આ સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે વ્હોટ્સએપ, વધુમાં આ શિક્ષકો વિશે વાંચીને તમને પણ થશે ગર્વ

આ સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ પર ભણાવી રહ્યા છે

2020નું વર્ષ દરેક ક્ષેત્રે મુશ્કેલીઓ ઉભી કરનાર સાબિત થયું છે. જેમાં સૌથી વધારે અસર ધંધારોજગારને થઈ છે અને ત્યાર પછી સૌથી વધારે અસર બાળકોના ભણતરને થઈ છે. કોરોના વયારસની મહામારી એક એવી મહામારી છે જે માણસોના એકબીજાના સંપર્કમાં આવવાથી થાય છે. આ મહામારીને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિના કરતાં પણ વધારે સમય લોકડાઉન રાખવામાં આવ્યું ત્યાર બાદ ના છૂટકે સરકારે તબક્કાવાર લોકડાઉન ઉઠાવવું પડ્યું છે. જેથી કરીને ધંધારોજગાર બેઠા થાય અને લોકો ફરી કમાતા થાય.

image source

આ તબક્કાવાર અનલોકમાં સૌથી છેલ્લું પ્રાધાન્ય શાળાઓને આપવમાં આવ્યું છે. કારણ કે હાલના સંજોગોમાં ભણતર કરતાં બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે વધારે મહત્ત્વનું છે. અને માટે જ દિવાળી આવવા છતાં પણ આ વર્ષે કોઈ જ શાળાઓ હજુ સુધી ખોલવામા આવી નથી. જોકે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5માં શાળાઓ ખોલવા બાબતે મંજુરી આપવામાં આવી છે પણ આખરી નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. બીજી બાજુ કોરોનાની મહામારી જરા પણ અંકુશમાં ન આવી હોવાથી રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવા નથી માગતી અને માટે જ શાળાઓ ખોલવા બાબતેનો નિર્ણય દિવાળી પછી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

image soucre

પણ બીજી બાજુ બાળકોને સાવજ ભણતર વિહોણા પણ ન રાખી શકાય અને માટે જ હાલ વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઝૂમ, ગુગલ ક્લાસરૂમ, તેમજ વ્હોટ્સએપ દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જો કે તે પાછળ ખાનગી શાળાઓનો બીજો ઉદ્દેશ ફી વસુલવાનો પણ છે. પણ જ્યારે કોઈ સરકારી શાળા આવું પગલું લે તો તે ખરેખર વખાણવા યોગ્ય પગલું છે. અને આવી જ એક સરકારી શાળા પોતાના વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ દ્વારા અભ્યાસ કરાવી રહી છે.

image source

આ શાળાઓ સુરત મહાનગર પાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સીઆરસી -11 હેઠળની છે. સુરતના રાંદેર રોડ પર આવેલા એક કેમ્પસમાં ચાર શાળાઓ ચાલે છે શાળા નંબર 105, 149, 153, અને 154. આ શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી રૂપે અભ્યાસક્રમનું રિવિઝન કરાવી રહ્યા છે. અને આ અભ્યાસ તેમને શાળામાં બોલાવીને નહીં પણ ઓનલાઈન કરાવવામાં આવી રહ્યો છે. અને બાળકોના વાલીઓ પણ શિક્ષકોના આ પ્રયાસથી ખૂબ ખુશ છે. અને આ કોઈ વનવે શિક્ષણ નથી પણ વાલીઓ પોતાના બાળકોની લાઇવ વિડિયો શિક્ષકોને મોકલીને પણ શિક્ષણ માટેનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. જો કે હજુ કેટલીક શાળાઓ આ પહેલમાં જોડાઈ નથી.

image source

શિક્ષિકા ફાલ્ગુની પટેલે જણાવ્યું કે તેઓ જ્યારે પ્રથમ દિવસે શાળાએ ગયા તો બાળકો વગર શાળા સાવ જ ભેંકાર ભાસી રહી હતી. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સુપરવાઇઝર આશિયાબેન કે જેમણે શાળા નંબર 105 અને 149 દત્તક લીધી છે તેઓ તેમજ શાળાના આચાર્ય રિઝવાનાબેન તેમજ દિલીપભાઈ સાથે તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાની વાત કરી અને વ્હોટ્સએપમાં ગૃપ બનાવીને ધોરણ પ્રમાણે બાળકોને સ્ટડી મટિરિયલ, જેમ કે સવાલ જવાબ વિગેરે મોકલીને તેમને પરિક્ષા માટે રિવિઝન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.

image source

તો બીજી બાજુ કેટલાક ધોરણનો કેટલોક અભ્યાસક્રમ પણ બાકી હતો તે બાબતે પણ તેમણે ચર્ચા કરી. અને તે માટે પણ ગૃપ બનાવીને તેને ગૃપમાં મોકલવાનું નક્કી કવરામાં આવ્યું. 105 નંબરની શાળાથી આ કામ કરવાની શરૂઆત કરવામાં આવ હતી. જો કે પહેલેથી જ ધોરણ પ્રમાણે વાલીઓના વ્હોટ્સએપ ગૃપ તૈયાર હતા. સૌ પ્રથમ તો તેમણે વાલીઓને સમજાવા માટે વોઇસ મેસેજ તેમજ ટેક્સ મેસેજ દ્વારા વાલીઓ સમક્ષ વિચાર રજૂ કર્યો. જેના બે જ દિવસમાં તેમને વાલીઓના જવાબ મળ્યા.

image soucre

બીજી બાજુ શાળા નંબર 153 ના પ્રિન્સિપાલ હરીશભાઈ અને શાળા નંબર 154ના રોનક બેને પણ છોકરાઓને ભણાવવા માટે આ જ રસ્તો અપનાવ્યો. ઘણા બધા ઘરોમાં વાલીઓ કામ કરતા હોવાથી બાળકો માટે મોબાઈલ ફ્રી રહે તેવું શક્ય નહોતું તો તેમના માટે સાંજના સમયે પણ હોમવર્ક કરવાની છૂટ આપવમાં આવતી. તો બીજી બાજુ માતાઓનો પણ ઉત્સાહ જોવા મળ્યો. માતાઓ પોતાના બાળકોના હોમવર્ક કરતાં વિડિયો શેર કરવા લાગી. અને ધીમે ધીમે આ સરકારી શાળાઓને ઓનલાઈન અભ્યાસમાં સફળતા મળી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે વ્હોટ્સએપ, વધુમાં આ શિક્ષકો વિશે વાંચીને તમને પણ થશે ગર્વ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel