દુર્ઘટના: માં અંબાના દર્શન કરવા જતા અમદાવાદના પરિવારનો ખેરાલુ નજીક થયો અકસ્માત, અને પછી કારમાં લાગી આગ, બે કિશોરી અને વૃદ્ધા ભડથું
અંબાજી માતાના દર્શને જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત – કારમાં આગ લાગતા બે કિશોરી અને વૃદ્ધા ભડથું થયા – તો દંપત્તિને થઈ માઠી ઇજા

અંબાજી તરફથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી અંબાજી માતાજીના દર્શને કારમાં જઈ રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માત થયા બાદ કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. અને તે આગમાં કારમાં હાજર બે કિશોરી તેમજ એક વૃદ્ધા બળી ગયા હતા. જો કે કારમાં હાજર દંપત્તીનો આબાદ બચાવ થઈ ગયો હતો. પણ કારમા લાગેલી આગના કારણે તેઓ પણ થોડા ઘણા અંશે બળી ગયા હતા. તેમને તાત્કાલીક ખેરાલુની સરકારી હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. અકસ્માતમાં બે કિશોરી તેમજ એક વૃદ્ધાનું અકસ્માત બાદ કારમા લાગેલી આગમાં બળી જવાથી મૃત્યુ થયું હતું. જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામા આવ્યા છે.

આ પરિવાર અમદાવાદ રહેતો હતો પણ મૂળે તે વડનગરના કરબડિયા ગામના વતની હતા. આજે વહેલી સવારે તેઓ અંબાજી ધામમાં દર્શનાર્થે જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા કારણોસર ખેરાલુ નજીક તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. તેમની કારમાં સીએનજી કીટ લગાવવામાં આવી હતી. અને કાર ઝાડ સાથે અથડાતા જ કારમાં આગ ફાટી નીકળી હતી. અને તેમાં પટેલ પરિવારની બે દીકરીઓ તેમજ તેમના દાદીમા બળીને ભડથું થયા હતા.
અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા

લોકોનું કહેવું છે કે તે પરિવાર અંબાજી દર્શને જઈ રહ્યો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જામેલા ટ્રાફીકને કાબુમાં કર્યો હતો. આગથી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે અંદર બે કિશોરીઓ તેમજ વૃદ્ધાના બળેલી હાલતમાં શવ મળ્યા હતા. અકસ્માતની ખબર પડતાં જ આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી આવ્યા હતા. અકસ્માતનું સચોટ કારણ હજુ સુધી જણાયું નથી. તેમ જ ઘાયલ દંપત્તિને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના નિવેદન બાદ ઘટના પાછળનું સાચું કારણ જાણી શકાશે.

રોડ અકસ્માતમાં દર વર્ષે આખાએ દેશમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. થોડા સમય પહેલા કચ્છથી હિંમત નગર જઈ રહેલા મધ્યપ્રદેશના મજૂરો ભરેલી એક પિક-અપ ટ્રકને પણ અકસ્માત નડ્યો હતો. જેમાં બે મહિલા, એક બાળક સહિત કુલ છ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 7 જણને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટના વાહનનવું ટાયર ખાડામાં પડતાં ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબૂ છૂટી ગયો હતો અને થોડા દૂર આવેલા વૃક્ષ સાથે વાહન અથડાઈ જવાથી આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ પહેલા લોકડાઉન દરમિયાન જ્યારે હજારો મજુરો પોતાના વતને સ્થળાંતર કરી રહ્યા હતા તે સમયે પણ ઘણાબધા રોડ અકસ્માત સર્જાયા હતા, જેના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થયા હતા. એક દુઃખદ ઘટનામાં તો પોતાના વતન તરફ રેલ્વેના પાટા સાથેસાથે ચાલીને મજૂર જઈ રહ્યા હતા અને જ્યારે તેઓ થાક ખાઈ રહ્યા હતા ત્યારે તેમના પરથી ગાડી પસાર થઈ ગઈ હતી અને કંઈ કેટલાએ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દુર્ઘટના: માં અંબાના દર્શન કરવા જતા અમદાવાદના પરિવારનો ખેરાલુ નજીક થયો અકસ્માત, અને પછી કારમાં લાગી આગ, બે કિશોરી અને વૃદ્ધા ભડથું"
ટિપ્પણી પોસ્ટ કરો