ગુજરાતીઓ માટે ગૌરવની વાત: 14 વર્ષના અનમોલે KBCમાં 25 લાખ સુધીના પ્રશ્નોના સડસડાટ આપ્યા જવાબ
સોની ટીવી પર ચાલતા કૌન બનેગા કરોડપતિ શોમાં આ વર્ષે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી અનેક સ્પર્ધકો ગયા અને તેમાંથી કેટલાક હોટ સીટ પર પણ પહોંચ્યા હતા. હવે કૌન બનેગા કરોડપતિ શોમાં કિડ્સ સ્પેશિયલ વીક શરુ થયું છે જેમાં પહેલા જ દિવસે હોટ સીટ સુધી ભરુચનો 14 વર્ષનો અનમોલ પહોંચ્યો હતો. અનમોલ શાસ્ત્રી ધોરણ 8માં અભ્યાસ કરે છે અને તે આ શોમાં અમિતાભ બચ્ચનના પ્રશ્નોના જવાબ આપી અને 25 લાખ રૂપિયા જીતી ચુક્યો છે.
કેબીસીના સ્ટુડન્ટ સ્પેશિયલ વીકના પહેલા જ દિવસે અનમોલ શાસ્ત્રી ટોપ 10 બાળકોમાં પસંદ થયો અને ત્યારબાદ તેણે ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટમાં એક અઘરા પ્રશ્નનો સૌથી ઓછા સમયમાં જવાબ આપ્યો. આ કારણે તે પહેલી ટ્રાયમાં જ હોટ સીટ પર અમિતાભ બચ્ચનના પ્રશ્નનો જવાબ આપવા પહોંચ્યો. અનમોલ શાસ્ત્રીને નાનપણથી જ નવું નવું જાણવાનો ઉત્સાહ હોવાથી તેણે કેબીસીમાં 25 લાખ સુધી પુછાયેલા પ્રશ્નોનો જવાબ સહજ રીતે અને વિશ્વાસ સાથે આપ્યા. એક પછી એક એમ અનમોલે 25 લાખ સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા.
કૌન બનેગા કરોડપતિ શોમાંથી અનમોલ શાસ્ત્રીએ જે રકમ જીતી છે તે 25 લાખ રૂપિયા તે જ્યારે 18 વર્ષનો થશે ત્યારે તેને મળશે. ભરુચ શાસ્ત્રીએ કૌન બનેગા કરોડપતિમાં તેની બુદ્ધિમત્તા અને જ્ઞાનનો જે પરીચય આપ્યો તેનાથી ભરુચવાસીઓમાં પણ ઉત્સાહ વધ્યો છે. અનમોલનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે પરંતુ તેઓ ભરુચમાં સ્થાયી થયા છે. અનમોલના પિતા દહેજની એક કંપનીના કર્મચારી છે. અનમોલ પરીવારમાં સૌથી નાનો છે અને તેને વાંચનનો શોખ છે.
અનમોલની એક યૂટ્યૂબ ચેનલ પણ છે જેના વિશે તેણે શો દરમિયાન અમિતાભ બચ્ચનને જાણકારી આપી હતી. આ ચેનલ પર તે કયા પ્રકારની માહિતીસભર વીડિયો શેર કરે છે તે પણ તેણે અમિતાભ બચ્ચનને જણાવ્યું હતું. આ વાત જાણી અમિતાભ બચ્ચન પણ તેનાથી પ્રભાવિત થયા હતા અને શો દરમિયાન કહ્યું હતું કે તેઓ અનમોલની યૂટ્યુબ ચેનલનું પ્રમોશન તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરશે.
અનમોલ શાસ્ત્રી અભ્યાસ અને વાંચનમાં ખૂબ રસ ધરાવે છે. આ શોખને પુરો કરવા તે ભરુચની સ્થાનિક લાઈબ્રેરીમાં સભ્ય પણ બન્યો છે. સામાન્ય રીતે જે ઉંમરમાં બાળકો રમતગમતમાં રચ્યા પચ્યા રહે છે તે ઉંમરમાં અનમોલ લાઈબ્રેરીના પુસ્તકો વાંચવામાં સમય પસાર કરે છે. આ જ્ઞાનના કારણે જ અનમોલ આજે કેબીસીમાં જઈ ગુજરાતનું ગૌરવ વધારી શક્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતીઓ માટે ગૌરવની વાત: 14 વર્ષના અનમોલે KBCમાં 25 લાખ સુધીના પ્રશ્નોના સડસડાટ આપ્યા જવાબ"
ટિપ્પણી પોસ્ટ કરો