દ્રષ્ટીની ખામી સાથે જન્મેલા બાળકને હવે નહિં કરવો પડે અંધત્વનો સામનો, આ આઈડ્રોપ આપશે નવી દ્રષ્ટી

વિશ્વમાં આંખોને લગતી બિમારીઓ વધી રહી છે, મોબાઈલ અને કમ્પ્યૂરના ઉપયોગથી લોકોની આંખોમાં બિમારીઓ સામે આવી રહી છે. તો બીજી તરફ વિશ્વમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકો જન્મતાની સાથે જ દૃષ્ટિહીન હોય છે અને એકવાર આ દુનિયામાં આવી ગયા પછી તેમની સામે આવી સ્થિતિમાં જીવન જીવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી હોતો.

image source

જો કે, તબીબી ભાષામાં પિતાથી માતામાં અને માતાથી નવજાત શિશુમાં ટ્રાન્સફર થતા બેક્ટેરિયાને કારણે અંધત્વની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ આ મેડિકલ પ્રોબ્લેમનો અંત આવશે કારણ કે, વૈજ્ઞાનિકોએ એવાં આઇડ્રોપ શોધી નાખ્યાં છે જે નવજાત શિશુમાં અંધત્વની સમસ્યાને દૂર કરી શકે છે.

બ્રિટનની કિંગ્સ્ટન યુનિવર્સિટીએ કર્યો આ દાવો

નવજાતમાં આંખની રોશની જતી રહેવાનું કારણ નાઇસેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા પર અત્યાર સુધી દવાની કોઈ અસર નહોતી થતી. આ બેક્ટેરિયા ચેપગ્રસ્ત માતા પાસેથી નવજાત સુધી પહોંચે છે અને અંધત્વનું કારણ બને છે. આઇડ્રોપ બનાવનારી બ્રિટનની કિંગ્સ્ટન યુનિવર્સિટીનો દાવો છે કે, તેનાથી આંખોમાં બેક્ટેરિયાના ચેપને મટાડી શકાય છે. આ દવાથી નવજાત શિશુને આંખમાં બળતરા પણ નથી થતી.

આ રીતે ફેલાય છે બેક્ટેરીયા

image source

આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નેઇસેરિયા ગોનોરોહિયા નામના બેક્ટેરિયા સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન દરમિયાન પિતાથી માતામાં પહોંચે છે અને માતાથી નવજાત શિશુ સુધી પહોંચે છે. આ બેક્ટેરિયાની એન્ટિબાયોટિક્સ દિવસે દિવસે બિનઅસરકારક સાબિત થઈ રહી હતી છે. તેની અસર નવજાતની આંખો પર પડી રહી છે. જો તેના ચેપની સારવાર ન થાય તો નવજાત શિશુની આંખની રોશની કાયમ માટે જઈ શકે છે અને બાળકને પૂરી જિંદગી આ સમસ્યા સાથે જ જીવવી પડે છે.

નવો વિકલ્પ શોધવો જરૂરી

image source

તો બીજી તરફ રિસર્ચર ડો.લોરી સિંડરના જણાવ્યા અનુસાર, એન્ટિબાયોટિક્સ ઘણા પ્રકારના બેક્ટેરિયા પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે. તેથી, તેનો નાશ કરવા માટે એક નવો વિકલ્પ શોધવો જરૂરી છે. તેથી, અમે મોનોકાપ્રિનનો ઉપયોગ કર્યો છે. બેક્ટેરિયા માટે આ દવા સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવી મુશ્કેલ બનશે.

વિશ્વના કોઈપણ ભાગમાં ઉપલબ્ધ

image source

આ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આઇડ્રોપમાં એન્ટિમાઇક્રોબિયલ એજન્ટ મોનોકાપ્રિનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી આનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. રિસર્ચમાં જણાવ્યા મુજબ, એન્ટિમાઇક્રોબાયલ એજન્ટ મોનોકાપ્રિન બેક્ટેરિયા સામે લડવાનો સસ્તો વિકલ્પ છે. તે વિશ્વના કોઈપણ ભાગમાં ઉપલબ્ધ કરી શકાય છે. આ પ્રયોગથી બાળકના જીવનમાં નવો પ્રાણ ફૂંકી શકાય છે.

Related Posts

0 Response to "દ્રષ્ટીની ખામી સાથે જન્મેલા બાળકને હવે નહિં કરવો પડે અંધત્વનો સામનો, આ આઈડ્રોપ આપશે નવી દ્રષ્ટી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel