ગુજરાતમાં કોરોનાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ: કેસ ઓછા બતાવવાં પોઝિટિવ દર્દીઓને પણ નેગેટિવ બતાવી દીધા

હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે અને કેસમાં કઈ ગડમથલ થઈ રહી છે એવા આક્ષેપો પણ નાંખવામાં આવી રહ્યા છે. જો કે પહેલાથી જ દરેક લોકોને એવી શંકા હતી કે કોરોનાને લઈ કેસ જે બતાવવામાં આવી રહ્યા છે એમાં સરકાર કંઈ કૌભાંડ કરી રહી છે. ત્યારે હવે કંઈક એવું જ સામે આવતા ચારેબાજુ અરેરાટી છૂટી ગઈ છે. રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનો ખેલ શરૂ કરાયો છે. અહીં રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને પ્રજાને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.

image source

આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે ‘આ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે. હાલમાં રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે એ વાત જગજાહેર છે, પણ હજુ સુધી કોઈએ તેના આધાર પુરાવા રજૂ નથી કર્યા, કારણ કે આ બધી બાબતોને અતિ ગોપનીય કરી દેવાઈ છે.

image source

તો બીજી તરફ મોતના આંકડામાં પણ આવું જ ચાલતું હતું, પણ થોડા દિવસ પહેલાં જ એક ન્યૂઝ પેપરે તમામ આધાર પુરાવાઓ સાથે એનો પર્દાફાશ કર્યો હતો. હવે કોરોનાના સૌથી મોટા કૌભાંડ એવા કેસ ઓછા બતાવવાના ખેલનો પણ આધાર પુરાવાઓ સાથે પર્દાફાશ કર્યો છે. આ માટે ન્યૂઝ પેપરે કેસ નેગેટિવ બતાવવાના જામનગર સીડીએચઓ ડો. મણવરના આદેશ તેમજ રાજકોટ-જામનગરમાં રેપિડ કિટથી થયેલા 3.5 લાખ ટેસ્ટનો અતિ ગોપનીય રેકોર્ડ મેળવી ક્રોસ ચેક કરી તેમજ નેગેટિવ બતાવેલા દર્દીઓને ફોન કરતાં સમગ્ર હકીકત બહાર આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે બન્યું એવું કે, રાજકોટ મનપા, રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર આ ત્રણેય જગ્યાએ કોરોનાના કેસ ઓછા બતાવવા માટે અલગ અલગ એમ.ઓ. અપનાવાઈ છે. જાણે કોઇ ગુનાહિત કૃત્યનું નેટવર્ક હોય તેમ બધું જ ઓપરેટ થઈ રહ્યુ છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસિયા, રાજકોટ સીડીએચઓ ડો. મિતેશ ભંડેરી, જામનગર ડીડીઓ ડો. વિપિન ગર્ગ અને જામનગર સીડીએચઓ ડો. બિરેન મણવર મુખ્ય સૂત્રધાર છે અને હવે આ વાતનો પર્દાફાશ થયો છે જેના પછી શહેરમાં ફફડાટ મચી ગયો છે.

image source

તો આવો જાણીએ કે રાજકોટમાં શું ખેલ ખેલવામાં આવ્યો હતો. ઉલ્લેથનીય છે કે રાજકોટમાં એક મહિના પહેલાં ઘણા કેસ આવ્યા, પણ એ બતાવાયા ન હતા, કારણ કે પોઝિટિવ કેસ આવતાં તેમની અલગ યાદી તૈયાર કરાતી, જ્યારે નેશનલ પોર્ટલ પર પહેલા માત્ર નેગેટિવ અને નક્કી કરેલી સંખ્યામાં પોઝિટિવની એન્ટ્રી કરાય છે. પોઝિટિવ દર્દીઓનું એક લિસ્ટ અલગ રખાય છે અને હવે જ્યારે કેસ ઘટ્યા છે ત્યારે એ યાદીના રેકોર્ડ નેગેટિવ તરીકે એન્ટ્રી થઈ રહી છે. એન્ટિજન ટેસ્ટની એન્ટ્રીના પોર્ટલ પર એક મહિના પહેલાં થયેલા રેપિડ ટેસ્ટની એન્ટ્રી હવે થઈ રહી છે.

image source

હવે 16 જુલાઈ એટલે કે રેપિડ ટેસ્ટ શરૂ થયા ત્યારથી અત્યારસુધીમાં મનપાએ કરેલા ટેસ્ટમાંથી 1.5 લાખ ટેસ્ટનો રેકોર્ડ મેળવી એમાં સઘન અભ્યાસ કરવામાં આવ્યો હતો..તા.24-10ના રોજ એક જ દિવસમાં 1100 કરતાં વધુ એન્ટ્રી થઈ, પણ સેમ્પલ લીધાની તારીખ જોતાં 1 મહિના પહેલાંની તારીખ જોવા મળી હતી. આ બધા રેકોર્ડને અલગ તારવતાં તમામ એન્ટિજન નેગેટિવ તરીકે નોંધાયેલા જોવા મળ્યા હતા, પણ એ પૈકી કેટલાક લોકોને ફોન કરતાં તેમણે પોઝિટિવ હોવાનું કહ્યું હતું (જેન્તીભાઈ નામના દર્દીએ કહ્યું હતું, ‘ટેસ્ટ સારી રીતે થયા અને હું પોઝિટિવ આવ્યો એટલે હોમ આઈસોલેશનમાં રહ્યો હતો અને સાજો થયો.’ જ્યારે કાગળ પર જેન્તીભાઈનું સેમ્પલ આઈડી 97174460 નેગેટિવ તરીકે દર્શાવ્યું છે). આવા તો અનેક કિસ્સાઓ છે.

image source

તો બીજી તરફ વાત કરીએ તો રાજકોટમાં મનપા કરતાં જિલ્લા આરોગ્ય વિભાગની મોડસ ઓપરેન્ડી અલગ છે. જિલ્લામાં જે પણ કોરોનાના રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય છે એ તમામ વિગતોની એન્ટ્રી થાય છે, પોઝિટિવ કે નેગેટિવ બાકી રાખતા નથી, પણ જ્યારે જાહેર કરવાની વાત આવે ત્યારે ઉપરી અધિકારીઓ રોજના કેસની સંખ્યા નક્કી કરે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 1 લાખ એન્ટિજન ટેસ્ટના રેકોર્ડ ચકાસતાં 22 ઓક્ટોબરની સ્થિતિએ 5,263 કેસ પોઝિટિવ નીકળ્યા છે, જેની સામે જિલ્લા આરોગ્યતંત્રે કુલ કેસ 3,720 જ જાહેર કર્યા હતા.

image source

એ જ રીતે જામનગરની વાત કરીએ તો ડીડીઓની સૂચનાથી ડો. મણવરે 900 પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવ્યા હોવાની વાતનો પર્દાફાશ થયો છે. જામનગરમાં 19 ઓક્ટોબરે બપોરે 1.39 મિનિટે dso.health.jamnagar @ gmail.com કે જે જિલ્લા આરોગ્ય કચેરીનું ઈ-મેલ એડ્રેસ છે, ત્યાંથી જામનગરના તમામ ટીએચઓને ઈ-મેલ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આ સાથે સામેલ લિસ્ટ મુજબ પોર્ટલમાં Antigen Negative એન્ટ્રી કરવાની છે. ભૂલથી એકપણ Positiveની એન્ટ્રી થાય નહીં, મેલની નીચે ડો. બી.પી. મણવરનું નામ છે તેમજ એક લિસ્ટ મોકલાયું છે, જે લિસ્ટમાં 900 દર્દીનાં નામ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાતમાં કોરોનાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ: કેસ ઓછા બતાવવાં પોઝિટિવ દર્દીઓને પણ નેગેટિવ બતાવી દીધા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel