કાજલ અગ્રવાલ મનાવી રહી છે અંડરવોટર રૂમમાં હનીમૂન, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

કાજલ અગ્રવાલએ શેર કર્યા હનીમુનની અત્યાર સુધીના સૌથી રોમેન્ટિક ફોટોસ, કાજલ અગ્રવાલ પોતાના પતિ સાથે અંડર વોટર રોમાંસ કરતા બંને જોવા મળ્યા.

image source

પ્રસિદ્ધ અભિનેત્રી કાજલ અગ્રવાલએ હાલમાં જ બિઝનેસમેન ગૌતમ કિચુલ સાથે લગ્ન કર્યા છે. અત્યારે અભિનેત્રી કાજલ અગ્રવાલ પોતાના પતિની સાથે માલદીવ્સમાં હનીમુન મનાવી રહી છે. આ દરમિયાન તેમના હનીમૂનના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. અભિનેત્રી કાજલ અગ્રવાલએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનના ફોટોસ સતત શેર કરી રહી છે. હાલમાં જ અભિનેત્રી કાજલ અગ્રવાલએ પોતાના ઇન્સ્ટા પર કેટલાક નવા ફોટોસ શેર કર્યા છે જેમાં આ ન્યૂલી મેરિડ કપલ અંડર વોટર રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે.

image source

કાજલ અગ્રવાલએ જે ફોટોસ શેર કર્યા છે એમાં કાજલ અગ્રવાલ બ્લુ રંગની બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં કાજલ અગ્રવાલ ઘણી હોટ લાગી રહી છે. ત્યાં જ બિઝનેસમેન ગૌતમ કિચુલ સિમ્પલ શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રી કાજલ અગ્રવાલએ જે ફોટોસ શેર કર્યા છે તેમાં તેઓ બંને પાણીની અંદર એક રૂમમાં જોવા મળી રહ્યા છે તેમની આસપાસ ઘણી બધી માછલીઓ જોવા મળી રહી છે. કાજલ અને ગૌતમ બંને એકસાથે ઘણા રોમેન્ટિક લાગી રહ્યા છે.

image source

આની પહેલા કાજલએ જે ફોટોસ શેર કર્યા હતા તેમાં કાજલ બ્લુ કલરની ડ્રેસમાં જોવા મળી રહી હતી. આ ફોટોસમાં બંને પતિ- પત્ની દરિયા કિનારે ઉભા રહીને ફોટોશુટ કરાવી રહ્યા છે. અભિનેત્રી કાજલ અગ્રવાલએ પોતાના કેટલાક ફોટોસ શેર કર્યા છે, કોઈ ફોટોમાં કાજલ પતિ ગૌતમ કિચુલ સાથે જોવા મળે છે તો કોઈ ફોટોમાં દરિયા કિનારે યોગાસન કરતા જોવા મળી રહી છે.

image source

આપને જણાવીએ કે, બિઝનેસમેન ગૌતમ કિચુલ અને અભિનેત્રી કાજલ અગ્રવાલ એકબીજાને ૭ વર્ષોથી જાણે છે. પરંતુ આ સાત વર્ષની મિત્રતામાં ત્રણ વર્ષથી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને કોરોના કાળમાં લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. એક ઇન્ટરવ્યુમાં કાજલ અગ્રવાલએ જણાવ્યું કે, ‘અમે બંને એકબીજાને ઘણા વર્ષોથી જાણતા હતા, પરંતુ લોકડાઉનના સમય દરમિયાન અને કેટલાક અઠવાડિયાઓ સુધી એકબીજાને મળી શક્યા નહી, એકબીજાને જોઈ શક્યા નહી. કેટલીક વાર તો અમે માસ્ક લગાવીને ગ્રોસરી સ્ટોર પર મળ્યા કરતા હતા. આ દરમિયાન અમને આ અનુભવ થયો કે, અમે એકસાથે રહેવા ઈચ્છીએ છીએ. આ દરમિયાન ગૌતમએ મને લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યું અને હું ના પાડી શકી નહી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કાજલ અગ્રવાલ મનાવી રહી છે અંડરવોટર રૂમમાં હનીમૂન, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel