ગુજરાતના મૌલવી સાથે બોલિવૂડ છોડી ચૂકેલી સના ખાને કર્યા નિકાહ, જોઇ લો વિડીયો તમે પણ
બિગ બોસ 6 માં જોવા મળ્યા બાદ રાતોરાત ચર્ચામાં આવેલી અભિનેત્રી સના ખાને તેના ફેન્સને ચોંકાવી દીધા છે. થોડા સમય પહેલા જ તેણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે સમયે સના ખાને કહ્યું કે હવે તે બોલિવૂડની દુનિયાને છોડીને ભગવાનનું ધ્યાન કરવા જઈ રહી છે. જો કે હવે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને માનવામાં આવે છે કે સના ખાને લગ્ન કર્યાં છે.
સના ખાનએ ઈસ્લામ માટે બોલિવૂડ છોડ્યું હતું અને હવે તેણે ગુજરાતના સુરતમાં રહેતા મુફ્તી અનસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સના ખાન વ્હાઇટ વેડિંગ ડ્રેસ અને હિજાબમાં જોવા મળે છે. તેનો પાર્ટનર પણ વ્હાઇટ કુર્તા-પાયજામા અને જેકેટમાં જોવા મળે છે.
વીડિયોમાં સના અને તેનો સાથી હસતાં હસતાં સીડી પરથી નીચે આવ્યા અને પછી કેક કાપે છે. બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સનાને લગ્ન કરતી દર્શાવવામાં આવી છે. જો કે આ વીડિયોમાં સના જોવા મળી રહી નથી. આ વીડિયો મૂકનાર વ્યક્તિએ કેપ્શનમાં કહ્યું છે કે આ સના ખાનના નિકાહનો વીડિયો. સના અને મુફ્તીએ 20 નવેમ્બરના રોજ લગ્ન કર્યા છે.
સના ખાનના પતિ વિશે કહેવામાં આવી રહ્યું છે કે મુફ્તી અનસ મૌલાના છે. મુફ્તી ગુજરાતના સુરતના છે. જાણવા એમ પણ મળે છે કે સનાની ઓળખાણ તેના પતિ સાથે બિગ બોસના પૂર્વ સ્પર્ધક એજાઝ ખાનના માધ્યમથી થઈ હતી.
જણાવી દઈએ કે સના ખાને થોડા સમય પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી હતી. આ અંગે તેણે એક પોસ્ટ લખીને માહિતી આપી હતી. સનાએ લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે કે જ્યારે માણસ તેના સર્જક અનુસાર જીવશે અને ફક્ત તેની સંપત્તિ અને ખ્યાતિ જ તેનો હેતુ છે. એટલા માટે જ હું આજે જાહેર કરું છું કે આજથી હું ફિલ્મ ઉદ્યોગની જિંદગી છોડું છું અને માનવતાના આદેશો અને મારા સર્જકની આજ્ઞાઓ પર ચાલવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. “
0 Response to "ગુજરાતના મૌલવી સાથે બોલિવૂડ છોડી ચૂકેલી સના ખાને કર્યા નિકાહ, જોઇ લો વિડીયો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો