કિચન ટિપ્સ જે તમને બહુ કામ આવશે, અને કિચન પણ રહેશે સ્વચ્છ
રસોડામાં જે લોકો નિયમિત રીતે કામ કરતા હોય અને તેમાંય આપણે ત્યાં તો ફક્ત ગૃહિણીઓ જ રસોડું સંભાળે છે એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય કારણ કે મોટાભાગના ગુજરાતી પુરુષો રસોડાના કામકાજમાં રસ દાખવતા જ નથી. ખેર, આપણે વાત એ કરતા હતા કે જે લોકો રસોડામાં નિયમિત રીતે કામ કરતા હોય તેમના માટે આજે અમે ઉપયોગી લેખ પ્રસ્તુત કરી રહ્યા છીએ.

ઉપયોગી એટલા માટે કેમ કે પ્રસ્તુત લેખમાં અમે ગૃહિણીઓ માટે અમુક એવી કિચન ટિપ્સ જણાવવાના છીએ જેના વડે અમુક કલાકોના કામ મિનિટોમાં અને મિનિટોના કામ અમુક સેકન્ડમાં જ થઈ શકે. ટૂંકમાં સમય વેડફયા વિના ચોક્કસ કામ કરવા માટેની ટિપ્સ. તો શું છે એ ટિપ્સ આવો જાણીએ.

સામાન્ય રીતે વરસાદના ભેજયુક્ત વાતાવરણમાં સંગ્રહિત કરાયેલા મસાલા ખરાબ થઈ જાય છે. વરસાદી સિઝનમાં મસાલાઓને ખરાબ થતા રોકવા માટે તેને કાંચની બરણીમાં ભરીને રાખવા. એ સિવાય તમે મસાલામાં સહેજ મીઠું ઉમેરી શકો છો. મીઠાના કારણે મસાલા સારા રહે છે.

એ ઉપરાંત મસાલાઓને ખરાબ થતા બચાવવા માટે તેને ફ્રીજમાં કે ફ્રીજના દરવાજાના ખાનામાં પણ રાખી શકાય છે.
ચોખા કે લોટ પણ ભેજયુક્ત વાતાવરણમાં ખરાબ થતા હોય છે અને તેમાં ધનેરા જેવા જંતુ પણ પડી જાય છે. તેનાથી રક્ષણ મેળવવા માટે ચોખા કે લોટના ડબ્બામાં કડવા લીમડાના લીલા પાન નાખી દેવા. જો પાંદડા ડાળખી સહિત હોય તો વધુ સારું. આ જ રીતે સંગ્રહ કરેલી દાળને પણ ખરાબ થતા બચાવી શકાય છે.
ઍરટાઈટ ડબ્બાનો ઉપયોગ કરવો
લસણને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તમે ફોતરા કાઢેલા એટલે કે છીલેલા લસણની કળીઓને ઍર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે લસણને ડબ્બામાં રાખો ત્યારે લસણ પલળેલું ન હોય અને ડબ્બો પણ પલળેલો ન હોય. કોરા લસણ અને ઍરટાઈટ ડબ્બાને તમે ફ્રિજમાં રાખી શકો છો અને આ રીતે સ્ટોર કરાયેલા લસણનો 15 – 20 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

લીલી કોથમરીને લાંબા સમય સુધી વાપરવા યોગ્ય રાખવા માટે સૌથી પહેલા તેના મૂળિયા કાપી નાખવા. ત્યારબાદ ઍરટાઈટ કન્ટેનરમાં કિચન ટોવેલ પેપર પથરી તેના પર લીલી કોથમીરને ધોયા વિના જ એટલે કે ભેજ વિનાની રાખી દેવી અને ઉપર પણ કિચન ટોવેલ પેપર રાખી દેવું અને ડબ્બાને ફ્રિજમાં મૂકી દેવો. આ રીતે સંગ્રહ કરેલી કોથમીરને પણ 15 – 20 દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કિચન ટિપ્સ જે તમને બહુ કામ આવશે, અને કિચન પણ રહેશે સ્વચ્છ"
ટિપ્પણી પોસ્ટ કરો