આ ગીત પર ઠુમકા લગાવતો જોવા મળ્યો ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ડેવિડ વોર્નર, VIDEO જોતાની સાથે તમે પણ હસી પડશો ખડખડાટ
એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની જોરદાર બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ 66 રને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગમાં બે સદી અને એક અડધી સદી થઈ. વોર્નરે શાનદાર ફટકાબાજી કરીને પચાસ રન બનાવ્યા અને તેમણે ચોક્કા – છગ્ગા ફટકારીને સ્ટેડિયમમાં દર્શકોનું મનોરંજન કર્યું હતું આ ઉપરાંત ફિલ્ડિંગ દરમિયાન પણ ભારતીય ગીતો પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા હતા.
લોકડાઉન દરનિયાન વોર્નરની ભારતીય ગીતો પ્રત્યે રૂચી વધી

હકીકતમાં, કોરોનવિરિયસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન હિન્દી અને દક્ષિણ ભારતીય ગીતોમાં વોર્નરની રુચિ વધી ગઈ હતી અને તે ઘણી વાર ભારતીય ગીતો પર તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. આ સમય દરમિયાન તેલુગુ સુપરહિટ ગીત બૂટા બોમ્મા તેમનું પ્રિય ગીત બન્યું. તે ઘણા વીડિયોમાં તેના સિગ્નેચર સ્ટેપ્સ કરતા જોવા મળ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઘણા જ વાયરલ થયા.
વોર્નરે બટ્ટા બોમ્મા પર ડાન્સ કર્યો

ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નરે શુક્રવારે ભારત સામેની પ્રથમ વનડે મેચમાં આ ગીત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે વોર્નર બટ્ટા બોમ્મા પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
Buttabomma and Warner Never Ending Love Story 😂😂♥️.#AUSvIND @davidwarner31 pic.twitter.com/TjEeMKzgt3
— M A N I (@Mani_Kumar15) November 27, 2020
આ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એક દર્શકે લાઇવ મેચ દરમિયાન વોર્નર જ્યારે ડાન્સ કરતો હતો ત્યારે કેમેરામાં શૂટિંગ કરી લીધુ હતું. ત્યારથી જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યા અને ધવને સારી ઇનિંગ્સ રમી

સિડની વનડે વિશે વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 374 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા 308 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં હારથી શરૂઆત કરી છે. એડિલેડ વન-ડેમાં ટીમ ઈન્ડિયા 375 રનના ટાર્ગેટ સામે 66 રનથી હાર થઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ વન-ડેની સિરિઝ 1-0થી લીડ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી કેપ્ટન ફિન્ચ અને સ્ટીવન સ્મિથની સદીની મદદથી 374 રનનો પહાડ ખડક્યો. પ્રથમ વિકેટ માટે વોર્નર-ફિન્ચે 156 રનની ભાગીદારી નોંધાવી. તો ફિન્ચ અને સ્ટીવન સ્મિથે બીજી વિકેટ માટે 108 રન જોડ્યા. તો અંતમાં મેક્લેવલે માત્ર 19 બલમાં 45 રનની ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને જીત માટે 375 રનનો ટાર્ગેટ આપ્યો.
હાર્દિક પંડ્યા 90 રન સાથે હાઈએસ્ટ સ્કોરર રહ્યો

તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 101ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી, પરંતુ પંડ્યા અને ધવનની 128 રનની ભાગીદારીએ થોડી આશા જગાડી. પરંતુ એડમ ઝામ્પાએ આ ભાગીદારી તોડ્યા બાદ ટીમ ઈન્ડિયા 50 ઓવરના અંતે 8 વિકેટ પર 308 રન જ બનાવી શકી. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યા 90 રન સાથે હાઈએસ્ટ સ્કોરર રહ્યો, તો એડમ ઝામ્પાએ 4 અને જોશ હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી. 66 બોલમાં 105 રન સાથે સ્ટીવન સ્મિથ પ્લેયર ઓફ ધ મેચ બન્યો. સિડની વનડેમાં ટીમ ઈન્ડિયાના હકમાં કાઈ જોવા મળ્યું ન હતું. હાર્દિક પંડ્યા અને ધવને સારી ઇનિંગ્સ રમી હતી પરંતુ ભારતીય ટીમના સુપરસ્ટાર ફ્લોપ સાબિત થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ ગીત પર ઠુમકા લગાવતો જોવા મળ્યો ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ડેવિડ વોર્નર, VIDEO જોતાની સાથે તમે પણ હસી પડશો ખડખડાટ"
ટિપ્પણી પોસ્ટ કરો