જાણો ‘તારક મહેતા’ના નવા અને જૂના અંજલિભાભીને કેટલી મળે છે એક એપિસોડની ફી
ભારતની સૌથી પોપ્યુલર સીરિયલમાંની એક એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. લગભગ દરેક ઘરમાં આ સિરિયલ અચુક જોવાતી જ હોય છે. હાલમાં જ તેણે 3 હજાર એપિસોડ પુરા કર્યા. તે એવાતની સાબીતી છે કે આ સિરિયલ કેટલી લોકપ્રીય છે. તેમના દરેક પાત્ર સાથે શ્રોતાઓં નજીકનું જોડાણ છે. છેલ્લા 12 વર્ષથી દર્શકોને હસાવી રહેલી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર પ્રસારિત થાય છે. તેની શરૂઆત 28 જુલાઈ 2008થી થઈ હતી. ત્યારથી જ આ શો દર્શકોની પસંદ બન્યો છે.
3 હજારથી વધુ એપિસોડ્સ પુરા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના લગભગ 3 હજારથી વધુ એપિસોડ્સ પુરા થયા છે, પરંતુ તો પણ લોકપ્રિયતા યથાવત છે. આ સીરિયલના તમામ કિરદારોએ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ જ કારણ છે કે છેલ્લા 12 વર્ષમાં તેમાં વધુ ફેરફાર નથી જોવા મળ્યા. હાલમાં જ સીરિયલમાં મહત્વના રોલમાં જોવા મળેલી નેહા મહેતાને રિપ્લેસ કરી સુનૈના ફોજદાર એ ભૂમિકા નિભાવી રહી છે. જણાવી દઈએ કે, નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી આ ભૂમિકા નિભાવી રહી હતી.
આ રીતે આવી એક્ટિંગની દુનિયામાં
તમને જણાવી ઈએ કે નેહા મહેતાના પિતા એક જાણીતા લેખક છે અને તેમણે જ નેહાના એક્ટિંગની દુનિયામાં હાથ અજમાવવાનું કહ્યું હતું. વર્ષ 2000મં નેહાને સ્ટાર હંટ-મલ્ટી ટેલેન્ટ શો માટે પસંદ કરવામાં આવી. જે બાદ તે મુંબઈ આવી ગઈ અને એક્ટિંગની સફર શરૂ થઈ. નાની-મોટી ભૂમિકા કર્યા બાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મળી અને તેણે પાછું વળીને ન જોયું.
નેહા મહેતાએ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું
હવે વાતત કરીએ તેમના અભ્યસની તો મૂળ ગુજરાતી નેહા મહેતાએ પરફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. સાથે જ તેણે ડ્રામામાં ડિપ્લોમા ડિગ્રી લીધી છે. આ જ કારણ છે કે તેને શરૂઆતથી જ થિએટર સાથે લગાવ હતો. આ સાથે જ તે સારી ડાન્સર પણ છે. તેણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.
42 વર્ષિય નેહા હજુ સિંગલ છે
મીડિયા રિપોર્ટ્સના અનુસાર 42 વર્ષિય નેહા સિંગલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેને લગ્નની ઉતાવળ નથી. પરંતુ પોતાના થનારા પતિને લઈને તે આશા રાખે છે કે, તેને એવો પતિ મળે જે સંબંધોની કદર કરે અને તેને ગંભીરતાથી લે. જણાવી દઈએ કે તારક મહેતા સીરિયલ માટે નેહાના રોજના 25 હજાર મળતા હતા.
નવી અંજલિ તરીકે સુનયના ફોજદારની થઈ પસંદગી
સબટીવીના પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી અંજલિ તરીકે સુનયના ફોજદાર નજર આવી રહી છે. સુનયનાએ નેહાને રિપ્લેસ કરી છે અને દર્શકોને નવી અંજલિ ભાભી ખૂબ પસંદ આવી રહી છે. સુનયના પહેલા પણ ઘણા શૉમાં કામ કરી ચૂકી છે. તેમણે પહેલા સ્ટારપ્લસની સિરીયલ સંતાનથી પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે કબૂલ હે, સાવધાન ઇન્ડિયા, બેલન વાલી બહુ, ડોલી અરમાનો કી વગેરે શૉમાં મહત્વની ભૂમિકા ભજવી.
સુનયનાના પતિનુ નામ કુણાલ ભાંબવાની છે જે એક બિઝનેસમેન છે. બંને 4 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા અને બાદમાં લગ્ન કરી લીધા હતા. પહેલા અંજલિનુ પાત્ર ભજવનાર નેહા મહેતાને એક એપિસોડના 25 હજાર રૂપિયા મળતા હતા અને સુનયનાને પણ તેની આસપાસની જ રકમ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો ‘તારક મહેતા’ના નવા અને જૂના અંજલિભાભીને કેટલી મળે છે એક એપિસોડની ફી"
ટિપ્પણી પોસ્ટ કરો