માસ્ક વિના ફરતા નેતાઓને સૂચના: હાઇકોર્ટના દંડ વસૂલવાના આદેશ પછી મુખ્યમંત્રી રૂપાણી નેતાઓ પર થયા ગુસ્સે, અને કહી દીધું કે…
મુખ્ય મંત્રી વિજય રુપાણીએ નેતાઓને લીધા હડફેટે – કહ્યું નેતાઓ પણ કરે નિયમોનું પાલન – દરેક માટે માસ્ક ફરજિયાત છે
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારી ગુજરાતમાં વિકરાળ રીતે ફેલાઈ ચુકી છે. કોરોના વાયરસની મહામારીની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં ગુજરાતમાં 1,44,000 કરતાં પણ વધારે લોકો કોરનાથી સંક્રમિત થઈ ગયા છે અને દુઃખની વાત એ છે કે આ મહામારીએ 3512 લોકોનો ભોગ ગુજરાતમાં લીધો છે. જો રોજની સરેરાશ જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી રોજના સરેરાશ 1300 પોઝિટિવ કેસ માત્ર ગુજરાતમાં જ નોંધાઈ રહ્યા છે.
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે આ વાયરસ વ્યક્તિથી વ્યક્તિ સુધી ફેલાતો રોગ છે. માટે જ કેન્દ્ર સરકાર દ્વારા વાયરસને અંકુશમાં રાખવાના ઉદ્દેશથી કેટલીક કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં માસ્ક પહેરવું દેશના દરેક નાગરીક માટે ફજિયાત બનાવવામાં આવ્યું છે. અને નહીં પહેરનારને દંડ પણ ફટકારવાની જોગવાઈ છે. તેમ છતાં ઘણા લોકો આ નિયમને ગંભીરતાથી નથી લઈ રહ્યા. જેમાં સામાન્ય નાગરીકોનો જ નહીં પણ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે 5મી ઓક્ટોબરના રોજ માસ્ક વગર ફરતા હજારોના ટોળાઓને લઈને રેલીઓ કાઢતા નેતાઓને હડફેટે લીધા છે. હાઇકોર્ટે આવા નેતાઓ કે જેઓ માસ્ક વગર ફરે છે તેમની પાસેથી દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.
હાઇકોર્ટે આ રીતે કડક વલણ અપનાવ્યા બાદ જાણે મુખ્યમંત્રી પણ સફાળા જાગ્યા હોય તેમ સાથી નેતાઓને નિયમોનું પાલન કરવાનું કહી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે નિયમોનું પાલન કરવુ તે નેતાઓની જવાબદારી બને છે. અને જો નેતાઓ માસ્ક વગર ફરશે નિયમોનો ભંગ કરતા દેખાશે તો તેનાથી સામાન્ય જનતાને ખોટો સંદેશો જાય છે.
હાઇકોર્ટે સરકારને આકરો દંડ વસૂલવા આપ્યા નિર્દેશ
હાઇકોર્ટે આ આદેશ સુઓમોટો કરી જાહેરહિતની અરજીના આધારે 5મી ઓક્ટોબરના રોજ બેજવાબદારી પૂર્વક વર્તતા રાજકીય નેતાઓ સામે કડક પગલા લેવા તેમજ આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટે સુઓમોટો દ્વારા જાહેરહિતની અરજીની સુનાવણી કરતા જણાવ્યું છે કે માસ્ક વગર બેજવબાદરીપૂર્વક રીતે ફરતા લોકો બાબતેના સમાચાર પત્રોના અહેવાલો તેમજ રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગને નેવે મુકીને ભેગા થતાં અસંખ્ય લોકો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ તેમજ જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ બાબતે કડકમાં કડક પગલા લેવાનો આદેશ આપ્યો છે.
નિયમોના ભંગ સામે સરકારી કાર્યવાહીનો અભાવ
આપણે બધા જોઈએ જ છીએ કે સામાન્ય નાગરીક જો માસ્ક પહેરીને બહાર નીકળે તો પોલીસ તરત જ તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસુલતા ખચકાતી નથી પણ બીજી બાજુ રાજકીય પક્ષના નેતાઓ મોટી સંખ્યામાં વગર માસ્ક કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે રેલીઓ કાઢે ત્યારે તેમની સામે કોઈ જ કડક પગલા લેવામાં નથી આવતા. હાઇકોર્ટે પણ આ બાબતે વારંવાર સરકારને ટકોર કરી છે તેમ છતાં સરકારી તંત્ર સાવ જ ઠંડુ સાબિત થયું છે.
હાઇકોર્ટે એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જેમ જેમ અનલોકની પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ તેમ લોકો કોરોના વાયરસના સંક્રમણ પ્રત્યે નિશ્ચિંત બની ગયા છે અને સાવ જ બેદરકારી પૂર્વક માસ્ક પહેર્યા વગર રસ્તાઓ પર ફરવા લાગ્યા છે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના વાયરસની ગાઇડલાઇન્સમાં જાહેરમાં થૂકવા પર પણ કડક પગલાં તેમજ દંડ વસુલવાની જોગવાઈ છે તેમ છતાં લોકોને કોઈ જ અસર થતી નથી. રાજકોટમાં જાહેરમાં થૂકનારાઓની સંખ્યા સૌથી વધારે છે. રાજકોટમાં અત્યારસુધીમાં 1.51 લાખ લોકો જાહેરમાં થૂંકતા ઝડપાયા છે જેમની પાસેથી અત્યાર સુધીમાં 6.50 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. હાઇકોર્ટે આટલો મોટો આંકડો જાણી કહ્યું હતું કે આ એક મોટી રકમ છે માટે તેનો યોગ્ય ઉપયોગ પણ થાય તેવું કોર્ટ ઇચ્છે છે અને માને છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સરાકારે લોકો પાસેથી દંડ પેટે 55 કરોડ રૂપિયા વસુલી લીધા છે. આજે એજ નાગરીક સરકારને પ્રશ્ન પૂછી રહ્યો છે કે શું તેમણે નિયમોનું ભંગ કરતાં નેતાઓ પાસેથી દંડ વસુલ્યો છે ખરો ? સરકાર દ્વારા અમુક સંખ્યા કરતાં વધારે લોકોને જાહેર સ્થળો પર ભેગા નહીં થવાની સૂચના આપ્યા છતાં પણ નેતાઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે અને રેલી કાઢી રહ્યા છે, નથી તો તેઓ માસ્ક પહેરતા કે નથી તો તેઓ સામાજીક અંદર જાળવતા. તેનું પરિણામ પણ તેઓ સારી રીતે જાણે છે તેમ છતાં સરકારી નિયમોની અવહેલના કરવામા આવી રહી છે.
માસ્ક વગર ફરતા નેતાઓ
ભાજપના પ્રદેશ પ્રમુખ, સી.આર પાટીલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અમદાવાદના મેયર બિજલ પટેલ, ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદીપસિંહ જાડેજા, ભાજપના દર્શના જરદોશ, ભાજપના ઇશ્વરભાઈ પરમાર, ભાજપના જયેશ રાદડિયા, ભાજપના ભરત પટેલ, ભાજપના કનુભાઈ દેસાઈ, ભાજપના વી.ડી. ઝાલાવાડીયા, ભાજપના ભૂષણ ભટ્ટ, ભાજપના વાસણભાઈ આહિર, કોંગ્રેસના હાર્દિક પટેલ, કોંગ્રેસના આનંદ ચૌધરી, કોંગ્રેસના, મોહનસિંહ રાઠવા, કોંગ્રેસના શિવાભાઈ ભૂરિયા તેમજ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર. આ બધા જ નેતાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાની અવહેલના કરતાં જોવા મળ્યા છે. શું તેમની પાસેથી કોઈ દંડ અત્યારસુધીમાં વસુલવામાં આવ્યો છે ખરો ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "માસ્ક વિના ફરતા નેતાઓને સૂચના: હાઇકોર્ટના દંડ વસૂલવાના આદેશ પછી મુખ્યમંત્રી રૂપાણી નેતાઓ પર થયા ગુસ્સે, અને કહી દીધું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો