શિયાળામાં ખાસ પીજો આમળાનું જ્યુસ, આટલી બધી બીમારીઓથી રહેશો દૂર
આમળાં શિયાળામાં મળતું એક એવું ફળ છે, જે અત્યંત ઉપયોગી છે. વિટામિનથી ભરપૂર આ આમળાં ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાંની આમ તો અઢળક વાનગીઓ આપણે બનાવીએ છીએ.. પરંતુ હકીકતે જો એનો ફાયદો લેવો હોય તો એને આખું જ ખાવું જોઈએ.

આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળાની અંદર 3 સંતરા જેટલું વિટામિન-C મળી જાય છે. આમળામાં રહેલું વિટામિન-C વૉટર અને ઍર સોલ્યુબલ છે. શિયાળો શરૂ થઇ ગયો છે. વહેલી સવારે વાતાવરણમાં થોડીક ઠંડક જોવા મળી રહી છે. એવા સમયમાં શિયાળામાં શાકભાજીથી લઇ ફળ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય આવી ગયો છે. શિયાળામાં લીલી ભાજીથી લઇ આમળાં સુધી તમામ વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આમળાં સ્વાદમાં ખાટાં હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે સૌથી વધારે ફાયદારૂપ છે. શિયાળામાં સહેલાઇથી મળતાં આમળાં ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આમળાં એ દરેક પ્રકારના દર્દની દવા છે. આમળાં આપણા શરીરમાં પાચનતંત્રથી માંડીને યાદશક્તિ સુધીની દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આમળાંના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરી સવારે ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.

આમળાંમાં અસંખ્ય ઝીણાં કાણાં પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખી રોજ આવાં બે આમળાં ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે. આમળાંમાં ઓરેન્જથી વધારે વિટામિન-સી મળે છે. આમળાંમાં અનેક એવાં ન્યૂટ્રીઅન્ટ્સ છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે. ડોક્ટર્સ અને ડાયટિશિયન પણ રોજ આમળાંનો રસ પીવાની સલાહ આપે છે.

• દરરોજ આમળાંનો રસ પીવાથી માત્ર 10 જ દિવસમાં તેની શરીર પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાંનો રસ સરળતાથી મળી જાય છે, પરંતુ ઘરમાં બનેલ તાજો આમળાંનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે.
• સવારે ઊઠીને એક આમળું તરત ખાઈ લેવાથી શરીરને બેસ્ટ પોષણ મળે છે.

• આમળાંનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ મળે છે.
• આમળાંના રસમાં એિન્ટ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે ઘૂંટણના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

• આમળાંના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ રસ પીવાથી ડાઇજેશન સારું રહે છે, કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
• આમળાંનો રસ પીવાથી બોડીના ટોક્સીન્સ દૂર થાય છે, સ્કિનની ચમક વધે છે, વાળ કાળા-ઘટ્ટ બનવામાં મદદ કરે છે.

• રોજ આમળાંનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે. આમળાનું સેવન તમારા આંખોની રોશની વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં ખાસ પીજો આમળાનું જ્યુસ, આટલી બધી બીમારીઓથી રહેશો દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો