કરો આ વસ્તુઓનું સેવન, અને શરીર પર જામેલી ચરબીના થરને ઓગાળી દો થોડા જ દિવસોમાં

જો તમે જાડાપણાથી પરેશાન છો,તો અમે તમને એવી કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ,જેનું મધ સાથે સેવન કરવામાં આવે તો જાડાપણાથી રાહત મેળવી શકાય છે.મધમાં મળતા વિટામિન એ,બી,સી અને કેલ્શિયમ,સોડિયમ વગેરે શરીરના અનેક રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે,જે શરીરમાં શક્તિ,જોશ અને તાજગી લાવે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે.

image source

વજન ઓછું કરવા માટે દરેક વ્યક્તિ પેહલા ડાયટિંગ કરવાનું શરૂ કરે છે.આમ કરવું પણ યોગ્ય છે,પરંતુ ડાયટિંગ કરવાથી શરીરમાં પુરી ઉર્જા ન મળવાના કારણે શરીરમાં નબળાઇ અનુભવાય છે.આવી સ્થિતિમાં મધનું સેવન કરવું જ જોઇએ.જો તમે વિચારી રહ્યા છો કે મધ ખાવાથી કેવી રીતે ચરબી ઓછી થાય છે અને શરીરને કેવી શક્તિ મળશે,તો ચાલો અમે તમને જણાવી દઈએ કે મધ આ બંને બાબતો કરી શકે છે.મધનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી પણ દૂર થશે અને તમારું શરીર ઉર્જાથી ભરપૂર રહેશે.

image source

-તમારા શરીરની ચરબી ઓછી કરવા માટે તમે લસણની બે કળીઓ પીસી લો અને તેમાં એક ચમચી મધ નાખી,તેને બરાબર મિક્સ કરો.ત્યારબાદ આ મિક્ષણને એક ગ્લાસ નવશેકા પાણી સાથે પીવો.દરરોજ આ પીણું પીવાથી શરીરની ચરબી અને જાડાપણાથી છુટકારો મળશે.

image source

-જો તમે છાશમાં એક ચમચી મધ મિક્સ કરીને પીશો તો તમારા શરીરની પાચન પ્રક્રિયા બરાબર થશે,જેના કારણે શરીર યોગ્ય કેલરી લેશે અને વજન ઓછું કરશે.

image source

-જો તમે એક ગ્લાસ દૂધીના રસમાં એક ચમચી મધ નાખીને પીશો તો તેનાથી પેટની વધેલી ચરબી ઓછી થાય છે.

-તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુ નાંખો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને પીવો,આ પીવાથી તમારા શરીરની ચરબી સમાપ્ત થાય છે.

image source

-સૌથી પેહલા દૂધ ઉકાળો,ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાં એક ચમચી મધ ઉમેરો.હવે આ પીણાંનું સેવન કરો.આ પીણું તમારી ચરબી ફટાફટ દૂર કરશે અને જો તમે દૂધને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગો છો,તો દૂધ ઉકળતા સમયે તેમાં થોડો એલચી પાવડર ઉમેરો.

image source

-તમારા શરીરની ચરબી દૂર કરવા માટે તમે ગ્રીન ટી સાથે પણ મધનું સેવન કરી શકો છો.આ માટે તમે એક કપ પાણી ગરમ કરી લો,ત્યારબાદ તેમાં ટી બેગ 2 મિનિટ માટે ડુબાડી રાખો.ત્યારબાદ ગ્રીન ટીને થોડી ઠંડી થવા દો અને હવે તેમાં એક ચમચી મધ ઉમેરી તેને પીવો.આ પીણું તમે દરરોજ બે વખત પી શકો છો.

image source

-સૌથી પેહલા એક ગ્લાસ પાણી ઉકાળો,ત્યારબાદ તેમાં તજ પાવડર નાખો.હવે આ પાણીને ગાળીને એક કપમાં નાખો,પછી તેમાં મધ ઉમેરી,તેને ગરમ-ગરમ જ પીવો.આ ઉપાય તમારા શરીરની ચરબી દૂર કરવામાં મદદગાર સાબિત થશે.

strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "કરો આ વસ્તુઓનું સેવન, અને શરીર પર જામેલી ચરબીના થરને ઓગાળી દો થોડા જ દિવસોમાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel