ચેતવણીઃ કોરોનાની બીજી લહેર થઈ શરૂ, હોઈ શકે છે ખતરનાક, સાવધાની એ જ બચાવ, ખાસ રાખજો પોતાનું ધ્યાન નહિં તો…

દેશભરમાં તહેવારની સીઝને માઝા મૂકી છે. લોકો કોરોનાથી જાણે કે ટેવાઈ ગયા હોય તેમ બિન્દાસ ફરી રહ્યા છે જેના કારણે સંક્રમણ ઘટ્યું હતું તેમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસને લઈને એમ્સ દ્વારા કોરોના વાયરસની બીજી લહેરને લઈને એકવાર ફરી લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં ત્રીજી વેવની પણ ચર્ચા છે. AIIMS ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતા નકારી છે. કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. તેમનું માનવું છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્કનો દુરઉપયોગ ખતરનાક બની શકે છે.

image source

ડો. ગુલેરિયાનું કહેવું છે કે પ્રદૂષણ અને બદલાતી સીઝનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રદૂષણના કારણે કોરોના વધારે સમય સુધી હવામાં રહે છે. તે ફેફસાને નુકસાન કરે છે. પ્રદૂષણથી પણ તે વધી શકે છે. તેમનું કહેવું છે કે કોરોના ખતમ થયો નથી. લોકોએ માસ્ક પહેરવું જોઈએ. બેદરકારીથી કેસ વધી શકે છે.

વેક્સીનને લઈને કહી આ વાત

image source

કોરોના વેક્સીનને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોઈ નવી દવાઓ આવે જે વાયરસને કંટ્રોલ કરે. વેક્સીન આવવાથી કોરોનાના કેસ ઘટશે. પરંતુ અત્યારે તો લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર ધ્યાન આપવું.

image source

તેઓએ કહ્યું કે પ્રદૂષણ અને કોરોના બંને એક ચેલેન્જ છે. આ સમયે જરૂરી છે કે દરેક નિયમોનું પાલન કરાય અને કેસને કંટ્રોલમાં લઈ શકાય. દિવાળીના સમય સુધીમાં કોરોનાના કેસ ઘટશે તો કહી શકાશે કે કોરોનાનો પીક ખતમ થયો છે.

બેદરકારીથી વધી શકે છે કેસ

image source

AIIMSના ડો. ગુલેરિયાનું કહેવું છે કે તહેવારની સીઝનમાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. તેઓએ કહ્યું કે જેમને માઈલ્ડ ઈન્ફેક્શન છે તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આ વાયરસના કારણે ઈમ્યુનિટી ઘટે છે. આ કારણે સંક્રમણનો ખતરો વધે છે.

0 Response to "ચેતવણીઃ કોરોનાની બીજી લહેર થઈ શરૂ, હોઈ શકે છે ખતરનાક, સાવધાની એ જ બચાવ, ખાસ રાખજો પોતાનું ધ્યાન નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel