કેન્સરથી લઇને આટલી મોટી ગંભીર બીમારીઓમાંથી છૂટકારો મેળવવા રોજ પીવો ઇલાયચીવાળી ચા
શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આવા ઠંડીના દિવસોમાં જ્યારે સવારે ગરમ ચા મળે છે, તો આપણી સવાર ઉર્જાથી ભરપૂર બને છે. આ ઋતુમાં આદુ ઉપરાંત એલચીની ચા પીવાથી પણ ફાયદો થઈ શકે છે. એલચીનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે થાય છે. તેને મસાલાની રાણી કહેવામાં આવે છે. તે એક એવો મસાલો છે જે સરળતાથી મીઠીથી લઈને મસાલેદાર વાનગીઓમાં બંધબેસે છે. જો તમે દરરોજ ચામાં એલચીનો ઉપયોગ કરો છો, તો પછી તમે કેન્સર, ડિપ્રેશન જેવા અનેક જોખમી રોગોથી દૂર રહી શકો છો. જો તમે ચા નથી પિતા તો તમે એલચીનું દૂધ અથવા સૂપ પણ પી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ દરરોજ એલચીની ચા પીવાના શ્રેષ્ઠ ફાયદા …..
ભારતીય દરેક રસોડામાં કોઈ નાની જગ્યામાં એલચી જરૂર હોય છે. એલચી ઘણા પોષક તત્ત્વોથી ભરપુર છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત એલચીમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન એ, બી, સી, પોટેશિયમ, કોપર, ઝીંક જેવા અન્ય તત્વો જોવા મળે છે.
1. જો તમે હાયપરટેન્શન જેવી સમસ્યાનો સામનો કરો છો તો એલચીની ચા તમારી આ સમસ્યા દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. આ સાથે તે કોલેસ્ટરોલના સ્તરને નિયંત્રિત કરવામાં તેમજ રક્ત પરિભ્રમણને બરાબર રાખવામાં મદદ કરે છે. એલચીની ચા પીવાથી તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે
2. ઘણા સંશોધન મુજબ એલચીમાં કુદરતી કેન્સર મટાડવાની સંભાવના છે. એલચીનું સેવન કરવાથી કેન્સર જેવા રોગ આપણાથી દૂર રહે છે. શરીરમાં જ્યાં પણ કેન્સરના કોષો એકત્રિત થાય છે. તે જ સમયે એલચી તેની અસર બતાવે છે અને તેને રોકવામાં મદદ કરે છે.
3. ઘણા લોકોના મોંમાં ખુબ દુર્ગંધ આવે છે, જે મોમાં રહેલા બેક્ટેરિયાના કારણે થાય છે. એલચી દાણા ચાવવાથી આ સમસ્યા દૂર થાય છે. આ સિવાય તમે એલચીની ચા બનાવીને પણ પી શકો છો. મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે આ એક કુદરતી રીત છે.</p.
4. એલચીમાં એવા ગુણધર્મો છે જે શ્વાસની તકલીફ અને છાતીમાં થતી બળતરા જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જેને અસ્થમાનું એક રૂપ માનવામાં આવે છે. એલચીની ચા પીવાથી તમારી આ સમસ્યા દૂર થાય છે.
5. એલચીમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જે ડાયાબિટીસ ટાઈપ-2 અને 3 ને ઘટાડવામાં મદદ કરે છે. જો ડાયાબીટિઝની શરૂઆતથી જ એલચીનું નિયમિત સેવન કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.
6. એલચીમાં એન્ટિમિક્રોબાયલ જેવા તત્વો જોવા મળે છે. તેથી એલચીની ચા પીવાથી તમારી પાચન સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના કારણે ડાયરિયા, અપચો, કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે.
7. એલચીની ચામાં ઘણા વિટામિન જોવા મળે છે જે મેટાબિલિઝમને તીવ્ર બનાવે છે. જેના કારણે તમારા શરીરની ચરબી ઝડપથી બળી જાય છે. જો તમારે પણ વજન ઓછું કરવું હોય તો રોજ એલચીની ચા પીવાનું શરૂ કરો અને તમારી આ દરેક સમસ્યાઓ દૂર કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કેન્સરથી લઇને આટલી મોટી ગંભીર બીમારીઓમાંથી છૂટકારો મેળવવા રોજ પીવો ઇલાયચીવાળી ચા"
ટિપ્પણી પોસ્ટ કરો