જેનો ડાન્સ જોઈને હજારો લોકો ઘાયલ થઈ જાય એ પ્રિયંકાને કહેવામાં આવ્યું હતું કે ‘જા ડાન્સ શીખ પહેલા’
પ્રિયંકા ચોપરા આજે બોલિવૂડની જ નહીં પરંતુ હોલિવૂડની પણ ટોચની અભિનેત્રી છે. તેણે બોલિવૂડમાં પોતાના નામનો સિક્કો જમાવ્યો અને હવે દેશી ગર્લ હોલિવૂડમાં પગ જમાવી ચુકી છે.
સાથે જ તેણે હોલિવૂડના નિક જોનસના દિલ પર પણ રાજ કર્યું અને હવે પ્રિયંકા ચોપરા જોનસ બની ચુકી છે. જો કે પ્રિયંકાએ બોલિવૂડનો સાથ છોડ્યો નથી કે નથી તે બોલિવૂડને ભુલી. બોલિવૂડને યાદ કરતાં પ્રિયંકાએ તાજેતરમાં જ એક ઈન્ટવ્યુમાં એક ખુલાસો કર્યો હતો.
પ્રિયંકાએ એક મુલાકાત દરમિયાન બોલિવૂડની તેની પહેલી ફિલ્મ અંગેની એક ઘટના વિશે વાત કરી હતી. આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના કરિયરના શરુઆતના દિવસો વિશે વાત કરી રહી છે.
આ ઘટના છે વર્ષ 2003ની જ્યારે પ્રિયંકાએ ફિલ્મ ‘અંદાઝ’ મુખ્ય અભિનેત્રી તરીકેના કામની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને લારા દત્તા હતા. આ જ ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન પ્રિયંકાને તેના કોરિયોગ્રાફરે રીતસર ખખડાવી નાખી હતી. આમ કરવાનું કારણ હતું કે પ્રિયંકાએ 40 રિટેક આપ્યા પછી પણ તેનાથી સરખા શોટ થતા ન હતા.
પ્રિયંકાએ આ અનુભવ અંગે કહ્યું હતું કે તે તેના માટે પહેલું ગીત હતું. એ સમયે મનમાં બસ એક જ વાત હતી કે કંઈક મેળવવું છે. પરંતુ તેમ છતાં 40 ટેક પછી પણ તે એક શોટ સરખો ના આપી શકી. તેથી તેના કોરિયોગ્રાફર રાજુ ખાને ગુસ્સામાં માઈક ફેંકી દીધું અને કહી દીધું હતું કે ” તું મિસ વર્લ્ડ છે, એટલે તને લાગે છે કે તું એક્ટ્રેસ બની શકીશ? જાઓ પહેલા ડાન્સ કરતાં શીખીને આવો, એ પછી પર્ફોર્મ કરજો.”
આ મુલાકાત દરમિયાન પ્રિયંકાએ વધુમાં જણાવ્યું હતું કે તે સમય દરમિયાન ટ્વિન્કલને લેબર પેન શરૂ થઈ જતાં શૂટિંગનું શિડ્યૂલ અમુક દિવસો માટે અટકાવી દેવામાં આવ્યું હતું. તે સમયનો લાભ લઈ અને તેણે કથક શીખવાની શરુઆત કરી. પ્રિયંકાને કથક પંડિત વીરુ કૃષ્ણનએ શિખવાડ્યું હતું. પ્રિયંકા રોજ 6 કલાક કથકનો અભ્યાસ કરતી હતી. બ્રેક પછી જ્યારે તે સેટ પર પરત ફરી તો પહેલા કરતાં સારો ડાન્સ કરી શકી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જેનો ડાન્સ જોઈને હજારો લોકો ઘાયલ થઈ જાય એ પ્રિયંકાને કહેવામાં આવ્યું હતું કે ‘જા ડાન્સ શીખ પહેલા’"
ટિપ્પણી પોસ્ટ કરો