દુશ્મનોના છક્કા છોડાવવાની જબરદસ્ત તાકાત ધરાવે છે ભારતીય નેવીના આ સમુદ્રી જહાજો અને સબમરીન

જૂની પેઢીના લોકોને કદાચ યાદ હશે કે વર્ષ 1971 માં ભારતીય નેવી (દરિયાઈ સેના) એ પાકિસ્તાન સામેના યુદ્ધમાં ” ટ્રાઈટેન્ડ ઓપરેશન ” ની શરૂઆત કરી હતી. આ ઓપરેશન અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાની દરિયાઈ સેનાના કરાંચી સ્થિત મુખ્યાલય પર હુમલો કરી ધ્વસ્ત કરી દીધું હતું. આ ઓપરેશન બાદ પાકિસ્તાન પણ હિંમત હારી ગયું હતું. આ ઓપરેશનનું પ્લાનિંગ એટલું ચોક્કસ હતું કે અમેરિકાને પણ આશ્ચર્ય થયું હતું. આ ઓપરેશનની યાદગાર નિમિત્તે દર વર્ષે 4 ડિસેમ્બરે દેશમાં નેવી ડે ની ઉજવણી કરવામાં આવે છે.

આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતીય નેવીમાં શામેલ INS Mysore, INS Vikrant, INS Chakra, INS Arihant અને INS Vikramaditya જેવા એરક્રોફ્ટ અને સબમરીન વિશે રોચક માહિતી આપવાના છીએ.

image source

1). વિક્રમાદિત્યનો અર્થ થાય છે સૂર્ય જેવું બહાદુર. ભારતીય નેવીમાં તેને વર્ષ 2013 માં શામેલ કરવામાં આવ્યું હતું. આ એક મોડીફાઈડ કિવ શ્રેણીનું વિમાન વાહક જહાજ છે. 45000 ટનની ક્ષમતા ધરાવતું આ વિમાનવાહક જહાજ ભારતીય નેવીમાં પ્રમુખ સ્થાને છે. તેની ખાસિયતોની વાત કરીએ તો આઈએનએસ વિક્રમાદિત્યમાં 30 થી વધુ વિમાનો રાખી શકાય એટલું વિશાળ છે. એ સિવાય શક્તિશાળી સેન્સર, કમાન્ડ અને કંટ્રોલ ફેસિલિટીથી સજ્જ છે

image source

2). આઈએનએસ અરિહંત દેશની પહેલી અને એકમાત્ર પરમાણુ સંચાલિત બેલીસ્ટિક મિસાઈલ સબમરીન છે. આની ખાસિયતોની વાત કરીએ તો આ સબમરીન જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આઈએનએસ અરિહંત દેશને એ દેશો સામે રક્ષણ પૂરું પાડે છે જેઓ પરમાણુ હુમલો કરવાની શક્તિ ધરાવે છે.

image source

3). આઈએનએસ વિક્રાંત ભારતમાં બનેલ પ્રથમ વિમાન વાહન છે જે તેને અન્યથી અલગ તારે છે. આ મેડ ઇન ઇન્ડિયા ઍરક્રોફ્ટ કેરિયર 1 ના નામથી પણ ઓળખાય છે. વિક્રાંતનો અર્થ થાય છે સાહસી, આ જ કારણ છે કે આ જયમાં સૈમ યુધિ સપ્રદહ સિદ્ધાંત પર કામ કરે છે. જેનો અર્થ ” હું એ લોકોને હરાવું છું જે મારી સામે લડે છે ” એમ થાય છે.

image source

4). આઈએનએસ ચક્ર એ ભારતની એકમાત્ર પરમાણુ હુમલો કરનાર સબમરીન છે. જે રશિયા પાસેથી લિઝ પર લેવામાં આવી છે. આઈએનએસ ચક્રની ખાસિયતોની વાત કરીએ તો 12000 ટનની આ સબમરીન સમુદ્રની અંદર 30 નોટથી વધુની ઝડપથી યાત્રા કરી શકે છે. સાથે જ આઈએનએસ ચક્ર દુશ્મનના યુદ્ધ જહાજોને નાકામ કરવા ઉપયોગી છે.

image source

5). આઈએનએસ મૈસુર ભારતીય નેવીમાં 29 ઓગષ્ટ 1957 માં કમિશન પર લેવામાં આવ્યું હતું. પશ્ચિમી બાજુના સંચાલનમાં આઈએનએસ મૈસુરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ન બીભેતી કોશ્વન ના મંત્ર પર કામ કરે છે. જેનો અર્થ ક્યારેય ડરવું નહીં એમ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "દુશ્મનોના છક્કા છોડાવવાની જબરદસ્ત તાકાત ધરાવે છે ભારતીય નેવીના આ સમુદ્રી જહાજો અને સબમરીન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel