટે અરજી કરવા માગતા હોય તો તેની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. આ સાથે
જ જનરલ, ઇડબલ્યૂએસ અને ઓબીસી કેન્ડિડેટ માટે 750 રૂપિયા ફી જશે. જ્યારે
એસસી/એસટી/પીડબલ્યૂડી કેંડિડેટ માટે કોઇ ફી નથી. ફીસનુ પેમેન્ટ ડેબિટ કાર્ડ/ક્રેડિટ
કાર્ડ/ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી ઓનલાઇન કરવાનું હશે.ઉમેદવારોને તમામ જરૂરી
દસ્તાવેજ ઓનલાઇન અપલોડ કરવાના છે.
આ છે છેલ્લી તારીખ
SBIએ પોતાની વેબસાઇટ પર સ્પેશિયલ કેડર ઓફિસર માટે વેકેન્સી જાહેર કરી છે. જો તમે
પણ આ પદો માટે અરજી કરવા માગો છો તો તેની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. તેના
માટે કોઇ લેખિત પરીક્ષા નહી હોય. એકવાતનું ધ્યાન રાખો કે આ પદો પર હાયરિંગ રેગ્યુલર
છે જ્યારે ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિયુક્તિ કોન્ટ્રાક્ટ બેસિસ પર થશે.
0 Response to "આ બેન્કમાં પરીક્ષા વિના જ થઇ રહી છે ભરતી, ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ"
ટિપ્પણી પોસ્ટ કરો