જો તમે દિવાળી પછી ફોલો કરશો આ ટિપ્સ, તો સ્કિન પર નહિં થાય કોઇ મેક અપની કોઇ આડઅસર
દિવાળીના તહેવારો શરુ થાય એટલે દરેક વ્યક્તિ પોતાની રીતે આ તહેવારની મજા માણે છે. ફટાકડા ફોડવા, તૈયાર થવું, પાર્ટી કરવી, ફરવા જવું વગેરે વગેરે.. આ બધું જ કરવામાં મહિલાઓ ચહેરા પર મેકઅપ કરતી હોય છે. સ્વાભાવિક પણ છે કે સૌથી સુંદર દેખાવા માટે મેકઅપ કરવો પણ જરૂરી છે. તો સાથે જ આ દિવસોમાં મીઠાઈ, ફરસાણ વગેરે વધારે ખવાય છે જેની અસર દિવાળી પછીના સમયમાં દેખાય છે.
રાત્રે જાગવું, મીઠાઈ અને ફરસાણનું સેવન, મેકઅપ વગેરેની અસર આપણી ત્વચા ઉપર પાછળથી દેખાય છે. આ બધા કારણોને લીધે ત્વચા ડેમેડ થઈ શકે છે. સ્થિતિમાં ત્વચાને ડેમેજ થતી રોકવા અને અન્ય સમસ્યાઓથી ત્વચાને સુરક્ષિત રાખવા માટે સ્કીન કેર વધારે જરૂરી થઈ જાય છે. તો આજે તમને જણાવીએ કે તહેવાર પછી સ્કીન કેર કેવી રીતે કરવી જોઈએ.
પુષ્કળ પાણી પીઓ
દિવસ દરમિયાન વધુને વધુ પીઓ કારણ કે તે તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને શિયાળાની ઋતુમાં ત્વચાને સૌથી વધુ મોઈશ્ચરની જ જરૂર રહે છે. ફક્ત દિવાળી પછી જ નહીં પણ તમારી રોજિંદી દિનચર્યામાં પણ વધારે પાણી પીવાની ટેવ જાળવી રાખો.
એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આહાર લો
જો તમે ત્વચાને કોઈપણ પ્રકારની અસરોથી બચાવવા માંગતા હોય, તો પછી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર આહાર લો. એટલે કે ટામેટાં, ગાજર, શક્કરીયા, લીલા શાકભાજી વગેરે વધુ ખાઓ. દિવાળી પછી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે આહારને પૌષ્ટિક બનાવો. તમે આમળાના રસનું સેવન પણ કરી શકો છો.
વિટામિન ઇ સમૃદ્ધ પ્રોડક્ટ વાપરો
જો તમારી ત્વચા વધુ ડ્રાય થઈ ગઈ છે, તો સૌ પ્રથમ વિટામિન ઇ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ શરુ કરો.. વિટામિન એ અને ઇ યુક્ત મોઇશ્ચરાઇઝર ત્વચાને પોષણ આપશે.
ત્વચાના પોર્સને સાફ કરો
દિવાળી પછી પોર્સને સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોમછિદ્રોને સાફ કરવા માટે પહેલા ચહેરાને સારા ફેશ વોશથી સાફ કરો પછી ચહેરા પર મોઈશ્ચુરાઈઝરનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો તમે બદામના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં
ભલે શિયાળો શરૂ થયો છે પરંતુ પ્રદૂષણ અને ફટાકડાને કારણે ત્વચા વધુ ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં સનસ્ક્રીન લગાવવું મહત્વપૂર્ણ છે કારણ કે યુવી કિરણો શિયાળામાં પણ ત્વચાને ડેમેજ કરી શકે છે.
ડેડ સ્કીન સાફ કરો
ત્વચાને એક્સ્ફોલિયેટ કરવું પણ મહત્વપૂર્ણ છે, જેના માટે તમે તમારી ત્વચા પર બ્રશ અથવા સ્ક્રબનો ઉપયોગ કરી શકો. જો તમે દિવાળી પછી તમારા ચહેરાને સાફ નહીં કરો છો, તો તેનાથી ડેડ સ્કીન, બ્લેક હેડ્સ, ખીલ જેવી સમસ્યા વધી શકે છે.
ચહેરો કવર કરો
દિવાળી પછી પ્રદૂષણ એટલું વધી ગયું હોય છે કે તમારા ચહેરા પર તેની અસર થઈ શકે છે. તો જ્યારે પણ બહાર જાઓ સ્કાર્ફની મદદથી ચહેરા અને વાળને ઢાંકી દો.
0 Response to "જો તમે દિવાળી પછી ફોલો કરશો આ ટિપ્સ, તો સ્કિન પર નહિં થાય કોઇ મેક અપની કોઇ આડઅસર"
ટિપ્પણી પોસ્ટ કરો