બપ્પી દા પહેરે છે અઢળક સોનું, જેમની પાસે છે મોંઘી કારનું જોરદાર કલેક્શન, સંપત્તિ વિશે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લહેરીએ ફિલ્મ ઉદ્યોગના એવા વ્યક્તિમાંથી એક છે જે હીરો ન હોવા છતાં લોકપ્રિય અને જોરદાર નામના ધરાવે છે. તેમની લાઈફસ્ટાઈલના કારણે તેઓ ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિય થયા છે. કારણ છે કે બપ્પી ફક્ત તેમના ગીતો માટે જ નહીં, પણ તેની અલગ સ્ટાઈલ માટે પણ જાણીતા છે.

image source

બોલિવૂડમાં ડિસ્કો અને પોપ મ્યુઝિકનો યુગ શરૂ કરનાર બપ્પી લહેરી તેના ગોલ્ડ પહેરવાના અલગ અલગ ગોગલ્સ પહેરવાના શોખ માટે પણ જાણીતા છે. બપ્પી લહેરીનો પરિવાર સંગીત સાથે જોડાયેલો હતો તેથી જ તેઓ પણ 3 વર્ષની ઉંમરથી તબલા વગાડવાનું શીખી ગયા હતા.

image source

ત્યારબાદ તેમણે સંગીત ક્ષેત્રે ઝંપલાવ્યું અને મુંબઈ આવ્યા. અહીં શરુઆતના સમયમાં સંઘર્ષ કર્યા બાદ તેમને ફિલ્મોમાં કામ મળ્યું અને પછી તેઓ સફળતાની સીડી ચઢતા ગયા. બપ્પી લેહરી આજે એક સફળ અને સમૃદ્ધ સંગીતકાર છે ત્યારે મનમાં પ્રશ્ન પણ થાય કે જે વ્યક્તિ આટલું સોનું પહેરે છે તે કુલ કેટલી સંપત્તિનો માલિક હશે. આ પ્રશ્નનો જવાબ પણ અહીં આપવામાં આવ્યો છે.

image source

બપ્પી લહેરીનું સાચું નામ આલોકેશ છે. તેમણે જ્યારે ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે સંપત્તિને લઈને સોગંદનામું રજૂ કર્યું હતું. આ એફિડેવિટ અનુસાર તેમની પાસે 17,67,451 લાખ રૂપિયાની કીમતનું સોનું હતું. જો કે આ કીમત તે સમયની છે. હાલ તેની કીમત વધારે હોય શકે છે.

સોનાના શોખીન બપ્પી લહેરીની કુલ સંપત્તિ 12 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં એફિડેવિટ મુજબ તેમની પાસે BMW અને ઓડી સહિતની 5 લક્ઝરી કાર છે.

image source

તેની પાસે ટેસ્લા એક્સ કાર પણ છે જેની કિંમત 55 લાખ રૂપિયા છે. આ સાથે બપ્પી પાસે લગભગ 2 લાખથી વધુની કીમતની ચાંદી છે. બપ્પીના હિટ ગીતોની યાદમાં તેમના ઘરે ગોલ્ડ પ્લેટેડ ડિસ્ક પણ રાખી છે.

1972માં બંગાળી ફિલ્મ દાદૂમાં બપ્પી દાને પહેલીવાર ચાન્સ મળ્યો હતો. ત્યારબાદ તેમણે 1973માં ફિલ્મ શિકારીમાં સંગીત આપ્યું હતું. 1980થી 90ના દાયકામાં તેમણે અનેક સાઉંડ ટ્રેક્સ આપ્યા હતા જે એવરગ્રીન સાબિત થયા છે. આ સુપરહીટ સંગીતમાં વારદાત, ડિસ્કો ડાંસર, નમક હલાલ, ડાંસ ડાંસ, કમાંડો, ગેંગ લીડર, શરાબી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "બપ્પી દા પહેરે છે અઢળક સોનું, જેમની પાસે છે મોંઘી કારનું જોરદાર કલેક્શન, સંપત્તિ વિશે જાણીને ચોંકી ઉઠશો તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel