જો તમને પણ રાત્રે દહીં ખાવાની આદત હોય તો હવેથી કરી દેજો બંધ, કારણકે…
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે,પરંતુ આયુર્વેદ અનુસાર જો દહીંને ખોટા સમયે ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે.ઉનાળો આવે એટલે મોટા ભાગના લોકોની ટેવ બપોરના ભોજન સાથે દહીં ખાવાની હોય છે.તે સારી ટેવ છે.દહીં એ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે સારું છે અને મોટાભાગના લોકો દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.ચાલો અમે તમને જણાવીએ કે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે દહીં ખાવાથી બચવું જોઈએ.રાત્રે દહીં ખાવું એ એક રીતે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.
આ પાછળનું કારણ શું છે ?
રાતના સમયે આપણા શરીરમાં કફ કુદરતી રીતે વધે છે.તેથી રાત્રે દહીં ખાવાથી પેટને લગતી ઘણી બીમારીઓનું જોખમ રહેલું છે.ઘણા નિષ્ણાતોના મતે રાત્રે દહીં ખાવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા પણ થઈ શકે છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર જે લોકો લેક્ટોઝ પીવા માટે અસમર્થ હોય છે,તવા લોકો પણ દહીં ખાઈ શકે છે. સામાન્ય રીતે જે લોકો દૂધ પીવા માટે સક્ષમ હોય છે તેમને પણ દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.વૈજ્ઞાનિકોના કેહવા પ્રમાણે દહીંના સેવનથી કોઈ નુકસાન નથી,પરંતુ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આપણે ઠંડા અને ગરમ ખોરાકનું સેવન એકસાથે ન કરવું જોઈએ.આના કારણે આપણને ગળામાં સોજાની સમસ્યા થઈ શકે છે.
ક્યારે અને કેવી રીતે દહીં ખાવું જોઈએ ?
નાસ્તામાં દહીં સૌથી ફાયદાકારક છે.દહીંમાં સાકર નાખીને ખાવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે દહીંથી બનાવવેલી લસ્સી અથવા છાશ પીવી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પાચનમાં મુશ્કેલી પડી શકે છે
રાત્રે દહીં ખાવાથી ખોરાકના પાચનમાં મુશ્કેલી થઈ શકે છે.આવા ખોરાકને પચાવવા માટે એનર્જી બર્ન કરવાની જરૂર હોય છે.જમ્યા પછી તરત જ સૂવું પાચનતંત્રને નબળું પાડે છે અને દહીં સોજા વધારે છે.તેથી રાત્રે દહીં ખાવાથી શરીરમાં ઘણા નુકસાન થઈ શકે છે.
ખોટા સમયે દહીં ખાવાથી મોટી સમસ્યાઓ થઈ શકે છે
રાત્રે દહીં ખાવાથી કફ,શરદી,સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.તેથી જો શક્ય હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળવું વધુ સારું છે.દહીં રાત્રે તેમજ વસંત ઋતુમાં ન ખાવું જોઈએ.
રાત્રે વધારે પ્રમાણમાં દહીંનું સેવન કરવાથી જાડાપણામાં વધારો થઈ શકે છે જો પહેલાથી તમારું વજન વધારે છે,તો તમારે રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.જાડાપણાની સમસ્યાથી બચવા માટે તમારે રાત્રે દહીંથી દૂર રેહવું જરૂરી છે.
જે લોકોને અસ્થમાની સમસ્યા છે,તેઓએ રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.જો કે બધા લોકોએ આ વિશે ધ્યાન રાખવું જોઈએ કે ખાટા દહીં અને મીઠું દહીં બંને શરીર પર જુદી જુદી રીતે અસર કરે છે.પરંતુ રાત્રે તમારે કોઈપણ પ્રકારના દહીં લેવાનું ટાળવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમને પણ રાત્રે દહીં ખાવાની આદત હોય તો હવેથી કરી દેજો બંધ, કારણકે…"
ટિપ્પણી પોસ્ટ કરો