રવીના ટંડનનો આ વિડીયો હાલમાં થઇ રહ્યો છે જોરદાર વાયરલ, ના જોયો હોય તો જોઇ લો જલદી આ વિડીયો?
બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન હાલ તેની આગામી ફિલ્મ ‘કેજીએફ પાર્ટ 2’ ના શૂટિંગ માટે હિમાચલ પ્રદેશમાં છે. હિમાચલ પ્રદેશમાં રહી તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ છે. તે અહીંના ફોટા અને વીડિયો સતત શેર કરીને તેના ચાહકો સાથે કનેક્ટ રહે છે. તાજેતરમાં પણ રવીના ટંડને તેના ફોટા અને વીડિયો શેર કર્યા છે જેમાં તે બોનફાયરની મજા માણી રહી છે.
એટલું જ નહીં રવીના ટંડન બોનફાયરની મજા માણતી વખતે ડાન્સ કરતી પણ જોવા મળી રહી છે. રવીના ટંડનના આ વીડિયો અને ફોટો પર તેના ચાહકો પણ ઘણી કોમેન્ટસ કરી રહ્યા છે.
રવીના ટંડન કડકડતી ઠંડીમાં બોનફાયરની મજા માણી રહી છે. વીડિયોમાં અભિનેત્રી જીન્સ અને વૂલન ટોપમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના ચાહકો તેને આ ફોટા અને વીડિયોમાં ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે રવીના ટંડનની આ પોસ્ટ પર 6 લાખથી વધુ લાઈક્સ કરવામાં આવી છે અને ચાહકોની કોમેન્ટ પણ સતત વધી રહી છે. પોતાની પોસ્ટ શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, “આ શિયાળાની ઠંડી રાત અને આ ગરમ બોનફાયર …” જણાવી દઈએ કે આ પહેલા પણ રવીના ટંડને હિમાચલ પ્રદેશના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
રવિના ટંડનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ‘કેજીએફ પાર્ટ 2’ દ્વારા અભિનયની દુનિયામાં કમબેક કરશે. આ ફિલ્મમાં રવીના ટંડન દક્ષિણના અભિનેતા યશ અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ પહેલા જ્યારે બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન અંગે તપાસ શરુ થઈ હતી ત્યારે રવીના ટંડને કોમેન્ટ કરી હતી જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેની કોમેન્ટથી ભારે વિવાદ પણ થયો હતો.
જો કે હાલ જ્યારે ફિલ્મનું શૂટિંગ ફરીથી શરુ થયું છે ત્યારે તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને ચર્ચામાં રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "રવીના ટંડનનો આ વિડીયો હાલમાં થઇ રહ્યો છે જોરદાર વાયરલ, ના જોયો હોય તો જોઇ લો જલદી આ વિડીયો?"
ટિપ્પણી પોસ્ટ કરો