શિયાળામાં પણ ત્વચાનો ગ્લો વધશે, માત્ર અહીં જણાવેલા જાદુઈ ઘરેલુ ઉપાયો અજમાવો
શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાંની મદદથી પોતાને બચાવીએ છીએ, પરંતુ ઘણી વાર આપણે આપણી ત્વચાની બરાબર કાળજી લઈ શકતા નથી, જેના કારણે ત્વચાનો ગ્લો ઓછો થવા લાગે છે. ઠંડા પવન ત્વચાના ભેજને સંપૂર્ણ રીતે છીનવી લે છે, જે ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. તેથી આ શિયાળામાં તમારી ત્વચાને ઠંડીથી બચાવવા માટે આ સરળ ઘરેલું ઉપાય અજમાવો અને તમારી ત્વચાનો ગ્લો વધારો.
એવોકાડો માસ્ક

અડધા એવોકાડોમાં એક ચમચી ઓલિવ તેલ નાખો અને આ બંનેને એકસાથે મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો. ખૂબ શુષ્ક ત્વચા માટે, તમે તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકો છો. મધ ત્વચામાં ભેજ લાવે છે સાથે જ જરૂરી પોષક તત્વો પણ આપે છે. જ્યારે આ પેસ્ટ સંપૂર્ણ તૈયાર થઈ જાય, ત્યારે તેને તમારા ચહેરા પર લગાવો અને આ પેસ્ટ તમારા ચેહરા પર 15 થી 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. ચહેરો ધોયા પછી તમને તમારો ચેહરો એકદમ નરમ લાગશે.
ઓલિવ તેલ અને ખાંડનું સ્ક્રબ

અડધી ચમચી ખાંડ અને બે ચમચી ઓલિવ તેલ સાથે સ્ક્રબ બનાવો. તમે સુગંધ અને ત્વચા આરામ મળે એ માટે ઈસેન્શિયલ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ સ્ક્રબને ચહેરા પર લગાવો અને હળવી મસાજ કરો. માલિશ કર્યા પછી તરત જ તમારા ચેહરાને પાણીથી ધોઈ લો. ચહેરા પર વધુ ચમક આવે તે માટે ચેહરાને ધોયા પછી મોસ્ચ્યુરાઇઝર લગાવી શકો છો. મોસ્ચ્યુરાઇઝર ચહેરા પર એક અલગ ગ્લો આપશે.
ઓટમીલ હની માસ્ક

ત્વચાની બાહ્ય સપાટી પરના સૌથી જૂના અને મૃત કોષોને ઓટમીલથી દૂર કરવામાં આવે છે. આ તમારી ત્વચાના દેખાવને સુધારવામાં મદદ કરે છે. ઓટમીલ માસ્ક તૈયાર કરવા માટે, બે ચમચી ઓટમીલ લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. ત્યારબાદ તેમાં થોડી માત્રામાં પાણી ઉમેરો અને તેને મિક્સ કરો. આ પેસ્ટને થોડી ગરમ કરો. તે ઠંડુ થયા પછી તેને તમારા ચહેરા પર લગાવો. તમારી ત્વચાના જૂના કોષોને દૂર કરવા માટે આ પેસ્ટથી તમે હળવી મસાજ કરી શકો છો. માલિશ કર્યા પછી તરત જ તમારા ચેહરાને પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો તો તમે આ પેસ્ટ તમારા ચહેરા પર માસ્કની જેમ લગાવી અને તેને 15-20 મિનિટ માટે છોડી શકો છો. આ તમારા ચહેરા પર એક નવો ગ્લો લાવશે.
ઓલિવ તેલ

આ એક શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય છે જે ત્વચામાં ગ્લો વધારી શકે છે. તેને નેચરલ ક્લીનર પણ કહી શકાય. આ માટે થોડું ઓલિવ તેલ લો અને તેને તમારી શુષ્ક ત્વચા પર લગાવો. ત્યારબાદ તમારા ચેહરાની ત્યાં સુધી મસાજ કરો જ્યાં સુધી ચેહરા પર થોડી હૂંફ ન આવે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં પણ ત્વચાનો ગ્લો વધશે, માત્ર અહીં જણાવેલા જાદુઈ ઘરેલુ ઉપાયો અજમાવો"
ટિપ્પણી પોસ્ટ કરો