શું તમારી સ્કિન બહુ શ્યામ પડી ગઇ છે? તો આ ઘરેલુ ઉપાયોનો કરો ઉપયોગ, આપોઆપ સ્કિન પર આવી જશે ગ્લો
સ્ત્રીઓ હોય કે પુરુષ, સુંદરતા બધા જ માટે મહત્ત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનો ચહેરો દાગ વગરનો ખીલેલો અને ચમકતો રહે. એ વાત અલગ છે કે આધુનિકતાના આ જમાનામાં ત્વચાની સંભાળ ન રાખવાના કારણે તમારી ત્વચાની કુદરતી ચમક ફીકી પડી જાય છે.
તેવામાં લોકો રંગ સ્વચ્છ કરવા માટે એટલે કે ચમકીલો બનાવવા માટે વિવિધ રીતો અજમાવતા હોય છે. ખાસ કરીને બજારમાં મળતી વિવિધ ક્રીમો લગાવીને ચહેરાને ચમક આપવાનો પ્રયાસ કરે છે પણ તેનાથી ચહેરાની બચેલી કુદરતી ચમક પણ દૂર થઈ જાય છે. માટે જ તમારે તમારી ત્વચાને સુંદર બનાવવા માટે બજારમાં મળતી અકૂદરતી ક્રીમ, ફેસ પેકની જગ્યાએ ઘરમાં જ ઉપલબ્ધ કૂદરતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ થાય છે, માટે ત્વચા પર તેની કોઈ ખરાબ અસર પણ નથી થતી. માટે જ આજે અમે તમારા માટે આ લેખમાં તમારી ત્વચાના રંગને ઉજળો બનાવવા, ત્વચાને ચમકીલી તેમજ રેડિયન્ટ બનાવવાના સરળ ઘરેલુ ઉપાય અને ફેસપેક વિષેની માહિતી લાવ્યા છીએ.
ત્વચાની રંગત નિખારવા માટે ઘરેલૂ ઉપાય
હળદર
આ પ્રયોગ માટે તમારે પા ચમચી હળદર, બે ચમચી ચણાનો લોટ અથવા બેસન અને દોઢ ચમચી દહી લેવું.
હવે એક વાટકો લઈ આ બધી જ સામગ્રી બરાબર એકબીજામાં મિક્સ કરી લેવી અને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. આ ફેસ પેકને તમારે ચહેરા પર બરાબર લગાવી લેવું. તમારી ડોક પર પણ તે લગાવવું. હવે તેને તેમજ 15 મિનિટ માટે છોડી દેવું. ત્યાર બાદ તમારે ઠંડા પાણી વડે ચહેરો તેમજ ડોક ધોઈ લેવા.
આ લાભ પોહંચાડે છે હળદર
ત્વચાનો રંગ હળવો કરવા માટે હળદર ફેસપેકનો ઉપયોગ ખૂબ જ લાભપ્રદ છે. એવું કહેવાય છે કે હળદર ચહેરા પર નિખાર લાવે છે અને ત્વચા પરના જીવાણુઓ તેમજ ગંદકી પણ હટાવવામાં મદદ કરે છે. હળદરનો ઉપયોગ વિવિધ સૌંદર્ય ઉત્પાદનોમાં કરવામા આવે છે તેનો ઉપયોગ સનસ્ક્રીનમાં પણ કરવામાં આવે છે.
હળદરમાં હાજર ક્યૂમિનના કારણે તે ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે અને ત્વચાને રંગત પણ આપે છે સાથે સાથે તેમાં રહેલું કમ્પાઉન્ટ વિવિધ પ્રકારની બિમારીઓથી પણ બચાવે છે અને સનબર્નથી પણ ત્વચાને બચાવે છે અને ત્વચાને વહેલી વૃદ્ધ થતી અટકાવે છે.
લીંબુ
ત્વચાને સુંદર બનાવવા માટે લીંબુનો ઉપયોગ આ રીતે કરો. તેના માટે તમારે એક તાજા લીંબુનો રસ જોઈશે અને ત્રણ-ચાર ચમચી પાણી.
હવે તમારે આ બન્ને વસ્તુને એકબીજામાં બરાબર મિક્સ કરી લેવી. અને તેને તમારા ચેહરા પર લગાવવી. અને તેને થોડીવાર તેમજ રહેવા દઈ ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીએ ધોઈ લેવો.
તેનાથી આ રીતે ત્વચાને લાભ થાય છે
રંગને સ્વચ્છ કરવા માટે સરળ ઉપાયમાં પહેલું નામ લીંબુનું આવે છે. કહેવાય છે કે લીંબુના અર્કમાં પ્રાકૃતિક સ્કિન વાઇટનિંગ એજન્ટ હોય છે. તેમાં બ્લિચિંગના ગુણ હોય છે, જે ત્વચાનો રંગ હળવો કરવામાં મદદ કરે છે. આ જ કારણે લીંબુનો ઉપયોગ ઘણી બધી સ્કિન લાઇટનિંગ પ્રોડક્ટમાં કવરામાં આવે છે. પણ તમારે આ નુસખો અજમાવતા પહેલા એ યાદ રાખવું કે તમારે ક્યારેય આ પ્રયોગ કર્યા બાદ તરત તડકામાં ન નીકળવું. બને તો બીજા દિવસે જ બહાર નીકળવું.
ટામેટા
આ પ્રયોગ માટે તમારે ત્રણ ચમચી ટામેટાનો રસ, બે ચમચી ચણાનો લોટ, અને એક ચમચી ગુલાબ જળની જરૂર પડશે.
હવે ઉપર જણાવેલી ત્રણે સામગ્રીને તમારે એક વાટકીમાં બરાબર મિક્સ કરી લેવી અને તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારે ચહેરા પર લગાવવી. તેને જાતે જ સુકાવા દેવું. જ્યારે ફેસ પેક સુકાઈ જાય ત્યારે ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લેવો. જો તમે ઉતાવળમાં હોવ અથવા ચણાનો લોટ ઘરમાં ન હોય તો તમે માત્ર ટામેટાના રસનો પ્રયોગ પણ આ રીતે કરી શકો છો. અન તેની સાથે દૂધનો
પ્રયોગ પણ કરી શકો છો.
ટામેટાથી ત્વચાને આ લાભ પહોંચે છે
ટામેટાના આપ્રયોગથી તમારી ત્વચામાં રંગત આવે છે. કેહવાય છે કે ટામેટરમાં હાજર ફ્લેવોનોઇડ કંપાઉન્ડ અને પેક્ટિન ફાઇબરમાં ક્લીન્ઝિંગ એક્સન હોય છે. તે ત્વચાને મુલાયમ બનાવવા અને તેનું ટેક્સ્ચર સુધારવામાં મદદ કરે છે. સાથે સાથે ટામેટાથી ત્વચા ચમકી પણ ઉઠે છે.
દૂધ અથવા મિલ્ક પાઉડર
આ પ્રયોગ માટે તમારે ત્રણ-ચાર મોટા ચમચા દૂધ લેવું તેની જગ્યાએ તમે મિલ્ક પાઉડર પણ લઈ શકો છો.
તમારે આ પ્રયોગ માટે કાચા દૂધનો જ ઉપયોગ કરવો. હવે એક વાટકીમાં દૂધ લીધા બાદ તમારે તેમાં રૂ પલાળવું અને તેનાથી તમારો ચહેરો સાફ કરી લેવો. અથવા તો તમે તે દૂધને તમારા હાથમા લઈને તેનાથી તમારો ચહેરો હળવા હાથે થપથપાવી શકો છો. અને બે-બે મિનિટે જ્યારે ચહેરા પરનું દૂધ સુકાઈ જાય ત્યારે ફરી ચહેરા પર તે દૂધ લગાવવું. આમ બે-ત્રણ વાર કરવું. અને પછી ચહેરાને તેમ જ 10 મિનિટ માટે
છોડી દેવો. ત્યાર બાદ પાણીથી ચહેરો ધોઈ લેવો. જો તમારી પાસે કાચુ દૂધ ન હોય અને મિલ્ક પાઉડર હોય તો તમે તેની પેસ્ટ પણ ચહેરા પર લગાવી શકો છો.
દૂધ આ રીતે તમારી ત્વચાને લાભ પોહંચાડે છે
જો તમારી ત્વચા શૂષ્ક પડી ગઈ હોય તો દૂધ તમને ખૂબ લાભ પહોંચાડે છે. તે ત્વચાને અત્યંત ચમક આપે છે. દૂધ પણ ત્વચા પર બ્લિચિંગ જેવી અસર કરે છે, જે સ્કિન પિગ્મેન્ટેશન એટલે કે ડાઘ-ધબ્બાને ઘટાડવમાં મદદ કરે છે. સાથે સાથે દૂધના ઉપયોગથી ટેનિંગને પણ ઘટાડી શકાય છે. એટલું જ નહીં તેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ હટાવવામાં પણ મદદ મળે છે.
પપૈયું
આ પ્રયોગ માટે તમારે પપૈયાના કેટલાક ટુકડા જોઈશે. તમારે પપૈયાના ટુકડાને બરાબર મેશ કરીને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટને તમારે સીધી જ તમારા ચહેરા પર લગાવી લેવી. ત્યાર બાદ ચહેરાને તેમજ 15-20 મિનિટ માટે છોડી દેવો. ત્યાર બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો.
પપૈયાનો ફેસપેક તમને આ રીતે લાભ પોહંચાડી શકે છે
ત્વચાની રંગત નિખારવા માટે પપૈયાના પેકનો ઉપયોગ કરવામા આવે છે. પપૈયામાં હાજર પાપેન એન્જાઇમ એક્સફોલિએશન એજન્ટની જેમ કામ કરે છે. વાસ્તવમા ત્વચાને સુંદર બનાવી રાખવા માટે એક્સફોલિએશન જરૂરી છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને તેને ભેજયુક્ત અને મુલાયમ બનાવે છે. સાથે સાથે તે હાઇપર પિગ્મેન્ટેશન એટલે કે ડાઘ-ધબ્બાને પણ ઘટાડે છે.
કાકડી
આ પ્રયોગ માટે તમને અરધી કાકડીનો રસ અને બે ચમચી ચણાના લોટની જરૂર પડશે. આ બન્ને સામગ્રીને તમારે બરાબર મિક્સ કરીને તેની એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવી. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે ચહેરા પર લગાવી લેવી. અને તેને તેમજ 15 મિનિટ માટે છોડી દેવી. હવે હળવા હાથે ચહેરા પર મસાજ કરવું અને ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લેવો.
કાકડી અને બેસનનો આ ફેસપેક તમને આ રીતે મદદ કરે છે
કાકડીનો જ્યૂસ મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે. સાથે સાથે તે ત્વચાને સ્નિગ્ધ અને કસાયેલી રાખે છે. તેનો ઉપયોગ જ્યારે કોઈ સ્ક્રબમાં મિક્સ કરીને કરવામા આવે ત્યારે ચહેરાની બધી જ ગંદકી દૂર થઈ જાય છે અને ત્વચા પરની મૃત કોશિકાઓ દૂર થઈને રોમછિદ્રો પણ સાફ થાય છે. તેનાથી સ્કિનને તાજગી મળે છે અને તે કોમળ દેખાવાની સાથે સાથે ચમકીલી પણ લાગે છે.
મધ
આ પ્રયોગ માટે તમારે બે ચમચી મધ અને અરધી ચમચી હળદરની જરૂર પડશે. એક વાટકીમા તમારે બે ચમચી મધ અને અરધી ચમચી હળદર ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. હવે તૈયાર થયેલી પેસ્ટને તમારે ચહેરા તેમજ ડોક પર લગાવી લેવી. હવે જ્યારે તમારો ચહેરો તેનાથી સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે તમારે હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લેવો.
મધ-હળદરનો આ પ્રયોગ તમને આ રીતે લાભ પોહંચાડી શકે છે
ઉપર જણાવ્યું તેમ હળદર તમારી ત્વચાની રંગતને નિખારે છે. સાથે સાથે આ પેકમાં હજાર મધનો ઉપયોગ ત્વચાના ભેજને સાંચવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં મધ સ્કિનને જૂવાન બનાવવામાં અને લાંબા સમય સુધી કરચલીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. માટે જ ત્વચા માટે મધ અને હળદરનો આ ફેસપેક સારો માનવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમારી સ્કિન બહુ શ્યામ પડી ગઇ છે? તો આ ઘરેલુ ઉપાયોનો કરો ઉપયોગ, આપોઆપ સ્કિન પર આવી જશે ગ્લો"
ટિપ્પણી પોસ્ટ કરો