રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં આ શખ્સ બન્યો ફરિસ્તો, મધરાતે સાત દર્દીઓને ખભે ઊંચકીને જીવ બચાવ્યો
ગુજરાતમાં હોસ્પિટલોમાં આગ લાગવી એ કોઈ નવો મસલો નથી એવું લાગી રહ્યું છે. હાલમાં થોડા સમય પહેલાં જ અમદાવાદની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી અનેવ હવે એ જ ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પરતુ ત્યાંથી એક મસ્ત સમાચાર સામે આવી રહ્યા છે અને એક શખ્સના જોરદાર વખાણ થઈ રહ્યા છે.
તો આવો વિગતે વાત કરીએ કે આ દર્દીઓ માટે કોણ ફરિસ્તો બનીને આવ્યો હતો. આ ફરિસ્તાનું નામ છે અજય વાધેલા. ઉદય કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતાં અજય વાઘેલા નામના કર્મચારીએ મસ્ત બહાદુરીનું કામ કર્યું હતું અને લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા હતા. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો. આ વિશે વાત કરતાં અજય વાઘેલાએ જણાવ્યું હતું કે અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આ સાતે સાત દર્દીનો બચાવ થયો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આવું મસ્ત બહાદુરીનું કામ કરવા બદલ અજયની ચારેકોર વાહવાહી થઈ રહી છે તેમજ સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી હતી. આગની આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા.
આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. જે પણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.’તો વળી એક તરફ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.
પરંતુ જોવા જેવી વાત એ છે કે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા.
એમાં પણ નર્સિંગ સ્ટાફે આ ઘટના નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે અચાનક જ વોર્ડમાં બૂમાબૂમ થવા લાગી અને ત્યાર બાદ ધુમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં આ શખ્સ બન્યો ફરિસ્તો, મધરાતે સાત દર્દીઓને ખભે ઊંચકીને જીવ બચાવ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો