આ દીકરીની થઈ રહી છે ચારેકોર ચર્ચા, દાદાના જીવનને આપ્યું નવું જ રૂપ, આ કહાની તમારે વાંચવી જ જોઈએ

વૃદ્ધ વ્યક્તિ ચાલવાની ના પાડી રહ્યો હતો, છોકરીએ કહ્યું, “હું તમારી પુત્રી છું, પછી વૃદ્ધની આંખો ભરાઈ આવે છે.. આ વૃદ્ધ માણસ મૃત પ્રાણીઓનું માંસ અને રેતી ખાઇ રહ્યો હતો.

image source

પેરા લીગલ સ્વયંસેવકે તાત્કાલિક તત્પરતા બતાવી આવી બધી વસ્તુઓ તેની પાસેથી અલગ કરી અને તેના પોતાના ખર્ચે તેને નાસ્તો, ચા અને ભોજન પીરસ્યું અને ભરપેટ જમવાનું આપ્યું. જ્યારે તેણે વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે તેની ઓળખ યોગ્ય રીતે જાહેર કરી શક્યો નહીં.

image source

જણાવ્યું હતું કે વડીલ શારીરિક રીતે ખૂબ જ નબળો અને દયનીય હતો. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ત્યાં જવાની ના પાડી અને કહેવાનું શરૂ કર્યું કે ખુલ્લુ આકાશ મારું ઘર છે અને આ રસ્તા પર જતા લોકોમાંથી કોઈ મારું નથી. તેણે કહ્યું કે તે એકલો છે અને અને ક્યાંય જવું નથી. ત્યારબાદ તે માણસને આ છોકરીએ કહ્યું કે તે તેની પુત્રીની જેમ છે અને સારવાર બાદ તમને ઘરે લઈ જવા આવી છું. આ બધું કહ્યા પછી તે હોસ્પિટલમાં જવા માટે સંમત થયો.

image source

તાત્કાલિક 112ને બોલાવવામાં આવી અને ઝડપી હાજરી સાથે વૃદ્ધને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તે વૃદ્ધ વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને તેની સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. મૌસમ મૈશ્રામ સાથે તેમના પ્રશંસનીય કાર્યના વિષય પર ચર્ચા કરવા પર તેમને કહેવામાં આવ્યું હતું કે ભારતના દરેક નાગરિકના બંધારણ હેઠળ ભારતીય તરીકેના અધિકાર અને ફરજો છે. મેં ફક્ત તેને અનુસર્યા છે. અને ભવિષ્યમાં પણ આવું કરતી રહીશ. કારણ કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો હેતુ ભેદભાવ વિના માનવ સેવા કરવી એ જ તો છે.

નડિયાદનું આ દંપતી પણ છે ચર્ચામાં

image source

નડિયાદ શહેરમાં પાપડીનો લોટ વેચીને ઘરનું ગુજરાન ચલાવતાં આધેડ મહિલાએ એજ આવકમાંથી દીકરીના લગ્ન પણ કર્યા. જો કે, લોકડાઉનમાં પાપડીના લોટની રોજગારી છીનવાઇ જતાં દંપતિ આર્થિક મુશ્કેલીમાં મૂકાયું છે. તેઓએ હિમત હારવાની જગ્યાએ વૈકલ્પિક કામ શરૂ કર્યું. સિવણ આવડતું હોવાથી ઘરમાં પર્સ બનાવવાના શરૂ કર્યા અને ઘર ચાલે એટલું મહિને કમાવાનો પ્રયત્ન શરૂ કર્યો. પરિચિતોએ પણ જરૂરી વસ્તુઓ આપીને મદદ કરી.

image source

જોકે, હજી પણ જીવન રોજ નવા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે અને વૃધ્ધ દંપતિ રોજ ઝઝુમી રહ્યું હતું. પછી રાબેતા મુજબ થવા લાગ્યું છે, પણ ધંધો સામાન્ય થયો નથી. ઉંમરને કારણે સંક્રમણની પણ સતત ભિતી રહે છે. ઘરેથી ઓર્ડર મુજબ પર્સ અને પાપડીનો લોટ બનાવીને તેનું વેચાણ કરૂ છું.

Related Posts

0 Response to "આ દીકરીની થઈ રહી છે ચારેકોર ચર્ચા, દાદાના જીવનને આપ્યું નવું જ રૂપ, આ કહાની તમારે વાંચવી જ જોઈએ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel