શિક્ષણમંત્રીએ આપ્યા સંકેત, જલદી જાણી લો સ્કૂલ ખોલવા અંગે શું લેવાયો મોટો નિર્ણય, વાલીઓ ખાસ વાંચી લે નહિં તો…
કોરોના વાયરસને લઈ જાહેર કરાયેલા લોકડાઉન બાદ અનલોક 5 સુધીમાં અનેક જગ્યાઓને ખુલ્લી મુકવાની પરવાનગી મળી ચુકી છે. પરંતુ હજુ પણ રાજ્યમાં શાળા અને કોલેજો પર તાળા જ લટકી રહ્યા છે. તેવામાં દિવાળી બાદ શાળાઓ પણ શરુ થાય તે માટે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબીનાર યોજાયો હતો. આ વેબીનાર બાદ એક મહત્વની જાણકારી સામે આવી છે.
દિવાળી પછી 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવી કે નહીં તે બાબતે આવેલા અભિપ્રાયના આધારે શિક્ષણ મંત્રીએ દિવાળી બાદ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરુ કરવાના સંકેત આપ્યા છે. જો કે આ છૂટ પણ 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે હશે. હાલ સરકારની વિચારણા ધો 1થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરવાની નથી. જો દિવાળી બાદ શાળા શરુ થશે તો દિવાળી વેકેશન ટુંકાવી દેવામાં આવશે.
વેબીનાર બાદ નિવેદન આપતાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, ભારતમાં ગુજરાત સિવાય 7 જેટલા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં શાળા ક્યારથી શરૂ કરવી તે બાબતે શિક્ષણ મંત્રી સાથે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અન્ય દરેક સેક્ટર શરૂ થઈ ગયા છે. સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે પરંતુ પરિસ્થિતિને ધ્ચાને રાખી હવે શાળા શરૂ કરી દેવી જોઈએ.
દિવાળીના વેકેશન બાદ ધો. 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો બધા જ જિલ્લામાંથી અભિપ્રાય આવ્યો છે. આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ નોંધ લીધી છે અને દિવાળી પછી ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે શાળા શરૂ કરવાના સંકેત આપ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે દિવાળી બાદ શાળા ફરીથી ખોલવાની સત્તાવાર જાહેરાત થશે તો જે સ્કુલમાં વિદ્યાર્થીઓની વધારે સંખ્યા હોય ત્યાં સ્કુલમાં 25-25 ટકાના ચાર પાર્ટ પાડી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી શકાય તેવી વ્યવસ્થા વિચારવામાં આવી છે. વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય તો 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શાળા શરુ કરી શકાય છે.
બીજી વ્યવસ્થા એવી પણ વિચારવામાં આવી છે કે જેમાં અમુક વિદ્યાર્થીઓને સોમ, બુધ અને શુક્રવારે તો અમુકને મંગળ, ગુરૂ અને શનિવારે બોલાવવા. સ્કુલનો સમય જે અગાઉ પાંચ કલાકનો હતો તેના બદલે ત્રણ કે સાડા ત્રણ કલાકનો કરી બે કે ત્રણ શિફ્ટની અંદર શાળા શરુ કરી શકાય. હાલ 1થી 8 ધોરણ માટે કોઈ નિર્ણય લેવાણો નથી. ચર્ચાઓ એવી પણ છે કે આ ધોરણ માટે હાલ શાળા શરુ નહીં થાય પહેલા 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરુ કરાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શિક્ષણમંત્રીએ આપ્યા સંકેત, જલદી જાણી લો સ્કૂલ ખોલવા અંગે શું લેવાયો મોટો નિર્ણય, વાલીઓ ખાસ વાંચી લે નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો