ઘરમાં આવતી માખી અને ગરોળીથી કંટાળી ગયા છો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો
શું તમારા ઘરમાં પણ ગંદકી ફેલાવવા માટે જીવ-જંતુઓ તથા કીડી-મકોડાનો ત્રાસ છે ? શું તમને પણ આ સમસ્યાને દૂર કરવા માટે કોઈ ઉપાય વિશે નથી ખબર ? તો અહીં જણાવેલા ઉપાય અપનાવો અને જીવ-જંતુ તથા કીડી-મકોડા જેવી તમારી દરેક સમસ્યાને દૂર કરો.આ ઉપાયની ખાસ વાત તો એ છે કે આ ઉપાય અપનાવવાથી તમે અને તમારા બાળકો સુરક્ષિત રેહશો અને આ ઉપાયથી તમને કોઈ ચેપ લાગવાનો જોખમ નથી.
માખીઓ માટે
સૌથી પેહલા તો માખીઓને દૂર કરવા માટે ઘરને સાફ રાખવાનો તથા ઘરના બારી-બારણાઓ બંધ રાખવાનો પ્રયાસ કરો.જો તો પણ માખીઓ ઘરમાં આવે છે,તો રૂના બોલને કોઈપણ વધુ સુંગંધવાળા તેલમાં નાખો અને તેને દરવાજા પાસે રાખો.માખીઓ આ તેલની ગંધથી દૂર રહે છે અને જો તમે આ ઉપાય અજમાવો તો માખીઓ તરત જ તમારા ઘરમાંથી ભાગી જશે.

કપૂર માખીઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે.આ માટે તમે થોડું કપૂર સળગાવો અને તેને તમારા ઘરમાં ફેરવો કપૂરની સુગંધથી માખીઓ ભાગી જશે.

વાયોલેટ ફૂલો માખીઓને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે.કારણ કે માખીઓ આ ફૂલોથી આકર્ષાય છે અને એ ફૂલો પર બેસે છે.આ ફૂલો પર બેઠવા સાથે જ માખીઓ મરી જાય છે.તેથી માખીઓને દૂર કરવા માટે તમે તમારા ઘરમાં વાયોલેટ ફોલો રાખી શકો છો.
તુલસી તેના ઔષધીય ગુણધર્મો માટે તો જાણીતું છે જ પણ સાથે તે માખીઓને દૂર કરવામાં પણ ખુબ અસરકારક છે.તેથી તુલસીનો છોડ ઘરે લગાવો અને માખીઓને દૂર કરો.આ સિવાય માખીઓને દૂર કરવા માટે તમે ફુદીનાનો છોડ પર લગાવી શકો છો.

કેટલાક તેલ એવા છે જેનો ઉપયોગ માખીઓને દૂર કરવા માટે થાય છે.જેમ કે લવંડર,નીલગિરી,ફુદીના અને લીંબુ ગ્રાસ,તેનો ઉપયોગ ફક્ત તેમની સુગંધ માટે જ નહીં,પણ માખીઓને દૂર કરવા માટે પણ થાય છે.તમારા બેડરૂમ અને રસોડામાં આ તેલનો છંટકાવ કરવાથી માખીઓ તમારા ઘરમાં નથી આવતી.
ગરોળી દૂર કરવા માટે
દરેક સ્ત્રીઓ ગરોળીથી ડરતી જ હોય છે,પણ હવે તમારા આ ડરને દૂર કરવા માટેનો સરળ ઉપાય મળી ગયો છો.ગરોળી દૂર કરવા માટે ઈંડાની છાલ થોડી ઊંચાઈ પર મૂકો.ઇંડાની ગંધથી ગરોળી ભાગી જાય છે.ગરોળી દૂર કરવા માટે આ એક સરળ ઉપાય છે.

તમાકુના પાવડર સાથે કોફી પાવડર મિક્સ કરો અને તેની નાની ગોળીઓ બનાવો અને તે ગરોળી આવે ત્યાં રાખી દો.જયારે ગરોળી આ મિશ્રણ ખસે,તો તે તરત જ મરી જશે અથવા તો તે તમારા ઘરથી દૂર થઈ જશે.

ગરોળી મોરના પીંછા જોઈને મૂંઝવણમાં મૂકાઈ જાય છે તે મોરના પિછાને સાપ સમજવા લાગે છે.સાપ ગરોળી ખાય છે,તેથી ગરોળી સાપથી ખુબ જ ડરે છે.તમારા ઘરમાંથી હંમેશ માટે ગરોળી દૂર કરવા માટે તમારા ઘરમાં મોરપીંછ જરૂરથી રાખો.ગરોળી દૂર કરવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
પાણી અને મરીનો પાઉડર મિક્ષ કરીને તેને એક બોટલમાં ભરો.ત્યારબાદ તેનો તમારા રસોડામાં,રૂમમાં અને બાથરૂમમાં છંટકાવ કરો.તેનાથી ગરોળી ભાગી જાય છે કારણ કે તેમને કાળા મરીની તીવ્ર ગંધ ગરોળીને પસંદ નથી.

ગરોળી પર ઠંડા પાણીનો છંટકાવ કરવો,ગરોળીને ઠંડુ પાણી બિલકુલ પસંદ નથી,તેથી આ ઉપાયથી ગરોળી ભાગી જશે.તમારા રૂમમાં અથવા રસોડામાં જે જગ્યા પર ગરોળી છે,તે જગ્યા પર ઠંડા પાણીનો છંકાવ થોડા દિવસો સુધી ચાલુ જ રાખો.જેથી ગરોળી તમારા ઘરમાં બીજીવાર ક્યારેય પણ ન આવે.
ડુંગળીને કાપી નાંખો અને તેને ડોરા સાથે બાંધી દો.ત્યારબાદ બાંધેલી ડુંગળીને લાઈટ પાસે અને દરવાજા પાસે લટકાવી દો.લટકાવેલી ડુંગળીથી ગરોળી ભાગી જશે.કારણ કે ડુંગળીમાં મોટી માત્રામાં સલ્ફર હોય છે,જેના કારણે દુર્ગંધ આવે છે અને ગરોળી ઘરની બહાર નીકળી જાય છે.

એક સ્પ્રે બોટલ લો અને તેમાં ડુંગળીનો રસ અને પાણી ભરો.તેમાં લસણના રસના થોડા ટીપાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે ઘરના દરેક ખૂણામાં આ પાણીનો છંટકાવ કરો.જ્યાં ગરોળી સૌથી વધુ આવે છે,તે જગ્યા પર આ પાણીનો વારંવાર છંટકાવ કરો.જો તમે ઇચ્છો તો તમે ઘરના ખુલ્લામાં લસણની કળી પણ રાખી શકો છો, લસણની કાળીથી પણ ગરોળી ભાગી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઘરમાં આવતી માખી અને ગરોળીથી કંટાળી ગયા છો? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો