જાણો આ ભાઇ વિશે, જેમને છે મોબાઈલ રેડિએશન અને ઈલેક્ટ્રીસીટીની એલર્જી, માટે બનાવી રહ્યા છે કંઇક આવું ખાસ આઉટ હાઉસ
આજના સમયમાં ઈલેક્ટ્રીસીટી અને મોબાઈલ માણસના જીવનમાં સાવ વણાઈ ગયા છે અને તેના સિવાય માણસનું જીવન મુશ્કેલી ભર્યું બની જાય તેમ છે. લગભગ કોઈ માણસ એવું નહીં હોય જે ઈલેક્ટ્રીસીટી અને મોબાઈલનો ઉપયોગ ન કરતો હોય. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે યુનાઇટેડ કિંગડમના એક વ્યક્તિ માટે ઈલેક્ટ્રીસીટી અને મોબાઈલ ખતરનાક છે. 48 વર્ષીય આ વ્યક્તિને ઈલેક્ટ્રીસીટી અને મોબાઈલ રેડિયેશનની એલર્જી છે. જ્યાં આ પ્રકારના સાધનો હોય ત્યાં તેને રહેવું મુશ્કેલ બની જાય છે. આ વ્યક્તિનું નામ છે બ્રુનો બૈરીક. બ્રુનો બૈરીકનું જીવન અન્ય સામાન્ય માણસથી કેટલું અલગ છે ? ચાલો જાણીએ વિસ્તારથી..
બ્રુનો બૈરીકને છે ઈલેક્ટ્રીસીટી અને મોબાઈલ રેડિએશનની એલર્જી
યુનાઇટેડ કિંગ્ડમના નોર્થ હેમ્પટનશાયરના રોથવેલ ખાતે રહેતા બ્રુનો બૈરીકનું જીવન તેની એલર્જીને કારણે એક કેદી જેવી છે અને ઘરમાં જ રહે છે. જો કે આ પહેલા એટલે કે ચાર વર્ષ પહેલા બ્રુનો અન્ય વ્યક્તિની જેમ જ સ્વસ્થ અને સામાન્ય હતા જયારે હવે બ્રુનો વૃદ્ધ જેવા દેખાય છે. એટલું જ નહિ પણ આ ચાર વર્ષમાં બ્રુનોનો વજન 31 કિલોગ્રામ સુધી ઘટી ગયો છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇપર સેન્સેટિવથી પીડિત છે બ્રુનો
બ્રુનો ઇલેક્ટ્રોમેગ્નેટિક હાઇપર સેન્સેટિવની સમસ્યાથી પીડિત છે. આ સમસ્યાને ઈલેક્ટ્રો સેન્સેવીટી પણ કહેવાય છે. આ બીમારી ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઇન્ટોલરન્સ અથવા ઈલેક્ટ્રો ફોબિયાના નામથી પણ ઓળખાય છે.
બ્રુનો બૈરીકના પરિવારના સદસ્યો વીજળીના ઉપકરણોનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે
બ્રુનો બૈરીક બિલ્ડર અને ગ્રેહાઉન્ડ કુતરાના ટ્રેનરનું કામ કરી ચુક્યા છે. બ્રુનો તેની પત્ની લીઝા અને ત્રણ દીકરીઓ સાથે રહે છે. બ્રુનોના પરિવારના સદસ્યો પણ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સાવ ઓછો જ કરે છે., નિષ્ણાતોના મત મુજબ બ્રિટનમાં 4 ટકા લોકો ઈલેક્ટ્રો સેન્સટીવીટીની સમસ્યાથી પીડિત છે.
બ્રુનો બૈરીક પોતાના માટે બનાવી રહ્યા છે ખાસ આઉટ હાઉસ
બ્રુનો બૈરીક જે એલર્જીથી પીડિત છે તે તેના માટે જોખમ કારક ન બને તે માટે ઘરની બહાર પોતાના માટે એક અલગ આઉટ હાઉસ બનાવી રહ્યા છે. બ્રુનો આ આઉટ હાઉસમાં એકલા જ રહેશે.
આ આઉટ હાઉસમાં બ્રુનો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેના ઘરમાં ઈલેક્ટ્રીસીટીનો ઉપયોગ થતો હશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો આ ભાઇ વિશે, જેમને છે મોબાઈલ રેડિએશન અને ઈલેક્ટ્રીસીટીની એલર્જી, માટે બનાવી રહ્યા છે કંઇક આવું ખાસ આઉટ હાઉસ"
ટિપ્પણી પોસ્ટ કરો