રેલ્વેમાં મુસાફરી કરતી વખતે સામાન લેવા લઈ જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો શું છે આ નવી સુવિધા…
લોકડાઉન બાદ ધિમે ધિમે રેલવે હવે પૂર્વરત થઈ રહી છે. કોરોના ગાઈડલાઈન મુજબ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી રહી છે. જો કે રેલવે દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી છે. જેમા પ્રવાસીઓને હવે ઘરેથી સામાન ઉંચકી લઈ આવવા અને સ્ટેશનેથી ઘરે લઈ જવાની ઝંઝટમાંથી મૂક્તિ મળશે.

જો તમે રેલ્વેમાં મુસાફરી કરવા માગો છો અને ઘરેથી સ્ટેશન અને સ્ટેશનેથી ઘરે સામાન લઈ જવા અને લાવવામાં તકલીફ અનુભવતા હોવ તો હવે આ ટેન્શન ખતમ થવા જઈ રહ્યુ છે. ભારતીય રેલ્વે હવે એપ દ્વારા બૈગ્સ ઓન વ્હીલ્સ સેવા આપવા જઈ રહી છે. ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળ પોતાની રેવન્યૂ વધારવા માટે આ યોજના શરૂ કરવા જઈ રહી છે.
એપ કરવી પડશે ડાઉનલોડ

આવું પહેલી વાર થવા જઈ રહ્યું છે. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં પહેલી વાર આ પ્રકારની સેવા શરૂ થવા જઈ રહી છે. બીઓડબ્લ્યૂ એપને એંડ્રોઈડ અને આઈફોન બંને પ્લેટફોર્મ પર ડાઉનલોડ કરી શકાશે. રેલયાત્રિ આ એપ દ્વારા પોતાના સામાન ઘરેથી સ્ટેશન અને સ્ટેશનેથી ઘર સુધી લઈ જઈ શકશે. રેલયાત્રિની બુકીંગ વિતરણની માફક આ કામ માટે નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર આપના સામાનને સુરક્ષિત રીતે આપના ઘર સુધી પહોંચાડશે. જેથી તમારે સામાન ની જવાબદારી ઓછી થઈ જાશે.
આ શહેરમાં પ્રથમ સેવા શરૂ કરવામાં આવશે

જો કે આ યોજના સમગ્ર ભારતમાં હજુ લાગુ કરવામાં નહિ આવે. શરૂઆતમાં આ ડોર ટૂ ડોર સેવા નવી દિલ્હી, દિલ્હી જંક્શન, નિઝામુદ્દીન, દિલ્હી છાવણી, દિલ્હી સરાય રોહિલ્લા, ગાજિયાબાદ અને ગુડગાવ રેલ્વે સ્ટેશનો પર આ સેવા મળશે. આ સ્ટેશનો પર શરૂ કરવામાં આવેલી યોજનામાં સૌથી સારી બાબત એ છે કે, તેમાં યાત્રિને તેનો સામાન ગાડી ઉપડે તે પહેલા જ મળી જશે. એક એવુ અનુમાન છે કે, આ સેવા દ્વારા રેલ્વેને 50 લાખ રૂપિયાની ઉપરાંત રેવન્યૂમાં 1 વર્ષ માટે 10 ટકા ભાગીદારી પણ પ્રાપ્ત થવાની છે. રેલ્વેની આવક વધશે અને લોકોને સુવિધા મળશે.
મામુલી રકમ ભાડા પેટે લેવામાં આવશે

આ અંગે રેલ્વેનો દાવો છે કે, આ સેવાનો લાભ લેવા માટે મામૂલી ભાડૂ આપવાનું રહેશે તથા ડોર ટૂ ડોર સેવા ફર્મ દ્વારા યાત્રિઓનો સામાન ટ્રેનથી ઘર અને સ્ટેશન સુધી પહોંચાડવાનું કામ કરશે.

આશા છે કે, ખાસ કરીને આ સેવા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ લોકો અને એકલા મુસાફરો માટે વધુ કામમાં આવશે અને તેનો સારામાં સારો ફાયદો પણ થશે. જો કે હજુ કેટલું ભાંડૂ હશે તેની કોઈ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રેલ્વેમાં મુસાફરી કરતી વખતે સામાન લેવા લઈ જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો શું છે આ નવી સુવિધા…"
ટિપ્પણી પોસ્ટ કરો