ફેસ્ટિવ સિઝનમાં કાજોલે પહેરી મોંઘીદાટ સાડી, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી
ફેસ્ટીવ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કાજોલનો ટ્રેડીશનલ લુક, જાણીએ શું છે આ સાડીની કીમત ?
બોલીવુડની અભિનેત્રી કાજોલ પોતાની ટ્રેડીશનલ લુક્સની સાથે ફ્લોન્ટ કરવાનો કોઇપણ અવસર જવા દેતી નથી. સાડીમાં અભિનેત્રી કાજોલ કેટલીક વાર પોતાના ફોટોસ શેર કરી દીધા છે અને સાડી પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરી દીધો છે. એવામાં તહેવાર પર તેઓ આ અવસર કેવી રીતે જવા દે. તેમણે ઓફ વાઈટ કલરની ખુબસુરત સાડીમાં પણ પોતાની ફોટો પોસ્ટ કરી છે.

આ ઓફ વાઈટ મસ્ટર્ડ- પિંક બોર્ડર વાળી સાડીમાં અભિનેત્રી કાજોલને જોઇને આપ પણ તારીફ કર્યા વગર પોતાને રોકી શકશો નહી. આ સિમ્પલ અને એલીગંટ લુક ધરાવતી સાડીને તેમણે ગોલ્ડન કલરની સ્લીવલેસ બ્લાઉઝની સાથે મેચ કરી છે. જોવામાં અને ગુણવત્તામાં તો આ સાડી શાનદાર છે, આ સાથે જ આ સાડી ખુબ જ મોઘી પણ છે.

આ સાડીની કીમત અંદાજીત ૨૯ હજાર રૂપિયા છે. ઓનલાઈન શોપિંગ સાઈટ નિકાસા પર કાજોલની આ સાડી ઉપલબ્ધ છે જેની કીમત ૨૮૫૦૦ રૂપિયા છે. આઈવરીની આ સાડીમાં એક સાઈડ મસ્ટર્ડ બોર્ડર છે તો ત્યાં જ બીજી બાજુ ડીપ પિંક બોર્ડર છે.

ઉત્સવના વાતાવરણ માટે આ સાડી એકદમ પરફેક્ટ છે. અભિનેત્રી કાજોલએ આ સાડીના લુકમાં થોડું પરિવર્તન કરતા બ્લાઉઝને અલગ રીતે ઉપયોગ કર્યો છે. જો કે, તેમણે જે ગોલ્ડન બ્લાઉઝને પસંદ કર્યો છે તે પણ આ સાડીની સાથે મેચ કરી રહ્યો છે.

બોલીવુડ અભિનેત્રી કાજોલએ ફેસ્ટીવ લુકમાં પોતાની ફોટો શેર કરતા અભિનેત્રી કાજોલએ પોતાના બધા ફેંસને દશેરાની શુભકામનાઓ આપી છે આમ તો અહિયાં દર્શાવવામાં આવેલ આ ફોટો બે દિવસ પહેલા જ અભિનેત્રીએ શેર કર્યા હતા.
હવે વાત કરીએ અભિનેત્રી કાજોલના ઇન્ડીયન લુક પ્રત્યે લગાવની, તો અભિનેત્રી કાજોલ પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેમને સાડી પહેરવી કેટલી પસંદ છે. છેલ્લા દિવસોમાં પીચ કલરની સાડીમાં તેમણે પોતાની શાનદાર ફોટોસ શેર કર્યા હતા.

આ ફોટોસની સાથે જ કાજોલએ લખ્યું હતું કે, ‘મારી સાડીઓ પહેરવાનો ખુબ જ મિસ કરી રહી હતી. એટલા માટે આ કરતા સમયે ખુબ જ હેરાન થઈ. દરેક નાની વસ્તુ માટે સાડીથી પ્રેમ.. ફોટો લીધી છે ઇનહાઉસ ફોટોગ્રાફીએ, આ વખતે મારી દીકરીએ.’ ફક્ત તેમના લખેલ શબ્દોથી જ નહી ઉપરાંત શેર કરવામાં આવેલ ફોટોસથી પણ ખબર પડે છે કે, સાડીઓ માટે અભિનેત્રી કાજોલમાં અલગ જ ક્રેઝ છે. તેમની પાસે ઘણી બધી ઉમદા સાડીઓનું કલેક્શન્સ છે. આમ વેસ્ટર્ન આઉટફિટમાં પણ કાજોલ પોતાના જ સ્વેગમાં રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "ફેસ્ટિવ સિઝનમાં કાજોલે પહેરી મોંઘીદાટ સાડી, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી"
ટિપ્પણી પોસ્ટ કરો