આ ઉપાય તમારી બળી ગયેલી સ્કિનને કરી દેશે એકદમ સુંવાળી, કરો ટ્રાય તમે પણ
ઘણીવાર એવું થાય છે કે તમારી ત્વચા રસોડામાં કામ કરતી વખતે અથવા પાણી ગરમ કરતી વખતે બળી જાય છે.આવી સ્થિતિમાં,તમે ત્યાં ખુબ જ બળતરા થાય છે.એટલું જ નહીં જો તેની તાત્કાલિક સારવાર કરવામાં નહીં આવે તો તે જગ્યાએ ફોલ્લાઓ પણ થાય છે અને ત્યારબાદ ત્યાં ડાઘ થાય છે જે નિશાન ક્યારેય આપણી ત્વચા પરથી જતો નથી,જેથી આપણી ત્વચાનો દેખાવ ખરાબ થાય છે.તો ચાલો અમે તમને જણાવીએ તમારી આ સમસ્યાથી બચવા તમારે શું કરવું જોઈએ.
ત્વચા બળી ગયા પછી તરત જ તેના પર ઠંડુ પાણી રેડવું.તે પછી તેના પર ટૂથપેસ્ટ લગાવવાથી પણ બળતરા ઓછી થાય છે અને ફોલ્લાંઓ પણ થતા નથી.
બીજી તરફ બળી ગયેલી જગ્યાએ એલોવેરાનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે.જયારે તમારી ત્વચા બળી જાય ત્યારે તરત જ તેના
પર એલોવેરા જેલ હળવા હાથથી ઘસવાથી ફાયદો થાય છે.
બળેલી ત્વચા પર તરત જ સોડા નાખવાથી ફોલ્લાંઓ નથી થતા અને બળતરા પણ દૂર થાય છે.
પ્રાથમિક ઉપચાર તરીકે તમે બળેલી ત્વચા પર હળદરનું પાણી લગાવો આ ઉપાય તમારી સમસ્યા તરત દૂર કરશે અને તે વિસ્તાર પર કોઈ
ડાઘ પણ નહીં રહેવા દે.
તુલસીના પાનનો રસ બળી ગયેલી જગ્યા પર લગાવવો પણ ખૂબ અસરકારક છે.તેનાથી તે વિસ્તારમાં ડાઘ થવાની સંભાવના ઓછી છે.
ફુદીનો તેના મિન્ટ માટે જાણીતો છે.તેનો ઉપયોગ બળતરાવાળી જગ્યા પર કરવાથી ખુબ ફાયદો થાય છે. ફુદીનાના પાંદડા ગ્રાઇન્ડ કરીને
તેને હાથ પર લગાવો અને દિવસમાં ઘણી વખત આ ઉપાય કરો.
કેળા હંમેશાં ઘરમાં રાખવામાં જ આવે છે.આ એવું ફળ છે જે આપણા માટે દરેક રીતે ઉપયોગી સાબિત થાય છે.જયારે તમારો હાથ બળી
જાય ત્યારે તરત જ કેળાના પલ્પને તે જગ્યાએ લગાવો અને થોડીવાર આરામ કરો.તમારા હાથની બળતરા ઝડપથી દૂર થઈ જશે. મધ બળતરા દૂર કરવામાં પણ ખૂબ ફાયદાકારક છે.જયારે તમારો હાથ બળી જાય ત્યારે તે જગ્યા પર મધ લગાવો અને તેને થોડા સમય માટે રહેવા દો.આ ઉપાયથી તમને ખુબ જ ઠંડકનો અનુભવ થશે.
જયારે તમારો હાથ બળી જાય છે અને તે જગ્યા પર પાણીનો ફોડલો થાય છે,ત્યારે આ ફોડલો દૂર કરવા માટે તમે થોડું પાણી ગરમ કરો
ત્યારબાદ તે પાણીમાં ગ્રીન ટી અને એક ચમચી બેકિંગ સોડા ઉમેરો.ત્યારબાદ આ પાણી ઠંડુ થવા દો,જયારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે રૂની
મદદથી હળવા હાથથી તે પાણી ફોડલા પર લગાવો.આ ઉપાયથી ફોડલો સરળતાથી ફૂટી જશે અને બળતરા પણ ઓછી થશે.
આ એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે.જયારે તમારો હાથ બળી જાય ત્યારે તે વિસ્તાર પર બરફના ટુકડાથી હળવા હાથથી
માલિશ કરો.આ કરવાથી હાથ પર થતી બળતરા દૂર થશે અને તમને રાહત મળશે અથવા તમે મોટા વાસણમાં બરફ નાખો અને તેમાં
પાણી ઉમેરો અને પછી તેમાં હાથ નાખો.આ ઉપાયથી પણ તમને ઘણી રાહત મળશે.
તમારા ઘરની બહાર જો કોઈ દાડમનું ઝાડ હોય,તો કેટલાક દાડમના પાન તોડી લો અને તેને ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ બનાવો.હવે તેને
બળતરાવાળા વિસ્તાર પર લગાવો.દિવસમાં ઘણી વખત આ પેસ્ટ લગાવવાથી તમને ઝડપથી રાહત મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ ઉપાય તમારી બળી ગયેલી સ્કિનને કરી દેશે એકદમ સુંવાળી, કરો ટ્રાય તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો