ટૈરો રાશિફળ : નવેમ્બર મહિનાનો પહેલો દિવસ કઈ રાશિ માટે કેટલો છે શુભ જાણો એક ક્લિક પર
ટૈરો રાશિફળ : નવેમ્બર મહિનાનો પહેલો દિવસ કઈ રાશિ માટે કેટલો છે શુભ જાણો એક ક્લિક પર
મેષ – આજનો દિવસ તમારા માટે પોતાને ઓળખવા માટેનો છે. તમારા માટે થોડો સમય કાઢો અને વિચાર કરો પોતાના માટે. કાર્યક્ષેત્રમાં આજે કડક પગલાં ભરવા પડી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખો અને મહેનત કરતા રહો. લાભ થશે.
ઉપાય – શિવજીને પંચામૃત ચઢાવો
વૃષભ – કોઈક અનિચ્છનિય ઘટનાથી તમારી જાતને બચાવવા માટેનો આજનો દિવસ છે. તમારે કાળજીપૂર્વક કામ કરવું પડશે. બીજો વ્યક્તિ તમારી ભૂલ પર નજર રાખીને જ બેઠા હશે. તેથી સતર્કતાથી કામ પાર પાડો. આજે દાન-પુણ્ય કરવાથી આનંદ થશે.
ઉપાય- સૂર્યને અર્ધ્ય ચઢાવો
મિથુન – તમારા સંજોગોમાં આજે કેટલાક ફેરફાર થશે. તમને અચાનક એવી તક મળી શકે છે જે તમને એક કુશળ વ્યક્તિ તરીકે ઓળખ આપશે. આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. આજથી તમારા પ્રયત્નોને પણ વધારી દો. ટૂંક સમયમાં તમે તમારા લક્ષ્યનો પ્રાપ્ત કરશો.
ઉપાય – ગાયને લીલો ચારો ખવડાવો.
કર્ક – આજનો દિવસ તમારા માટે સકારાત્મકતા જાળવી રાખવાનો દિવસ છે. કેટલાક કામમાં તમારે નેતૃત્વ કરવું પડી શકે છે. તમારે આ તકે તમારી બેસ્ટ ક્ષમતાને દર્શાવવાની છે. દિવસ તમારા માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે.
ઉપાય – ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.
સિંહ – કેટલાક પડકારો તમને પરેશાન કરી શકે છે. પરંતુ તેનો સામનો કરવો જરૂરી છે. દરેક વાતને સકારાત્મક રીતે લો. તેમાં તમારી સફળતાનું રહસ્ય છુપાયેલું છે. આ નીતિ ભવિષ્યમાં તમને લાભ કરાવશે. તમે પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકશો.
ઉપાય – તુલસીક્યારે દીવો કરો.
કન્યા – આજનો દિવસ તમારી જાતને બંધનમાં રાખવાનો છે. નિરાશા થાય તેવી ઘટના સામે આવી શકે છે પણ તેને મન પર હાવિ થવા ન દો. કોઈપણ રીતે તમારી જાતને ઉત્સાહમાં રાખો. વિવાદ ટાળો અને ભવિષ્યને અસર કરતાં નિર્ણય સમજી વિચારીને લેવા.
ઉપાય- શ્રી યંત્રની પૂજા કરો.
તુલા- આજે તમારે કામ પર તમારું પૂરું ધ્યાન રાખવું પડશે. કેટલાક લોકો તમારી સામે પડકાર બની શકે છે, જે તમને તમારા ધ્યેયથી ભટકાવવા માટે પ્રયત્ન કરશે. તમારે આ બાબતોને અવગણવી પડશે. આ તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિઓ રહેશે. ભૂતકાળ પર વિચાર કરવાનો કોઈ ફાયદો નથી. વર્તમાન પરિસ્થિતિનો સ્વીકારો કરો અને આગળ વધો.
ઉપાય – પીપળા નીચે તેલનો દીવો કરો.
વૃશ્ચિક – આજે તમારા માટે કેટલીક બાબતો અજમાવવાનો દિવસ છે. તમારે કેટલાક કામોના પરિણામો માટે થોડી રાહ જોવી પડી શકે છે. ધૈર્ય રાખો તે સંકેત કાર્ડ કરે છે. વિલંબ તમને અસ્વસ્થ કરી શકે છે. તમને કંઈક નવું શીખવા મળશે.
ઉપાય – ગરીબ વ્યક્તિને જમાડો
ધન – તમારા પ્રયત્નોમાં ઝડપ વધારો. તમારા કાર્યને વેગ આપવા માટે આજનો દિવસ શુભ છે. કેટલીક જૂની યોજનાઓ તમને ઇચ્છિત પરિણામો આપી શકશે. જીવનમાં પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. જો કે આ ફેરફાર તમારા માટે સકારાત્મક પરિણામો પણ લાવી શકે છે. તમારા સંબંધોમાં પણ સુધારો થશે.
ઉપાય – આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરો.
મકર – આજે તમે કેટલીક ગેરસમજથી ઘેરાયેલા રહી શકો છો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી માનસિક સ્થિતિને સ્થિર રાખો અને કોઈની વાતમાં આજે ફસાશો નહીં. દરેક પરિસ્થિતિમાં પોતાના પર સંયમ રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો જે તમારા માટે લાભકારી સાબિત થશે.
ઉપાય – ચંદનનું તિલક લગાવી કામ પર નીકશો.
કુંભ- રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે. કાયમી સંપત્તિમાં કોઈ જૂનું રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને આજે કેટલાક જુના અટવાયેલા કામ ફરી શરૂ કરવાની તક મળી શકે છે. તમારે પોતાના મન પર કાબૂ રાખી આગળ વધવું પડશે.
ઉપાય – ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો
મીન – વ્યવસાયિક યોજનાઓ પર કામ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારા વિચારોને યોજનામાં રૂપાંતરિત કરવાની આજે તક મળી શકે છે. તમારા વિચારો અન્યને પ્રભાવિત કરશે. તમારી આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત થશે.
ઉપાય – પુસ્તકોનું દાન કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "ટૈરો રાશિફળ : નવેમ્બર મહિનાનો પહેલો દિવસ કઈ રાશિ માટે કેટલો છે શુભ જાણો એક ક્લિક પર"
ટિપ્પણી પોસ્ટ કરો