જાણો એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનું રાઝ અને બનાવો તમારી ત્વચા ગ્લોઈંગ
બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન આ ઉંમરમાં પણ પેહલા જેવી જ યુવાન અને સુંદર લાગે છે પરંતુ તેવી ત્વચા મેળવવા માટે તમારે તમારી ત્વચાની વિશેષ કાળજી લેવી પડશે. એશ્વર્યા રાય બચ્ચન પોતાની ત્વચાને કોઈપણ બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવા માટે મધનો ઉપયોગ કરે છે.

આ માટે એશ તેના આહારમાં પણ મધનો ઉપયોગ કરે છે અને તેણે તેની બ્યુટી રીઝાઈનમાં મધનો પણ સમાવેશ કર્યો છે. તો ચાલો જાણીએ એશ્વર્યા રાય બચ્ચન શું કહે છે એ વિશે.

મધ શરીરની અંદર જરૂરી માત્રામાં પાણીની હાજરી જાળવવામાં મદદ કરે છે. આ ત્વચાના કોષોને આંતરિક રીતે સ્વસ્થ રાખે છે અને તેમાં ત્વચા પરના પિમ્પલ્સની સમસ્યા પણ ઝડપથી દૂર કરે છે. આ રહસ્ય એશ્વર્યા એ જણાવ્યું છે અને તેમને કહ્યું છે કે આ એ કારણ છે જેથી તેમની ત્વચા હંમેશા ચમકદાર રહે છે.

દરરોજ આપણા શરીરના લગભગ 40 હજાર કોષો કુદરતી રીતે મરે છે. આની જગ્યા નવા કોષો દ્વારા બદલવામાં આવે છે. આ નવા કોષોની રચનાની પ્રક્રિયા મધના સેવનથી ઝડપથી થાય છે. એશ્વર્યા રાય બચ્ચન દરરોજ મધનું સેવન કરે છે એટલા માટે જ એશ્વર્યાની ત્વચા પર કોઈ ડાઘ નથી.

જ્યારે પણ એશને સમય મળે ત્યારે તે વિવિધ રીતે મધનું સેવન કરવાનું પસંદ કરે છે. પ્રદૂષણની અસરોથી બચવા માટે મધનું સેવન ખૂબ
ફાયદાકારક છે. તેથી ક્યારેક નવશેકા પાણીમાં, તો ક્યારેક દૂધ અથવા ડ્રાયફ્રુટ સાથે એશ મધનું સેવન કરે છે.

મધ એક પ્રાકૃતિક એન્ટિસેપ્ટિક છે. તેથી તેને ખાવાથી અને તેને ત્વચા પર લગાવવાથી ત્વચા પર રહેલા કોઈ ડાઘ અથવા ઘા ઝડપથી માટે
છે. ત્વચા પર નિયમિત રીતે મધ લગાડવાથી ત્વચા પર મજબૂત લેયર બને છે. જેના કારણે ત્વચા પર કોઈપણ પ્રકારનો ચેપ રહેતો નથી.
આ જ કારણ છે કે એશની ત્વચા હંમેશાં સ્વસ્થ અને ગ્લોઈંગ દેખાય છે.
જાણો મધનું ફેસ-પેક કેવી રીતે બનાવવું.
ચહેરો સાફ અને ચમકદાર થાય તે માટે દહીં અને મધના ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ.
આ પેક બનાવવાની રીત

દહીં અને મધનું ફેસ-પેક બનાવવા માટે 2 ચમચી દહીંમાં 1 ચમચી મધ નાખી તેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને
ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. જો તમે આ પેસ્ટ નિયમિત રીતે લગાવશો તો તમારો ચહેરો થોડા દિવસોમાં જ સુંદર દેખાશે.
મધ અને પપૈયાનું ફેસ-પેક ચેહરા પર ગ્લો વધારવા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
ફેસ-પેક બનાવવાની રીત.

આ ફેસ-પેક બનાવવા માટે સૌથી પેહલા પાકેલા પપૈયાનો મોટો ટુકડો લો અને તેમાં 1 ચમચી મધ નાખો ત્યારબાદ તેને મિક્સ કરી તેની
પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચેહરા પર લગાવો. આ પેક લગાવ્યા પછી 15 મિનિટ પછી તમારો ચેહરો ધોઈ લો. આ ઉપાય દ્વારા તમે
થોડા દિવસોમાં જ આશ્ચર્ય પામશો.
જો તમને સાફ ચહેરો તેમજ ચહેરા પર કોઈ કુદરતી ગ્લો જોઈએ છે, તો તમે મધમાં ટમેટાંનો રસ મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો,
તેનો ઉપયોગ તમારા ચેહરાનો ગ્લો વધારશે.
ફેસ-પેક બનાવવાની રીત

અડધા ટમેટાને 2 ચમચી મધમાં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટ આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી
સુકાવા દો. આ પેક લગાવ્યાના 15 મિનિટ પછી નવશેકા પાણીથી તમારો ચેહરો ધોઈ લો. આ ફેસ-પેક અઠવાડિયામાં 2 વખત જરૂરથી
કરો.
ચહેરા પર મધ અને કેળાના ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચેહરાની ફોલ્લીઓ દૂર થાય છે અને ચહેરાનો રંગ પણ વધે છે.
ફેસ-પેક બનાવવાની રીત

એક પાકેલા કેળામાં 1 ચમચી મધ મિક્સ કરો અને આ પેસ્ટ આખા ચહેરા પર લગાવો જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરો હળવા પાણીથી ધોઈ લો. તમે ચોક્કસપણે થોડા દિવસોમાં જ તફાવત જોશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનું રાઝ અને બનાવો તમારી ત્વચા ગ્લોઈંગ"
ટિપ્પણી પોસ્ટ કરો